ચમત્કારોનાં ૩૦ દિવસોનમૂનો

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 21 OF 30

તેમના વસ્ત્રને સ્પર્શ કરનાર અનેક લોકોને ઇસુ સાજાં કરે છે

ઇસુમાથી એવું પરાક્રમ બહાર નીકળતું હતું કે તેમના વસ્ત્રની કોરને સ્પર્શ કરનાર લોકો પણ સાજા થઇ જતા હતા. સંપૂર્ણ રીતે મનુષ્ય રહીને અને તેની સાથે સંપૂર્ણ રીતે દિવ્ય રહીને તેમના સામર્થ્યનો સ્રોત તેમના પિતાની સાથેની સતત સંગતિ હતો. ગન્નેસરેતમાં આવ્યા પહેલા તે એકલા પ્રાર્થના કરતા પહાડોમાં હતા. તે પહાડોમાંથી નીચે આવ્યા, પાણી પર ચાલે છે અને કિનારે આવી પહોંચ્યા. તે માનવ દેહમાં ઈશ્વર હતા અને તેથી તેમનામાં એક સર્વોચ્ચ સામર્થ્ય કામ કરતું હતું, તોયે તે મનુષ્ય બન્યા હોવાને લીધે આપણી માફક તેમને પણ થાક અને નિર્બળતાનો અનુભવ થતો હતો. સાજા કરવા, છોડાવવા અને લોકોની સેવા કરવા તે હંમેશા ઉર્જાવાન દેખાતા હતા તેનું કારણ ઈશ્વર પિતાની સાથે તેમના નિત્ય પસાર કરવામાં આવેલ સમયો હતા. એવા સમયે તે પોતાને સામર્થી બનાવતા હતા અને પિતાના હૃદયમાં જે છે તે દરરોજ સાંભળતા હતા. ઇસુ તેમના પિતાની ઈચ્છાને આધીન થઈને રહેતા હતા અને તેના લીધે પણ તેમના માટે એક અતુલનીય સામર્થ્ય વહેતું રહેતું હતું.

આપણામાંના દરેક વ્યક્તિ આવા પ્રકારના સમર્પણ સાથે ઈશ્વર પિતાની સાથે જોડાયેલા રહે તો કેવું થાય ? યાદ રાખો કે ઈસુના મરણ અને પુનરુત્થાનને લીધે, તેમને મરણમાંથી સજીવન કરનાર જે સામર્થ્ય હતું તે જ આજે અને દરરોજ આપણામાં પણ છે. જો પ્રાર્થના વડે આ સામર્થ્ય સક્રિય થતું હોય તો, શા માટે આપણે આપણા પ્રાર્થના જીવનમાં વધારે શિસ્તબધ્ધ હોતા નથી ? આ સામર્થ્યને અણીદાર કરવા માટે જો તેમને સમર્પિત થઈને રહેવું પડતું હોય તો તેમની આગળ આપણા જીવનોને સમર્પિત કરતા કઈ બાબતો આપણને રોકી રાખે છે ?

એક સામર્થી જીવન જીવવા માટે, એટલે કે એક એવું જીવન જે ઈશ્વરના સામર્થ્ય અને હાજરીને અભિવ્યક્ત કરે એવું જીવન, આપણે સંપૂર્ણ રીતે પવિત્ર આત્માથી સંચાલિત જીવન જીવવું જોઈએ. ઈશ્વરની ઈચ્છા મુજબ અવાચ્ય નિસાસા નાખીને પ્રાર્થના કરવાનું બળ કેવળ તે જ આપી શકે છે, અને તે જ આપણને ઇસુમાં આપણા અપાર વારસાનો ખ્યાલ પણ આપી શકે છે. તે તમને જેના માટે તમને અધિકાર છે તેની સમજ આપે છે અને નવા આત્મિક અધિકારમાં જીવન જીવવા તમને મદદ કરે છે.

ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કરવા તમે તેમની ઉપસ્થિતિમાં નમો છો ત્યારેશું તમે એવી માંગ કરશો કે તે તમને તેમના સામર્થ્યથી ભરી દે કે જેથી જે સર્વ તમને મળે તેઓ તેમનો અનુભવ કરી શકે ?

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in