BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક预览

ઈસુ અને તેમના બધા જ શિષ્યો એકસાથે બેસીને ભોજન કરે છે તેની સાથે લૂકની સુવાર્તાનો અંત થાય છે. બધા તેમનું સજીવન થયેલું શરીર જોઈને આશ્ચર્ય પામે છે. તેઓ જુએ છે કે તે હજુ પણ માનવ તો છે જ, પરંતુ માનવ કરતાં વધારે પણ છે. તે મરણમાંથી પસાર થયાં, અને મરણની પાર નીકળીને ચાલતાં હતા, વાત કરતાં હતા અને નવી સૃષ્ટિનો ભાગ હતા. પછી ઈસુ તેમને એક અદ્દભુત સમાચાર જણાવે છે. તેઓ બહાર જઇને બીજા લોકોને તેમના રાજ્યની સુવાર્તા આપી શકે તે માટે જે સામર્થ્યે તેમને ટકાવી રાખ્યા એ જ દૈવી સામર્થ્ય તેમને પણ આપશે. ત્યારબાદ લૂક આપણને જણાવે છે કે જેને યહૂદીઓ ઈશ્વરનું રાજ્યાસન માનતા હતા, તે સ્વર્ગમાં ઈસુને લઈ લેવામાં આવ્યા. ઈસુના અનુયાયીઓ ઈસુની આરાધના કરવાનું બંધ કરી શકતાં નથી. તેઓ પાછાં યરુશાલેમ જાય છે, અને ઈસુએ જેનું વચન આપ્યું હતું તે દૈવી સામર્થ્યની આનંદથી વાટ જુએ છે. ત્યારબાદ લૂક તેની આ વાતને તેના બીજા પુસ્તકમાં એટલે કેપ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં ચાલુ રાખે છે. ત્યાં કેવી રીતે ઈસુના અનુયાયીઓને દૈવી સામર્થ્ય પ્રાપ્ત થયું અને કેવી રીતે તેમણે બીજા લોકોને આ સારા સમાચાર જણાવ્યાં તેની વાત જણાવે છે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• ઈસુના સ્વર્ગારોહણના દિવસે તમે ત્યાં હોય એવી કલ્પના કરો. તમે કેવી લાગણી અનુભવશો? તમે શું કહેશો અને શું કરશો?
• શું તમે માનો છો કે ઈસુ સાચા રાજા છે અને તેમનું રાજ્ય એક સારા સમાચાર છે? તમે આ સમાચારને કોને જણાવી શકો છો? આ યોજનાને વાંચવા માટે એક અથવા બે લોકોને તમારી સાથે જોડાવાનું આમંત્રણ આપો. બીજીવારમાં તમે વધારે સારી રીતે સમજી શકશો અને મિત્રોને આ અનુભવ જણાવવાની તક પ્રાપ્ત કરશો.
અમે તમારો પ્રતિભાવ જાણવા માગીએ છીએ.
•શું તમે બીજા લોકોને પણ વાંચનની આ યોજનાનો ઉપયોગ કરવાની ભલામણ કરશો? આ છેલ્લા 20 દિવસમાં તમારા અનુભવની એક મુખ્ય બાબત કઈ હતી? સોશિયલ મિડિયા પર #BibleProjectUpsideDownKingdom શિર્ષક હેઠળ અમને જણાવો
ઉથલ-પાથલ કરનારું રાજ્ય ભાગ બે ની શરૂઆત કરો.
• ઉથલ-પાથલ કરનારા રાજ્યના ભાગ બે માં BibleProject સાથે જોડાઓ, તેમાં આપણે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકને તપાસીશું. તમારા સહકર્મચારી, પડોશી, મિત્ર કે કુટુંબીજનને તમારી સાથે જોડાવાનું આમંત્રણ આપો.
读经计划介绍

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More