ચમત્કારોનાં ૩૦ દિવસોનમૂનો

સુબેદારના ચાકરનું સાજાપણું
આ સુબેદાર યહૂદી માણસ ન હતો તેમ છતાં ઈસુની શક્તિ અને અધિકારને સારી રીતે સમજતો હતો. રોમન સામ્રાજ્યમાં, સત્તાક્રમ અતિ અગત્યનો હતો. સત્તાનું માળખું સર્વસ્વને નિયંત્રણ કરતું અને દરેક વ્યક્તિ તેઓના નિયુક્ત સ્થાન પર જળવાઈ રહેતા. જે આ સત્તાક્રમનો એક ભાગ હતો, એવો આ સુબેદાર, ઊચ્ચ શ્રેણીનાં અધિકારીઓ જે સત્તા ધરાવે છે તેની ઉપયોગીતાને સારી પેઠે સમજતો હતો. એટલા માટે સુયોગ્ય ભાવાર્થમાં તે ઈસુને મોકળાશ આપે છે કે તે તેના ઘરે પોતે આવીને પોતાને નિર્ગત કરવાને બદલે તે ત્યાંથી જ કેવળ એક શબ્દ બોલે કે જેથી દૂર રહેલો તેનો ચાકર ત્યાં જ સાજો થઇ જાય. તેણે જાણી લીધું હતું કે આ રાબ્બીની સાથે દિવ્ય ક્ષમતાઓની સાથે એક ધાર્મિક મુલાકાતની ગોઠવણ કરવાને બદલે તે તેમને વિનંતી કરે કે જેથી તે તેના ચાકર તરફ તેમની આશ્ચર્યજનક પરાક્રમી શક્તિને પ્રવાહિત કરે.
ઘણીવાર, ઈસુને વ્યક્તિગત રીતે ઓળખનાર આપણામાંથી અનેક લોકો તેમની સાથેની મુલાકાત દરમિયાન ધાર્મિક વિચારનાં અને વિધિઓમાં ફસાઈ જવા કોશિષ કરીએ છીએ પરંતુ હકીકત તો એ છે કે આપણે સભાન હોઈએ તેના કરતા વધારે નજીક તે આપણી પાસે હોય છે અને આજ સુધી આપણે ન જાણી શક્યા હોય તેના કરતા વધારે તે વાસ્તવિક છે ! તે કેવળ આપણી નિયમિત, સામૂહિક સભાઓમાં જ મળે છે એવું નથી પરંતુ તે આપણા રોજીંદા જીવનોમાં પણ આપણને મળે છે. તેમને મળવા આપણે ઘણીવાર એક સંપૂર્ણ માહોલ ઊભો કરવા અથવા સોશિયલ મીડિયાને અનુરૂપ સેટ અપ ઊભો કરવા કોશિષ કરીએ છીએ પરંતુ હકીકત તો એ છે કે તેમની ઉપસ્થિતિમાં રહેવા માટે આપણા બેધ્યાન સાધારણ દિવસની દરેક પળમાં આપણે તેમને આવકારી શકીએ છીએ. તેના સ્ટાફમાં લોકો પાસેથી આ સુબેદારે કદાચ ઈસુના સઘળાં ચમત્કારિક કામો વિષે સાંભળ્યું હશે અને તે પરથી ભરોસો કર્યો હશે કે તે તેના ચાકરને સાજો કરવા સક્ષમ છે. તે કહે છે કે તેના ઘરમાં તેમને આવવાનું આમંત્રણ આપે એવો યોગ્ય તે નથી તે પરથી આપણે જાણી શકીએ છીએ કે તે જાણતો હતો કે સાચા અર્થમાં ઇસુ કોણ હતા અને તેમના ગૌરવ અને સર્વોચ્ચતાની સરખામણીએ તેનું પદ કે સ્થાન કોઈપણ વિસાતમાં ન હતું. ઇસુ તેના વિશ્વાસની પ્રશંસા કરે છે અને તે જ્યાં હતા ત્યાંથી જ તે સુબેદારના ચાકરને સાજો કરે છે ! શું તે આશ્ચર્યજનક નથી કે એક બિન યહૂદીનાં વિશ્વાસે ઈસુનું ધ્યાન ખેંચી લીધું અને તેના બદલે કામ કરવા તેમને પ્રેરણા પૂરી પાડી ? તેમના વચન અને લોકોના જીવનોમાં તેમના કામની મારફતે ઈસુને જાણવા શું તે બાબત તમને પણ પ્રેરણા આપે છે ? જયારે તમે તેમને સાચા અર્થમાં જાણવાનું શરૂ કરો છો ત્યારે તમારા જીવનમાં અસંભવ કામોને સંભવ કરવા તેમના પર ભરોસો કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી.
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More
આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in









