સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવુંનમૂનો

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

DAY 6 OF 6

ઇનામ પરની દ્રષ્ટિથી વંચિત થશો નહિ

સૃષ્ટિ મંડળની ભવ્યતામાં આપણા જીવનો એક તણખલાં જેવા છે. ઈસુના બીજા ભાઈ, યાકૂબ લખે છે કે આપણે ધૂમર અથવા ઝાકળ જેવા છીએ, આજે છીએ અને કાલે ચાલ્યા જઈએ છીએ. આપણા જીવનો આવી રીતે વહેતા હોય છે, તેમ છતાં ઈશ્વર આપણા વિષે વિચાર કરે છે અને તેમની પાસે આપણા વિષે મોટી યોજનાઓ છે અને આપણા જીવનો માટેની તેમની રચનાઓ છે. તમારા જીવનોને ભરપૂરીમાં જીવવા જો બીજી કોઈપણ બાબત પ્રેરણા આપતી ન હોય તો આ બાબત આપતી હોવી જોઈએ.

પોતાની સેવા કરતા રહેવા કરતા વધારે મોટાં હેતુ માટે આપણામાંથી દરેકને સર્જન કરવામાં આવ્યા હતા. પૃથ્વી પરના જીવનમાં આપણે જે કરીએ છીએ તેનું અનંત મહત્વ છે. અનંતકાળના લેન્સની મારફતે જયારે આપણે આપણા અસ્તિત્વને જોવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા જીવનોમાંથી કશુંયે વેડફાતું નથી. ખ્રિસ્ત આપણી કહાનીઓને બદલી કાઢે છે, ભલે તે કેટલીયે અંધકારભરી કે નાટકીય હોય અને આપણે કલ્પના પણ કરી ન હોય એવા આનંદ અને સંતુષ્ટિનાં માર્ગમાં લાવીને મૂકે છે. દરરોજ આ જીવન જીવવા માટે, દિશા, બળ અને હિંમત પ્રાપ્ત કરવા આપણે તેમના પર દ્રષ્ટિ કરવાની જરૂરત છે કારણ કે તેમના વિના આપણે કશુંયે કરી શકતા નથી. અંત સુધી ટકી રહેવાની ચાવી ઘેરાં અને સરળ હોય સર્વ સમયોએ તેમનામાં બની રહેવામાં છે કે જેથી ઇનામની દ્રષ્ટિથી આપણે વંચિત ન થઇ જઈએ: તે ઇનામ ઇસુ પોતે છે. અનંત જીવનની શરૂઆત જયારે આપણે ઈસુને ‘હા’ બોલ્યા ત્યારથી થઇ. તમે એક નવા પરિમાણમાં પગલાં માંડયા છે જ્યાં હવે તમે તમારા પોતાના માટે નહિ પણ તેમના માટે જીવો છો. આ નવું જીવન જેનો તમે અનુભવ કરી રહ્યા છો તે એવું છે જ્યાં તમે પોતાને પૂર્વતૈયારી કર્યા વિના દેખશો તેમ છતાં વિલક્ષણ બાબત એ છે કે તેના માટે તમને કૃપા આપવામાં આવશે. જયારે યાત્રા કપરી લાગે ત્યારે હારશો નહિ. ઈસુ તરફ દોડતાં જાઓ જેમણે તમને તેડયા છે. તે તમને અંત સુધી સંભાળી રાખશે.

ટીપ:

ભલે તમને એવું લાગે કે તમારે છોડી દેવું છે તોપણ તમને ઈસુના વિષે અને તેમના વાયદાઓ વિષે તમને યાદ અપાવે એવા બાઈબલનાં વચનો લખ્યા હોય એવા કાર્ડસ તમારાં ટેબલ પર મૂકો અથવા તમારા ફ્રીજ પર ચોંટાડી રાખો.

About this Plan

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

ઇસુમાં પોતાના હેતુ અને ઓળખને પ્રાપ્ત કરેલ ઈસુના દરેક યુવા અનુયાયીને માટે આ બાઈબલ યોજના લખવામાં આવી હતી. આશા છે કે તેઓમાંનો દરેક તેઓ જે સઘળું કરે તેમાં ઈસુને કેન્દ્રમાં રાખીને તેઓના જીવનની યાત્રાની શરૂઆત ના કેવળ ઉચ્ચ સ્તરે જવા આરંભ કરે પરંતુ તેની સમાપ્તિ પણ તેઓ સારી રીતે કરે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in