BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક预览

જયારે પાઉલ યરૂશાલેમ તરફ તેની મુસાફરીને ચાલુ રાખે છે, ત્યારે માર્ગમાં તે ઈસુના અનુયાયીઓના વૃધ્ધિ પામતા સમાજની મુલાકાત લેવા માટે થોભે છે. તેઓ બધા પાટનગરમાં જવાના તેના ઉદ્દેશ્ય વિષે જાણે છે, ત્યારે તરત જ તેની વિરુધ્ધ દલીલ કરે છે. તેઓ તેને ત્યાં ન જવાની વિનંતી કરે છે, અને સમજાવે છે, કે જો તે જશે તો તેને જેલમાં પૂરવામાં આવશે, અથવા મારી નાખવામાં આવશે. પરંતુ પાઉલ તો તેના વિશ્વાસને માટે મરવા પણ તૈયાર છે, અને તેથી તે આગળ વધે છે. જયારે તે યરૂશાલેમમાં આવે છે, ત્યારે તે યહૂદીઓનો વિરોધી નથી એવું બતાવવા માટે યહૂદી પરંપરાઓને પાળે છે. વાસ્તવમાં તો તે એક સમર્પિત યહૂદી છે, જે તેના પિતૃઓના ઇશ્વરને પ્રેમ કરે છે, અને તેના સાથી યહૂદીઓ માટે પોતાનો જીવ આપી શકે છે. પરંતુ યહૂદીઓને તો માત્ર પાઉલનુ બિનયહૂદીઓ સાથે ષડયંત્રકારી જોડાણ જ દેખાય છે. તેઓ પાઉલના સંદેશાને નકારી કાઢે છે, તેને મંદીરમાંથી બહાર કાઢી મુકે છે, અને તેને મારી નાખવા માટે મારવાની શરૂઆત કરે છે. રોમનોને જાણ થાય છે કે યરૂશાલેમમા પરીસ્થિતિ નિયંત્રણ બહાર ગઇ છે, ત્યારે તેઓ સમયસર આવે છે, અને પાઉલનો જીવ બચાવે છે. પાઉલને હિંસક ટોળાથી દૂર લઈ જવામાં આવે છે, અને તે તેની સતાવણી કરનારાઓની સાથે વાત કરી શકે, તે માટે તેને બોલવાની એક તક આપવા માટે સરદારને સંમત કરે છે. મારને લીધે લોહી નીકળતું હતું એવી પરિસ્થિતિમાં પણ પાઉલ ઉભો રહે છે, અને હિંમતથી પોતાની વાત જણાવે છે. તે લોકોને સમજાવવા માટે અને તેને મારી નાખવા માગતા લોકોની સાથે પોતાને ઓળખાવવા માટે હિબ્રૂ ભાષામાં બોલે છે. જયાં સુધી તે ઉધ્ધારની યોજનામાં વિદેશીઓ (બિન-યહૂદીઓ)ને સામેલ કરવાની ઈશ્વરની ઈચ્છા વિષે બોલે છે, ત્યાં સુધી જ લોકો તેની વાત સાંભળે છે. આ વાતની શરૂઆતમાં જ ટોળું તરત જ પાઉલને જાનથી મારી નાખવા માટે બૂમો પાડવાનું શરૂ કરે છે. તેમની બૂમો એટલી ભીષણ હોય છે કે રોમન સરદાર સમજી શકતો નથી, કે શા માટે યહૂદીઓ પાઉલની વિદેશીઓ વિષેની વાત સાંભળીને આટલો ગુસ્સો કરે છે. તેથી સૂબેદારને એમ લાગે છે કે આ વાતમાં બીજુ પણ કંઇ વધારે છે, અને જો પાઉલને વધારે પીડા આપવામાં આવશે તો જ એ વાત તેની પાસેથી જાણી શકાશે. પરંતુ પાઉલ તો એમ કહીને તેની વિરુધ્ધના ગેરકાયદેસરના વર્તનને બંધ કરાવે છે, કે તે એક રોમન નાગરીક છે. સૂબેદારને ભાન થાય છે કે રોમન નાગરીકને નુકશાન પહોંચાડવા બદલ તે પોતે સમસ્યામાં આવી શકે છે, તેથી પાઉલને તરત જ બંધનમાંથી મુકત કરવામાં આવે છે, અને જ્યાં સુધી જે ધાર્મિક આગેવાનોએ તેના પર તહોમત લગાવ્યુ હતું તેમની સામે તેનો દાવો રજૂ ન કરે ત્યાં સુધી તેને સુરક્ષા સાથે દૂર લઈ જવામાં આવે છે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• ગુસ્સે ભરાયેલા યહૂદી ટોળાની સામે પાઉલના બચાવની સમીક્ષા કરો (પ્રેરિતોના કૃત્યો 22:1-21 જુઓ). તમે શું જુઓ છો? કેવી રીતે પાઉલ પોતાને સતાવનારાઓની સાથે પોતાને ઓળખાવે છે? તમે કેવી રીતે તમારા શત્રુઓ સાથે પોતાને ઓળખાવશો?
• પાઉલ તો ઈસુને અનુસરનારા લોકોની સતાવણી કરતો હતો, પરંતુ હવે તો તે બધા લોકોને ઈસુને અનુસરવાનુ સમજાવે છે. શું તમે ક્યારેય આવા સંપૂર્ણ બદલાણ પામેલા વ્યક્તિને મળ્યા છો? જો હા, તો આજે તમે તે ઉધ્ધારની વાત કોને જણાવશો?
• તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. બધા લોકોને શુભ સંદેશ ફેલાવવા માટેના ઈસુના સમર્પણને માટે ઈસુનો આભાર માનો. તમારી સાથે દુર્વ્યવહાર કરનારા લોકોની સાથે ઓળખાવા માટે તમારી જાતને નમ્ર કરો, અને પ્રભુ તમારા શત્રુઓના હૃદયો અને મનોનું ધરમૂળથી બદલાણ કરે તે માટે પ્રભુને પ્રાર્થના કરો.
读经计划介绍

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More