Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

Dag 14 av 20

લૂક આપણને જણાવે છે કે ઈસુને યહૂદીઓના અને આખી દુનિયાના મસીહ રાજા તરીકે પ્રગટ કરવાને લીધે પાઉલને સતત મારવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યો, અથવા શહેરની બહાર ઢસડીને જવામાં આવ્યો. જ્યારે પાઉલ કરિંથ પહોંચે છે, ત્યારે તે એવી અપેક્ષા રાખે છે કે તેની ફરીથી સતાવણી થશે. પણ ઈસુ એક રાત્રે પાઉલને દર્શન આપીને કહે છે કે, "તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો; કેમ કે હું તારી સાથે છું, અને કોઇપણ માણસ તારા પર હુમલો કરીને તને ઇજા કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોકો છે.” અને તેથી પાઉલ આ શહેરમાં દોઢ વર્ષ સુધી રહીને શાસ્ત્રમાંથી ઈસુ વિષે શીખવે છે, અને જણાવતો રહે છે. અને જ્યારે લોકો જેમ ઈસુએ કહ્યું હતું તેમ પાઉલ પર હૂમલો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ સફળ થતા નથી. ખરેખર તો પાઉલને બદલે જે આગેવાને પાઉલને નુકશાન કરવાનું ચાહ્યું હતું, તેના પર હૂમલો કરવામાં આવ્યો. પાઉલને કરિંથમાંથી હાંકી કાઢવામાં આવ્યો નહિ, પણ જયારે યોગ્ય સમય આવે છે, ત્યારે તે નવા મિત્રો સાથે શહેર છોડીને કાઇસારિયા, અંત્યોખ, ગલાતિયા, ફ્રુગીયા અને એફેસસમાં જઇને ત્યાં રહેતા શિષ્યોને દ્રઢ કરે છે.એફેસસમાં પાઉલ ઈસુના નવા અનુયાયીઓને પવિત્ર આત્માના દાનનો પરિચય કરાવે છે, અને ત્યાં તે બે વર્ષ સુધી શિક્ષણ આપે છે, અને એશિયામાં રહેતા બધા લોકોને ઈસુ વિશેના શુભસંદેશનો પ્રસાર કરે છે. ઘણા લોકો ચમત્કારીકે રીતે સાજા થાય છે અને છુટકારો પામે છે, તેથી આ સેવાની વૃદ્ધિ થાય છે, બદલાણ પામેલા લોકોની સંખ્યા ઘણી હોવાને લીધે શહેરની અર્થવ્યવસ્થા બદલાઇ જાય છે, કેમ કે લોકો ઈસુને અનુસરવા માટે જાદુમંત્ર અને તેમની મૂર્તિપૂજા પણ છોડી દે છે. તેથી મૂર્તિઓ બનાવવાનો ધંધો કરનારા સ્થાનિક વેપારીઓ નિરાશ થાય છે, અને તેમની દેવીના માહાત્મ્યનો બચાવ કરવા માટે પાઉલની અને તેના મિત્રોની સામે લડવા માટે લોકોને ઉશ્કેરે છે. શહેર ગૂંચવણમાં પડી જાય છે, અને જયાં સુધી નગરશેઠ બોલતા નથી ત્યાં સુધી આ ધાંધલ ચાલુ રહે છે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: • ઈસુએ પ્રે.કૃ 18:9-10માં પાઉલને કહેલા શબ્દોને માથ્થી 28:19-20 સાથે સરખાવો. તમે શું જુઓ છો? યશાયા 41:10 માં પણ ઈશ્વરે તેમના પ્રબોધક મારફતે કહેલા શબ્દોને પણ જુઓ. તમે શું અવલોકન કરો છો? આજે ઈસુના શબ્દો તમને કેવી રીતે ઉત્તેજન કે પડકાર આપે છે? • જ્યારે તમે 9-10 કલમોમાં પાઉલને ઈસુએ કહેલા શબ્દો પર ધ્યાન આપો છો, ત્યારે આ શહેરમાં ઈસુના ઘણા લોકો છે તેના અર્થ વિશે તમે કેવો વિચાર કરો છો? શું તમે તમારા શહેરમાં ઈસુના લોકોમાંના એક વ્યક્તિ છો? • રોમનો માનતા હતા કે દેવતાઓ તેમના શહેરને સલામત અને સમૃદ્ધ રાખી શકે છે, તેથી તેઓ ઘણી મૂર્તિઓની પૂજા કરતા હતા. મૂર્તિ તો સલામતી અથવા દિલાસા માટે ઈસુ સિવાય જે દરેક વ્યક્તિ કે વસ્તુ પર આધાર રાખવામાં આવે છે, તે વ્યક્તિ કે વસ્તુ હોઇ શકે છે.તમારા શહેરની કેટલીક મૂર્તિઓ કઈ છે?જો તમારા શહેરના ઘણા લોકો ઈસુની ઉપાસના કરવા માટે તેનાથી દૂર થયા છે, તો તે અર્થતંત્રને કેવી અસર કરશે? • તમારા મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈસુનો આભાર માનો. તમારે ક્યાં ખાતરીની જરૂર છે અને કેવી રીતે તેમના સામર્થી સંદેશને તમારા શહેરનું નવીનીકરણ કરતા જોવા માગો છો તેના વિશે પ્રભુને પ્રાર્થના કરો. તમે આજે પ્રભુની યોજનાઓમાં જોડાઈ શકો તે માટે પ્રભુની પાસે હિંમત માગો.
Dag 13Dag 15

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring