ચમત્કારોનાં ૩૦ દિવસોનમૂનો

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 1 OF 30

પાણીમાંથી દ્રાક્ષારસ

આજના બાઈબલ વાંચનમાં આપણે ઈસુના ચમત્કારોમાંથી સૌથી પહેલા ચમત્કાર વિષે વાંચીએ છીએ. કાના નામથી ઓળખાતાં એક નાના અને જેના વિષે વધારે જાણકારી નથી એવા નગરમાં એક લગ્ન પ્રસંગે તે ચમત્કાર કરવામાં આવ્યો હતો. લગ્નજમણમાં દ્રાક્ષારસ ભરપૂર માત્રામાં હોવો જોઈએ કે જેથી પોતાની ઈચ્છા મુજબ દરેક વ્યક્તિ પી શકે. સંજોગો એવા ઊભા થયાં કે આ લગ્નપ્રસંગે દ્રાક્ષારસ ખૂટી ગયો. ઈસુના માતા, મરિયમે તે સ્થિતિ અંગે ઈસુને જાણ કરી, જેના પ્રત્યુત્તરમાં તેમણે તેણીને શાંત રહેવા કહ્યું કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો અથવા તો આવવાની તૈયારીમાં હતો.

ઈશ્વરના પુત્ર ઇસુ જાણતા હતા કે તેમનો સમય ક્યારે આવશે, પણ તે સમય લગ્ન પ્રસંગે આવે એવી અપેક્ષા ન હતી. જેમ ચાલે છે તેમ માતાની પ્રેરણાથી, મરિયમે ચાકરોને કહ્યું કે તેમનો દીકરો તેઓને જે કરવા કહે તે તેઓ કરે. મારી આ ધારણા છે કે પાછલા વર્ષોમાં, ઈસુએ ઘરેલું કામોમાં ચમત્કારિક કામો દેખાડીને તેમની માતાને આશ્ચર્યચકિત કરી હશે, અને એટલા માટે તે કોઈપણ પ્રકારના અદ્ભૂત ઉપાયને માટે તૈયાર હોય એવું દેખાય છે. ઈસુએ તેમની માતાની જીજ્ઞાસા અનુસાર કર્યું અને યહૂદીઓની મારફતે પરંપરાગત શુધ્ધિકરણને માટે જેમાં પાણી ભરવામાં આવે છે એવા પથ્થરનાં વિશાળ કુંડાંઓને પાણીથી ભરવા ઈસુએ ચાકરોને જણાવ્યું. તેઓએ કુંડાઓને ભર્યા પછી તેમાંથી થોડું કાઢવા અને તેને જમણના યજમાન પાસે લઇ જવા કહ્યું. કુંડાંઓમાં પાણી ભરવામાં આવ્યું ત્યાંથી લઈને યજમાને ચાખ્યું તે સમયગાળાની વચ્ચે કશુંક અદ્ભૂત કામ થયું હતું. તે જાદુગરની ચાલાકી કે કારભારીનો દાવપેચ ના હોય શકે કેમ કે તે ચમત્કારને દ્રાક્ષારસ પીવાની મારફતે ચકાસવામાં આવ્યો હતો. તે યજમાને કહ્યું તેમની જીંદગીમાં તેમણે ચાખેલ દ્રાક્ષારસમાં સૌથી સ્વાદિષ્ટ દ્રાક્ષારસ તે છે ! વાહ ! દ્રાક્ષરસની સાબિતી તેને ચાખવામાં આવ્યો તેમાં હતી. તેમનો મહિમા પ્રગટ કરીને, થોડી જ મિનિટોમાં ઈસુએ તેમનામાં ભરોસો કરનાર તેમના શિષ્યોની સમક્ષ તેમની દિવ્યતાને પ્રમાણિત કરી. આપણી ૩૦ દિવસની યાત્રા શરૂ કરીએ છીએ ત્યારે હું આશા રાખું છું કે એક્દમ સાધારણ લાગતી અને રહસ્યમય રીતે જે અસાધારણ બાબતોનો તમે સામનો કરો છો તેમાં તમારી નજરની સામે જ તેમના મહિમાને પ્રગટ થતાં તમે અનુભવ કરશો. ઈશ્વરનો મહિમા તમને આશ્ચર્યમાં ગરકાવ કરી દેશે, અને તેમ છતાં તે તમને દિલાસો આપશે અને ઈશ્વરની ઈચ્છાથી તેમનામાં એક ગહન અને કાયમી વિશ્વાસની પુનઃસ્થાપના કરશે.

ઈસુની આરંભની સેવાનાં આ નાના અંશમાં બીજું એક રોચક પરિવર્તન જોવા મળે છે અને તે એ છે કે તે ઘણી નિપુણતાથી અને સાદગીથી આત્મિક ક્ષેત્રમાં વધારે ખાતરીપૂર્વક પ્રવેશ કરીને તેમની સેવાનો આરંભ કરે છે. ઇસુ અમુકવાર “નવો દ્રાક્ષારસ નવી મશકોમાં” રૂપકનો ઉપયોગ કરતા હતા, જેનો ઉપયોગ તે લોકોની અંદર તેમનો અભિષેક જે નવા કામનો આરંભ કરશે તે દર્શાવવાનાં સંદર્ભમાં કરતા હતા. લગ્નપ્રસંગનો આ બનાવ સ્પષ્ટતાથી દર્શાવે છે કે આવનાર સદીઓમાં તેનો દેખાવ કયા પ્રકારનો થતો જશે. યહૂદીઓની હાથપગ ધોવાની ધાર્મિક વિધિઓને પૂરી કરવા માટે પથ્થરનાં જે કુંડાં વપરાતા હતા તેઓમાં હવે સૌથી ઉત્તમ દ્રાક્ષારસ મૂકવામાં આવ્યો હતો જે તેને પીનાર સર્વ લોકોના હૃદયોને પ્રફુલ્લિત કરનાર હતો. આ સમાજમાં દ્રાક્ષારસ આનંદ અને ભરપૂરીને દર્શાવતો હતો. ઈસુએ, તેમના પોતાના શબ્દોમાં, આપણને કહ્યું છે કે આપણે તેમનામાં રહીએ કે જેથી તેમનો આનંદ આપણને પ્રાપ્ત થાય અને તે આનંદ સંપૂર્ણ થાય (યોહાન ૧૫:૧૧). શત્રુની સરખામણીએ પોતાને મૂકીને યોહાન ૧૦:૧૦ માં પણ ઇસુ બોલ્યા છે કે તે ભરપૂર જીવન આપવા માટે આવ્યા છે; જયારે ચોર ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પાણીમાંથી દ્રાક્ષારસ બનાવીને ઇસુ જૂનાં ધાર્મિક વિધિઓમાંથી દ્રાક્ષારસ કાઢવાને બદલે તેમનામાંથી કાઢવા એક ગહન આમંત્રણ આપે છે કે જેથી આપણે પૂર્ણ સંતુષ્ટિ અને સાચા આનંદનું જીવન જીવી શકીએ. જે સઘળાં ઈસુની પાછળ ચાલવાની પસંદગી કરે છે તેઓને નવા બનાવવામાં આવે છે. જૂનું ચાલ્યું ગયું છે અને નવું આવ્યું છે (૨ કરિંથી ૫:૧૭).

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in