Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

Dag 10 av 20

પાઉલ અને બાર્નાબાસને અંત્યોખમાંથી હાંકી કાઢવામાં આવે છે, ત્યાર બાદ તેઓ ઈસુના રાજયનો શુભસંદેશ લઈને ઈકોનિયમ શહેરમાં જાય છે. કેટલાક લોકોએ તેમના સંદેશ પર વિશ્વાસ કર્યો, પરંતુ જેઓએ તે સંદેશને નકાર્યો કર્યો હતો, તેઓએ તેમની વિરુધ્ધ મુશ્કેલી ઉભી કરવા માટે ઉશ્કેરણી કરી. આ બાબતો એટલી ઉગ્ર બની જાય છે કે આખુંશહેર આ મુદા પર બે ભાગમાં વહેચાઈ જાય છે. અને જયારે શિષ્યોને તેમના મૃત્યુના જોખમની જાણ થાય છે, ત્યારે તેઓ લુકાનીયા, લુસ્ત્રા, દેર્બે અને આસપાસના વિસ્તારોના શહેરોમાં ચાલ્યા જાય છે. લુસ્ત્રામાં પાઉલને એક જન્મથી લંગડો માણસ મળે છે, જે ક્યારેય ચાલ્યો નહોતો. જયારે પાઉલ તેને ઈસુના સામર્થ્યથી સાજો કરે છે ત્યારે લોકો તેના વિષે એવી ભૂલ કરે છે કે તે પૃથ્વી પર આવેલો એક ગ્રીક દેવ છે. તેથી તેઓ તેની આરાધના કરવાનો પ્રયત્ન કરે છે. પાઉલ અને બાર્નાબાસ લોકોની એ ભૂલને સુધારવાને માટે દોડી જાય છે, અને તેમને આગ્રહપૂર્વક જણાવે છે કે માત્ર એક જ સાચા ઈશ્વર છે, અને તેઓ તો તે ઈશ્વરના સેવકો છે. પરંતુ લોકો તેની વાતને સમજતા નથી, તેઓ પાઉલ અને બાર્નાબાસના દુશ્મનો સાથે તરત જ સંમત થાય છે કે તેમણે પાઉલને મારી નાખવો જોઇએ. તેઓ પાઉલ જ્યાં સુધી બેભાન થઇ જાય છે ત્યાં સુધી તેને પથ્થરો મારે છે. તેઓ એવું અનુમાન કરીને તેના શરીરને લુસ્ત્રાની બહાર ખેંચીને લઈ જાય છે, કે તે મરી ગયો છે. પાઉલના મિત્રો તેની આસપાસ એકઠા થાય છે, અને આશ્ચર્ય પામે છે, કેમ કે તેઓ તેને ઉભો થઇને શહેરમાં પાછો જતા જુએ છે.બીજા દિવસે પાઉલ અને બાર્નાબાસ શુભસંદેશનો પ્રચાર કરવા માટે દેર્બેની મુલાકાત લે છે, અને ત્યારબાદ દરેક નવી મંડળીઓમાં ખ્રિસ્તીઓને મુશ્કેલીઓમાં પણ દૃઢ રહેવાનું ઉત્તેજન આપવા માટે વધારે આગેવાનોની નિમણૂક કરવા ફરી પાછા લુસ્ત્રા અને તેની આસપાસના શહેરોમાં જાય છે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • આજનો શાસ્ત્રભાગ વાંચતી વખતે કઈ બાબતને લીધે તમને આશ્ચર્ય થયું, ચિંતા થઇ કે નવાઈ લાગી? • પ્રેરિતોએ મંડળીઓને સ્થિર કરવા માટે જે શબ્દો કહ્યા તેની નોંધ લો (14:22 જુઓ). ઈસુ પર આધાર રાખવાને લીધે તમે તમારા જીવનમાં કંઈ મુશ્કેલીઓનો સામનો કર્યો છે? આજે આ સંદેશ તમને કેવી રીતે ઉત્તેજન આપે છે? • તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. આ સંદેશ દ્વારા તમને કેવી આશ્ચર્યજનક પ્રેરણા થઇ અથવા આ સંદેશ સાથે તમે કેવી રીતે સંમત છો, તેના વિશે ઈશ્વર સાથે વાત કરો. પ્રામાણિકપણે તમારી બીક વિશે ઈશ્વરને જણાવો અને ઈશ્વર પ્રત્યે નિષ્ઠા રાખવા માટે તમારે જેની જરૂર હોય તેની ઈશ્વર પાસે માંગણી કરો.
Dag 9Dag 11

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring