BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક预览

હવે આપણે જ્યારે લૂકના આગળના અધ્યાયો વાંચીએ છીએ ત્યારે ચાલો, આપણે ઈસુએ યશાયાના પુસ્તકમાંથી વાંચેલા શબ્દોને ધ્યાનમાં રાખીએ. યશાયા જેનો ઉલ્લેખ કરે છે તે ઈસુ જ છે. ઈસુ જ એ અભિષિક્ત વ્યક્તિ છે, જે ગરીબો માટે સારા સમાચાર લાવશે, ભંગીત હ્રદયોવાળાં લોકોને સાજાં કરશે, અને બંદીવાનોને છોડાવશે.
ઈસુએ કહ્યું કે “આજે આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.” આ ઘોષણા પછીની વાતો ઈસુના સારા સમાચાર કેવા છે, તે બતાવે છે. લૂકના આ ભાગમાં સારા સમાચાર એ છે, કે ઈસુ ચમત્કારીક રીતે થાકેલા માછીમારોની જરૂરિયાત પૂરી પાડે છે, રક્તપિતના દર્દીને સાજો કરે છે, લકવાગ્રસ્તને માફ કરે છે, અને સામાજીક રીતે તુચ્છ ગણાતા કર ઉઘરાવનાર અધિકારીની પોતાના શિષ્ય તરીકે ભરતી કરે છે. તેને લીધે ધાર્મિક જૂથોમાં ઉશ્કેરાટ વ્યાપી જાય છે, અને આટલું ઓછું હોય તેમ, ઈસુ સાબ્બાથવારે એટલે કે વિશ્રામના દિવસે એક વ્યક્તિના સૂકાઈ ગયેલા હાથને સાજો કરે છે. હવે ધાર્મિક વડાઓ ગુસ્સે થાય છે. તેમને સમજાતું નથી કે શા માટે ઈસુ યહૂદી સાબ્બાથના નિયમોને તોડી રહ્યાં છે, અને ખરાબ પસંદગીઓ કરનાર લોકો સાથે મુક્તપણે હરી ફરી રહ્યાં છે!
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• જેઓ મસીહની પુન:સ્થાપિત કરનાર સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે (યશાયા 61:1-3) તેઓ એ જ લોકો છે, જેઓ પોતાની સ્વતંત્રતા વિશે બીજા લોકોને જણાવીને તેમને પુન:સ્થાપિત કરે છે (યશાયા 1:4). ઈસુ લૂકની સુવાર્તામાં યશાયાની ભવિષ્યવાણીને કેવી રીતે પૂરી કરી રહ્યાં છે?
• તમે ઈસુની પુન:સ્થાપિત કરતી સ્વતંત્રતાનો અનુભવ કેવી રીતે કર્યો છે? એવી કઇ એક રીત છે, જેના દ્વારા તમે આ અઠવાડિયે આ સ્વતંત્રતાને બીજા લોકોને જણાવી શકો છો?
•તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. પુન:સ્થાપના કરવાની ઈશ્વરની ઇચ્છા માટે ઈશ્વરનો આભાર માનો. તમને તમારા પોતાના જીવન કે સમુદાયના જે ક્ષેત્રમાં પુન:સ્થાપનાની જરૂર છે, તેના વિશે પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુ તમારી પ્રાર્થના સાંભળી રહ્યાં છે.
读经计划介绍

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More