BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક预览

આજના શાસ્ત્રભાગો ઈસુના કાર્ય અંગે આશ્ચર્યજનક પ્રકટીકરણને પ્રગટ કરે છે. ઈસુ કહે છે કે તે ખરેખર એક મસીહ (ખ્રિસ્ત) છે, પણ પછી તે આગળ વધીને એમ કહે છે કે તે ઈઝરાયલ પર એવી રીતે રાજ નહિ કરે, જેમ અગાઉના રાજાઓએ કર્યું હતું. તે યશાયા 53માં જણાવેલ દુ:ખ સહન કરનાર સેવક બનીને રાજ કરશે. તે પોતાના રાજ્યાસન પર આરૂઢ થવા માટે મરણ પામશે. ત્યારબાદ લૂક ઉથલ પાથલ કરનાર આ વિચારને આગળની વાતમાં વિગતવાર જણાવે છે.
આ વાતમાં ઈસુ પોતાના કેટલાક શિષ્યોને લઇને પર્વત પર જાય છે, જ્યાં ઈશ્વરની મહિમામય હાજરી એક તેજસ્વી વાદળ સ્વરૂપે પ્રગટ થાય છે, અને અચાનક ઈસુનું રૂપાંતર થાય છે. બીજા બે વ્યક્તિઓ એટલે કે મૂસા અને એલિયા પણ ત્યાં પ્રગટ થાય છે. તેમણે પણ પર્વત પર ઈશ્વરની મહિમામય હાજરીનો અનુભવ કર્યો હતો. ઈશ્વર વાદળમાંથી બોલે છે કે, "આ મારો દીકરો છે. તેનું સાંભળો." આ ખરેખર એક અદ્દભુત દ્રશ્ય છે! ત્યારબાદ લૂક આપણને કહે છે કે ઈસુ, એલિયા અને મૂસા, ઈસુના મરણ અથવા "નિર્ગમન" વિશે વાત કરે છે. લૂક ગ્રીક શબ્દ "નિર્ગમન"નો પ્રયોગ કરે છે (ગ્રીક લોકો આ શબ્દનો પ્રયોગ મરણ માટે કરતા હતા) અને એમ કરીને ઈસુ યરુશાલેમમાં જે કાર્ય કરવાના હતા તે કાર્યને ઇઝરાયલીઓએ મિસરમાંથી કરેલા નિર્ગમન સાથે જોડે છે. અહીં લૂક આપણને બતાવે છે કે ઈસુ અંતિમ પ્રબોધક છે. તે નવા મૂસા છે, જે તેમના નિર્ગમન (મરણ) દ્વારા ઈઝરાયલને દરેક પ્રકારના પાપ અને દુષ્ટતાના જુલમથી મુક્ત કરશે.
અને એ આશ્ચર્યજનક પ્રકટીકરણની સાથે ઈસુના ગાલીલમાંના સેવાકાર્યનો અંત થાય છે. અને લૂક ઈસુની પાટનગર તરફ જવાની લાંબી મુસાફરીની વાતથી શરૂઆત કરે છે, જ્યાં તે ઈઝરાયલના સાચા રાજા તરીકે રાજ્યાસન પ્રાપ્ત કરવા માટે મરણ પામશે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• ઈસુ કેવી રીતે ઈઝરાયલનું રાજ્યાસન પ્રાપ્ત કરશે તે વિશે યશાયા પ્રબોધકે તેના પુસ્તકના 53મા અધ્યાયમાં જણાવેલ શબ્દોને ઈસુના શબ્દો સાથે સરખાવો (9:20-25). ત્યાં તમે શું જુઓ છો?
•તેજસ્વી વાદળમાંથી ઈશ્વર જે શબ્દો બોલ્યા હતા (9:35) તે શબ્દોને પુનર્નિયમ 18:15-19 ના શબ્દો સાથે સરખાવો. તમે શું અવલોકન કરો છો?
•આ જગતના રાજ્યના લોકો જેને તેમનો આત્મા રાખી શકતો નથી એવી બાબતોને પ્રાપ્ત કરવા માટે દુ:ખોને ટાળે છે. પરંતુ ઈસુએ કહ્યું છે, કે તેમના રાજ્યમાંના લોકો જ્યારે તેમના જીવન આપનાર વચનોને અનુસરે છે, ત્યારે સ્વેચ્છાએ દુ:ખ સહન કરે છે, અને તેનાથી વધારે યોગ્ય બીજું કંઈ હોઈ શકે નહિ! ઈસુના ઉથલ-પાથલ કરનારા રાજ્ય વિશે તમારો શું પ્રતિભાવ છે? તમે ઈસુની વાતો સાંભળીને તેમનું અનુસરણ કરો છો, ત્યારે તમે તમારી મોટાઇ (9:46-50), જાહેર માન્યતા (9:51-56), આરામદાયક બાબતો (9:57-60), અને ઘનિષ્ઠ પરિચય જેવી બાબતોનું નુક્સાન સહન કરવાનું કેવી રીતે શીખ્યા છો?
• તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. ઈશ્વરની અદ્દભુત યોજનાથી આશ્ચર્ય પામો, તમે જે ક્ષેત્રોમાં સંઘર્ષ કરી રહ્યા છો, તેનો પ્રામાણિકપણે સ્વીકાર કરો, અને દુ:ખ સહન કરીને ઈસુનું અનુસરણ કરવા ઈશ્વરની પાસે સહાય પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરો.
读经计划介绍

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More