ચમત્કારોનાં ૩૦ દિવસોનમૂનો

અશુધ્ધ આત્માગ્રસ્ત માણસનો છૂટકારો
ઇસુ તેમના ઉપદેશ મુજબ કરતા પણ હતા. આ વાક્યનો સચોટ અર્થ શું થાય છે ? વારુ, નિયમશાસ્ત્રનાં ઉપદેશકોથી તદ્દન વિપરીત તે સભાસ્થાનમાં અધિકારપૂર્વક બોધ આપતા હતા. પછી એક માણસમાંથી અશુધ્ધ આત્માને બહાર નીકળી જવાની આજ્ઞા આપીને તે ઉપદેશ મુજબ કાર્ય પણ કર્યું. આ નવાઈ પામવા જેવી બાબત છે કે અશુધ્ધ આત્મા ઈસુના કામો વિષે સચોટપણે જાણતો હતો અને તે તેના વિષે મોટેથી બોલે પણ છે. શું તમને સમજાયું ? તે અશુધ્ધ આત્માએ ઈસુને પૂછ્યું હતું કે શું તે તેઓનો નાશ કરવા આવ્યા હતા. ઈસુના સેવાકાર્યનો એક મોટો ભાગ શેતાનનાં કામનો નાશ કરવા માટેનો હતો. શરૂઆતથી અંત સુધી ઇસુ તેમના જીવનના હેતુઓ મુજબ જીવન જીવ્યા હતા. તે અધિકારથી બોધ આપતા હતા અને લોકોને આઝાદ કરવા માટે તે અધિકારનો ઉપયોગ પણ કરતા હતા.
જો તમને કદીયે એવું લાગ્યું હોય કે કશું જ સમજમાં આવતું નથી અને જાણે નિષ્ક્રિય થઇ ગયા હોય એવી રીતે તમે ચારેબાજુએથી ભાવનાત્મક રીતે, માનસિક રીતે, આત્મિક રીતે અને શારીરિક રીતે ઘેરાઈ ગયા છો, તો તમારેનીચે પાડી દેનાર આ અદ્રશ્ય સાંકળોમાંથી તમારે મુક્ત થવું કેટલું જરૂરી છે તે તમે જાણો છો. છૂટકારો આપનાર ઇસુ પાસે તમને પીંખી નાખનાર અને તમને તોડી પાડનાર કોઈપણ બાબતોમાંથી મુક્ત કરવા સામર્થ્ય રહેલું છે. ઇસુ ઈશ્વરના દીકરા હોયને અંધકારની હરેક શક્તિ પર તેમને અધિકાર હતો, અને આજે પણ તે શેતાન પર વિજયી થયેલા છે. તેમણે તે શક્તિ કેવળ પોતાની પાસે રાખી ન હતી પણ જેમણે પોતાના તારનાર તરીકે ખ્રિસ્તને સ્વીકાર્યા છે એવા આપણ સર્વ લોકોને તેમણે તે અધિકાર આપી દીધો છે. ઈશ્વરના સંતાનો તરીકે અને ખ્રિસ્તની સાથે સહવારસ હોવાને લીધે, સર્વ સર્પો અને વીંછીઓને કચડી નાખવાનો અને નરકની સર્વ શક્તિઓ પર આપણને સ્વર્ગમાં અને પૃથ્વી પરનોઅધિકાર આપવામાં આવ્યો છે. શું તે આશ્ચર્યજનક નથી ? તેમ છતાં આપણે ઘણીવાર પોતાને નિ:સહાય અને નિર્બળ અવસ્થામાં પડેલા જોઈએ છીએ કારણ કે આપણા જીવનોમાં જયારે તેમનો અંગીકાર કર્યો ત્યારે ઈસુએ આપણામાં મૂકેલ અધિકાર વિષે આપણે ભૂલી જઈએ છીએ. આપણને અદ્રશ્ય રીતે બંધનમાં રાખવાના અને પાપનાં વાસ્તવિક પીંજરાઓમાં પૂરી દેવાના શત્રુના પ્રયાસો પર વિજયી થવા માટે આ અધિકાર આપણને શક્તિ આપે છે.
ઈસુએ આપેલ બોધમાંથી સઘળાંનો શું તમે અમલ કરો છો ? તમે ઈશ્વરના સંતાન થયા હોવાને લીધે તેમણે આપેલ અધિકારમાં શું તમે ચાલો છો ? શું તમે કેદી જેવું અને શત્રુએ કરેલ ભંગીત જીવન જીવો છો ? ઈશ્વરે આપેલ તમારા અધિકારમાં ઊભા થવાનો અને તેમના આત્મા વડે તમારી અંદર નિવાસ કરનાર ઈશ્વરના સામર્થ્ય વડે શત્રુને કચડી નાખવાનો આ સમય છે.
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More
આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in









