ચમત્કારોનાં ૩૦ દિવસોનમૂનો

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 23 OF 30

ઇસુ એક બહેરા અને ગૂંગા માણસને સાજો કરે છે ગૂંગો.

બહેરો અને ગુંગો. કેવી કરુણ દશા ! આ માણસની પાસે આ બહેરાશને લીધે લાંબા સમયથી ચૂપ્પી હશે. તેની આજુબાજુમાં જે બોલવામાં આવે તેને પોતે સાંભળી શકતો ન હતો અને તે બોલી શકતો પણ ન હતો. બજારમાં ચાલતા ઘોંઘાટને પણ તે સાંભળી શકતો ન હતો અને તેના મનની અંદર આવતા વિચારોને બોલવા માટે પણ તે સક્ષમ ન હતો. તમારાં શરીરમાં તમારા પોતાના વિચારો ચારેતરફ ફરતા રહેતા હોય એવી સ્થિતિમાં તમે કેદમાં પડયા હોય એવી કલ્પના કરો. સારી બાબત એ હતી કે તેની આસપાસ એવા લોકોનો સમુદાય હતો જેઓ તેને ઈસુની પાસે લઈને આવ્યા અને તેઓના મિત્રને સાજો કરવા આજીજી કરી. તેની પોતાની રીતે તે ઈસુનાં વિષે સાંભળી શક્યો ન હોત કે તેમના ઉપદેશોને સાંભળી શક્યો ન હોત.

ઇસુ તેમની આંગળીઓને તે માણસનાં કાનોમાં મૂકીને અને થૂક્યા પછી તેની જીભને અડકીને આ સાજાપણાની પ્રક્રિયામાં સર્જનાત્મક કામ કરે છે. તે થોડું વિચિત્ર અને કદાચ અપમાનજનક લાગે છે તેમ છતાં તેમની પ્રતિમા અને સ્વરૂપમાં સર્જન કરવામાં આવેલ મનુષ્યને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે સર્જનહાર ઈશ્વર જે કામ કરી રહ્યા હતા તે તેમના માટે વિચિત્ર લાગતું નથી. આ માણસનાં શરીરમાં જે ખામીઓ આવી હતી તેની સારવાર તે સ્પર્શનાં માધ્યમથી અને તેમના શરીરના પ્રવાહીનાં માધ્યમથી કરી રહ્યા હતા. આ એક પ્રમાણ છે કે જેમાં ઇસુ આપણા માટે કામ કરતી વેળાએ જો તે મેલા થાય તો તેની તેમને પરવા હોતી નથી. ચાલો આપણે પ્રામાણિકતાથી કહીએ – આપણે ગંદા અને મેલા થઇ ગયા છીએ. જયારે આપણે ઈસુને માટે જીવન જીવવા શરૂ કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા પાસે તેમનું કામ તૈયાર હોય છે. આપણે જે કામોમાં ફસાયેલા હતા તેમાંથી આપણને છોડાવવા માટે તેમણે આપણી સાથે ચાલવું પડે છે. ત્યારપછી તે આપણામાં અંદરની સફાઈ અને ફેરફાર કરવાનું શરૂ કરે છે. મુખ્ય બાબત તો એ છે કે આપણા જીવનમાંની બાબતો ભલે ગમે તેટલી અંધકારમય હોય કે ખરાબ હોય પરંતુ આપણા જીવનના દરેક ભાગમાં તેમને આપણે કામ કરવા અનુમતિ આપવી જોઈએ. જેમણે તમારું સર્જન કર્યું અને તમને તેડયા તે તમારી સાથે નીચે ખાડામાં આવવા અને જેનાથી તમે મેલા અને ગંદા થઇ ગયા છો તેમાંથી તમને શુધ્ધ કરવા ડરતાં નથી.

આ માણસની માફક ઈશ્વરની સામે ઊભા રહેવા અને તેમની ઈચ્છા મુજબ તમારાં માટે કામ કરવાની અનુમતિ શું તમે ઈશ્વરને આપશો ? તેમની હાજરીમાં પુનઃ સ્થાપના તો થશે જ, અને પુનઃ સ્થાપનાની તેમની રીત તેમના પોતાના હાથોમાં છે.

શાસ્ત્ર

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in