સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવુંનમૂનો

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

DAY 2 OF 6

સમજદારીથી અને સમજદાર લોકોની સાથે ચાલો

બાઈબલ બુધ્ધિને એક એવી સ્ત્રી તરીકે ચિત્રાંકિત કરે છે જે જે લોકો સારી રીતે જીવન જીવવાની ઈચ્છા રાખે છે એવા લોકોને પોકારે છે. મૂર્ખાઈને પણ એક એવી સ્ત્રી તરીકે ઉલ્લેખિત કરવામાં આવી છે જે મુર્ખામીભર્યા અને અવિચારી જીવનમાં ચાલવા છૂપી રીતે ઈશારો કરીને આમંત્રણ આપે છે. ઈસુનું અનુકરણ કરવાની પસંદગી કરવાની મારફતે જે દિવસથી તમે ખ્રિસ્તી થાઓ છો તે દિવસ તમારા જીવનનો સૌથી મોટો દિવસ છે. જયારે તમે ઈસુની પસંદગી કરો છો, ત્યારે જેના પર સૌથી ઓછી યાત્રા કરવામાં આવે છે એવા એક સાંકડા માર્ગની તમે પસંદગી કરો છો. બીજાની માફક તે ઉતારચઢાવથી ભરપૂર જીવન છે, પરંતુ જયારે તમે તે માર્ગમાં ચાલો છો ત્યારે તમારી પાસે એક કિનારો આવે છે. તે એવો કિનારો છે જે સમજદારી લાવે છે. જેના વિષે તમે ક્લોસ્સી ૨જા અધ્યાયની ૩જી કલમમાં વાંચી શકો છો કે ખ્રિસ્તમાં સર્વ જ્ઞાનની અને બુધ્ધિનો ખજાનો ગુપ્ત રહેલો છે. એ માટે જયારે આપણે ખ્રિસ્ત સાથેના સંબંધમાં ઘનિષ્ઠ થઈએ છીએ, અને ઈશ્વરના વચનનાં જ્ઞાનમાં વૃધ્ધિ પામીએ છીએ ત્યારે આપણે તે જ્ઞાનના બહુમૂલ્ય મોતીઓને શોધવાનો આરંભ કરીએ છીએ જે આ કપરાં જગતમાં હેતુ અને બળની સાથે જીવવા આપણને મદદ કરે છે.

ઈસુએ આપણને એક દ્રષ્ટાંત શીખવ્યું છે જેમાં એક વ્યક્તિ બહુ મૂલ્યવાન એવા મોતીને શોધી કાઢે છે અને તેને ખરીદવા માટે તેની પાસે જે સઘળું હતું તેને તે વેચી કાઢે છે. એ વાત તો સાચી છે કે ૨૧ મી સદીમાં જીવન જીવતા લોકોને માટે આ બાબત ઘણી કઠણ લાગે છે પરંતુ તેમના કહેવાનો ભાવાર્થ એ છે કે જેઓએ ઈસુને પોતાના તારનાર અને ઉધ્ધારક તરીકે સ્વીકાર્યા છે તેઓએ લાંબાગાળે સફળ થવા માટે તેમને અને તેમના માર્ગોને પ્રાપ્ત કરવું જોઈએ. આપણે આ કહેવત સાંભળી છે કે ‘જીવન થોડા અંતરની નહિ પણ મેરેથોન દોડ છે’ અને હાર્યા વિના અથવા બીજી દિશામાં જતા રહ્યા વિના ધીરજથી આપણી દોડ દોડવા આપણને બુધ્ધિ અને તેમાંથી ઉદ્ભવતા સઘળાં લક્ષણોની જરૂરત પડશે જેમ કે સૂઝબૂઝ, પારખશક્તિ, શાણપણ અને સમજદારી. આપણને માત્ર બુધ્ધિની જરૂરત નથી પરંતુ જેઓની સાથે આપણે જીવનની દોડ દોડી શકીએ એવા બુધ્ધિશાળી લોકોની પણ જરૂરત છે. બુધ્ધિશાળી લોકો એવા લોકો છે જેઓએ તેઓની આશા અને વિશ્વાસ ઇસુમાં રાખ્યા છે અને ઈશ્વરનું સન્માન થાય એવી રીતે જીવન જીવવા તેઓ પોતાનાથી બનતા સઘળાં પ્રયાસ કરે છે. આ એવા લોકો છે જેઓની સાથે તમારે જીવન જીવવું જોઈએ તેનું એક વિશુધ્ધ કારણ એ છે કે તેઓ તમારા જીવનમાં પ્રોત્સાહન અને બળ લાવનાર થશે. જે દિવસે તમે નિરુત્સાહિત થશો તે દિવસે તમારાં સઢોમાં તેઓ પવન ફૂંકશે. જયારે તમારાં જીવનમાં થોડીયે શક્તિ બચી ન હોય ત્યારે તેઓ તમારા માટે ઉત્પ્રેરક બની જશે. તેઓ એવા લોકો હશે જેઓ તમારાં રુદનનાં સમયે તમને ધરી રાખશે અને જયારે તમે જીતશો ત્યારે તમારી સાથે ઉજાણી કરશે. ખ્રિસ્તનાં દેહ વિના એટલે કે ઈશ્વરના લોકોની સંગતિ વિના તમે જીવન જીવી શકશો નહિ. એકલતામાં અને માત્ર જીવવા ખાતર જીવવા ઈસુના લોહીથી તમારું તારણ કરવામાં આવ્યું નથી. ઈસુને માટે જીવવા તમારું તારણ કરવામાં આવ્યું છે અને તે કરવા એ જ લક્ષ્યમાં જીવન જીવતા અન્ય લોકોની સાથે તમારે પોતાને ઘેરી રાખવું પડશે.

ટીપ:

તમે એક એવી મંડળીની સંગતિ પ્રાપ્ત કરવાની તકેદારી રાખો કે જ્યાં તમે પોતાને સ્થાપિત કરી શકો કે જેથી તમે પ્રેમમાં પરિપકવ અને વિશ્વાસમાં ઉન્નતિ કરી શકો. મંડળીની સંગતિ તમને તમારા કૃપાદાનોને શોધી કાઢવા અને ઈશ્વરે તમારા માટે રાખી મૂકેલ સર્વમાં જોડાઈ જવામાં મદદ કરશે. કોઈપણ મંડળી સંપૂર્ણ નથી પરંતુ ઇસુ છે; એ માટે તેમના તરફ તમારી દ્રષ્ટિ રાખો.

About this Plan

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

ઇસુમાં પોતાના હેતુ અને ઓળખને પ્રાપ્ત કરેલ ઈસુના દરેક યુવા અનુયાયીને માટે આ બાઈબલ યોજના લખવામાં આવી હતી. આશા છે કે તેઓમાંનો દરેક તેઓ જે સઘળું કરે તેમાં ઈસુને કેન્દ્રમાં રાખીને તેઓના જીવનની યાત્રાની શરૂઆત ના કેવળ ઉચ્ચ સ્તરે જવા આરંભ કરે પરંતુ તેની સમાપ્તિ પણ તેઓ સારી રીતે કરે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in