ચમત્કારોનાં ૩૦ દિવસોનમૂનો

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 20 OF 30

ઇસુ પાણી પર ચાલે છે

પાણી પર ચાલી શકાતું નથી. તે એક હકીકત છે. આપણે મનુષ્યો પાણી પર ચાલી શકતા નથી, અને જો આપણે કોશિષ કરીએ, તો આપણે ડૂબી શકીએ છીએ. કેવળ સિમોન પિતર જ પાણી પર ચાલ્યો અને તેના વિષે કહેવા જીવતો પણ રહ્યો. સૃષ્ટિના સર્જન વખતે જેમનો આત્મા પાણી પર હાલતો હતો તેસૃષ્ટિનાં સર્જનહાર હોવાને લીધે અનુપમ હતા. દેખીતું છે કે તે પાણીની ઉપરની સપાટીનાં અણુઓને બદલી કાઢવા સક્ષમ હતા કે જેથી તે તેના પર ચાલી શકે કારણ કે તેમણે જ સર્વ અણુઓ અને પરમાણુઓ છે અને થનાર છે તેઓની રચના કરી છે. ઈશ્વરને માટે કશું જ અસંભવ નથી કારણ કે સૃષ્ટિનાં સર્વસ્વને તે પોતાના નિયંત્રણમાં રાખે છે. ક્લોસ્સી ૧:૧૫-૨૦ આ મુજબ કહે છે:

“તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; કેમ કે તેમનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્‍ન થયાં. તે સર્વની પૂર્વેથી હયાત‌ છે, અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલા છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. કેમ કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે, એમ પિતાને પસંદ પડયું. અનેતેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.”

સર્વ સજીવોના માલિક, ઈસુને માટે આ આસાન છે કે કોઈપણ રુકાવટ વિના તે પાણી પર ચાલી શકે. જે ઘણી આકર્ષિત લાગે છે તે બાબત તો એ છે કે આપણા જેવા સામાન્ય માણસ, પિતરે ઇસુ પર પોતાની નજર ચોંટાડી રાખીને તેમના જેવું કરવાની કોશિષ કરી હતી. આપણી પોતાની હોડીમાંથી બહાર નીકળીને અસંભવ સીમામાં પ્રવેશતા કઈ બાબતો આપણને રોકી રાખે છે ? આપણી પોતાની સુવિધાજનક સ્થિતિમાંથી આપણે જે પળે બહાર નીકળીએ છીએ અને આપણા માટે ઈશ્વરે જે સ્થાન નક્કી કર્યું છે તે તરફ આગળ વધવાનું શરૂ કરીએ છીએ તે જ પળે ચમત્કાર થાય છે. ઇસુ પર તમે પોતાની નજર ચોંટાડી છે એવા સમયે તમારાં ધ્રૂજતા પગોને તેમના તરફ વાળવાની શરૂઆત કરો અને પછી તમારી આગળ જે રસ્તો છે તેને સીધો કરવાનું અને અસંભવ સ્થિતિને સંભવ કરવાનું તે શરૂ કરશે. શું તમે તમારી હોડીમાં બેસી રહીને ઇસુ કશુંક કરે એવી ખેવના સાથે રાહ જોયા કરો છો ? કદાચ એવું બની શકે કે આ એ પળ છે જેમાં ઇસુ તમને બોલાવી રહ્યા હોય કે ઊભા થાઓ અને તે તમને જ્યાં દોરે છે ત્યાં જવાની તૈયારી કરો. તમારાં માટે ચમત્કાર રાહ જુએ છે !

શાસ્ત્ર

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in