BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક预览

જ્યારે મરિયમની કૂખે બાળકનો જન્મ થવાની તૈયારી હોય છે, ત્યારે તેણીએ તેના વેવિશાળી પતિ યૂસફ સાથે કાઇસાર ઑગસ્તસના ઠરાવ પ્રમાણે વસ્તીગણતરી માટે નોંધણી કરાવવા બેથલહેમ જવું પડે છે. તેઓ યરૂશાલેમ આવે છે, અને મરિયમને પ્રસુતિની પીડા થાય છે. તેઓને ધર્મશાળામાં કંઇ જગા મળતી નથી, પણ જ્યાં પ્રાણીઓનું રહેઠાણ હોય એવી એકમાત્ર જગ્યા મળે છે. મરિયમ ઈઝરાયલના રાજાને જન્મ આપે છે અને તેને પ્રાણીઓની ગભાણમાં સુવાડે છે.
ત્યાંથી થોડે જ દૂર કેટલાક ઘેટાંપાળકો તેમના પશુઓના ટોળાંને સાચવતા હતા અને અચાનક જ ત્યાં એક દૂત તેમની સામે પ્રગટ થાય છે. દૂતને જોઇને તેમને આશ્ચર્ય થાય છે, પણ દૂત તેમને ઉજવણી કરવાનું કહે છે, કેમ કે એક તારનારે જન્મ લીધો છે. દૂત તેમને જણાવે છે કે તેઓ એક બાળકને કપડામાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશે. પછી ઘણા દૂતો પ્રગટ થાય છે, અને પોતાની સાથે પૃથ્વી પર શાંતિ લાવનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગે છે. ઘેટાંપાળકો એક ક્ષણ પણ ગુમાવ્યા વગર બાળકની શોધ કરવા લાગે છે. દૂતે કહ્યું હતું તેમ તેઓને એક ગભાણમાં નવજાત ઈસુ મળી આવે છે. તેઓ આશ્ચર્ય પામે છે. તેમને થયેલ અનુભવ બીજાને જણાવવા માટે તેઓ ખૂબ જ ઉત્સુક હતા, અને જેઓ તેમની વાત સાંભળતા તેઓ આશ્ચર્ય પામતાં.
ઈશ્વર આવી રીતે દેહધારણ કરશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી––એક કિશોર વયની યુવતીની કૂખે જન્મ અને અજ્ઞાત ઘેટાંપાળકો દ્વારા જન્મની ઉજવણી. લૂકની વાતમાં બધું જ પછાત છે અને એ જ મુખ્ય મુદ્દો છે. તે દર્શાવે છે કે ઈશ્વર કેવી રીતે આવા ગંદા સ્થળોમાં આવે છે––પછાત, વિધવાઓ કે વિધૂરો અને ગરીબોની વચ્ચે આવે છે––કેમ કે ઈસુ સૃષ્ટિનો ક્રમ ઊલટો કરીને મુક્તિ આપવા માટે આવ્યા છે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
•દૂતે આપેલા આશ્ચર્યજનક સમાચારની ઘેટાંપાળકો કેવી પ્રતિક્રિયા આપે છે? જો તમે તેમની જગ્યાએ હોય, તો તમે કેવી લાગણી અનુભવો? ઈશ્વરની શાંતિ ગભાણમાં મૂકેલા બાળક તરીકે પૃથ્વી પર આવી રહી છે, તે ઘોષણા વિશે તમે કેવો પ્રતિભાવ આપશો?
•બાળ ઈસુને મંદિરમાં લાવવામાં આવે છે ત્યારે શિમયોન અને હાન્ના કેવો પ્રતિભાવ આપે છે? તેઓ કેવી રીતે ઈસુને ઈઝરાયલના રાજા તરીકે ઓળખી કાઢે છે?
•એક રાજવી રાજાના આગમન વિશે તમે કેવી અપેક્ષા રાખી શકો? ઈસુના આગમનની પરિસ્થિતિઓ ઈશ્વરના રાજ્યના સ્વરુપ વિશે શું દર્શાવે છે?
•તે વિશેના વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈસુના રૂપમાં ઈશ્વર પોતે આવ્યા, તે માટે ઈશ્વરનો આભાર માનો. તમે પ્રભુના જે સંદેશ પર વિશ્વાસ કરવા માટે સંઘર્ષ કરો છો તેની સાથે સંમત થવા, અને તમારે જેની જરૂર છે તે માટે પ્રભુને પ્રાર્થના કરો.
圣经
读经计划介绍

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More