ચમત્કારોનાં ૩૦ દિવસોનમૂનો

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 4 OF 30

પિતરની સાસુમાને સાજી કરવામાં આવી

એવી એક રમૂજી વાત લોકોમાં ફેલાઈ છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે ઈસુનો પિતરે નકાર કર્યો હતો કારણ કે ઈસુએ પિતરની સાસુમાને સાજી કરી હતી. રમૂજી વાતને બાજુએ મૂકીએ તો, આ એક અતિ સામાન્ય ઘટના જેવું દેખાય છે, જે એવો ચમત્કાર છે જેમાં જાણે રોજીંદા જીવનમાં જાણે નજરે પડતો હોય જેને કદાચ આપણે વધારે ધ્યાન ન આપીએ અથવા તેને નજરઅંદાજ કરી દઈએ છીએ. આ સામાન્ય ઘટનાની સુંદરતા એ છે કે તે આપણને જણાવે છે કે કઈ રીતે ઇસુ આપણા રોજીંદા જીવનમાં પણ રસ દાખવતા હોય છે. તે પિતરનાં ઘરમાં પ્રવેશ કરે છે અને તેમની સાસુમા બિમાર છે તે જોઇને તે તેણીને સ્પર્શ કરે છે અને તેણી સાજી થાય છે.

તમારા રોજીંદા જીવનમાં ઇસુ તમને મળે તો તે કઈ બાબત હોય શકે ? તમારા કામ, તમારા શરીર, તમારા મન, તમારા ઘનિષ્ઠ સંબંધો, તમારા સ્વપ્નો અને તમારી ઈચ્છાઓને સ્પર્શ કરવા શું તમે ઈસુનો આવકાર કર્યો છે ? આપણે જ્યાં હોઈએ ત્યાં ઇસુ આપણને મળે છે. આપણી સાથે મુલાકાત કરવા અમુક પ્રકારની વિશેષ આત્મિક વૃધ્ધિ હાંસિલ કર્યા પછી તે આપણને મળશે એવું હોતું નથી પરંતુ એમ્મોસનાં માર્ગે જતા પેલા બે પુરુષોની સાથે જેમ થયું તેમ, તે આપણી રોજીંદી યાત્રામાં આપણને મળે છે. આપણે જયારે તેમના વચનોને અને માર્ગોને સમજવામાં સંઘર્ષ કરીએ છીએ ત્યારે માર્ગના કિનારે રથ પાસે જઈને તેમાં બેઠા પછી જેને ફિલિપે સુવાર્તા આપી તે ઈથિયોપિયાના શાહી અધિકારીને જેમ તેમણે મદદ કરી તેમ તે આપણા માટે પણ મદદ મોકલી શકે છે.

આ આપણા ઈશ્વર છે જે આપણા રોજીંદા જીવનોમાં આપણને મળવા આવે છે, જે હોહા કર્યા વિના કે જાકજમાળ વિના સાધારણ બાબતોને સુંદર બનાવી દે છે. ચમત્કારિક કામો કરવા ઈશ્વરની રાહ જોતા રહીને ઈશ્વર જે રોજીંદા જીવનમાં કામો કરે છે તેને ચૂકી જશો નહિ. જયારે ખ્રિસ્ત તેમાં પ્રવેશ કરે અને તેમના હાથોથી સ્પર્શ કરે ત્યારે રોજીંદા કામો પણ ગૌરવી બની જાય છે.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in