સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવુંનમૂનો

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

DAY 5 OF 6

તે અહંકાર પર ચાંપતી નજર રાખો

આપણા જીવનની યાત્રામાંથી આપણને ખસેડી દેનારી બાબત અહંકાર છે. તે એક એવી લાગણી છે કે આપણે પાર કરી ચૂક્યા છીએ જયારે બીજાઓ તો હજીયે ધીમી ગતિએ ચાલી રહ્યા છે. અહંકાર આપણને ફૂલાશ મારતાં કરી દે છે અને આપણા માથાં ઊંચા રહે છે. તે લોકોને લઘુતાગ્રંથીનો એહસાસ કરાવે છે અને તમારી મારફતે ખ્રિસ્તની મુલાકાત કોઈની સાથે કરાવતો નથી. નીતિવચનોનાં લેખક જણાવે છે કે “પતન થતા પહેલા અહંકાર આવે છે” અને અને તેનાથી વધારે સાચો તે ન હોય શકે.

ઈસુના અનુયાયીઓ તરીકે, અહંકાર કરવા માટે આપણી પાસે કશું જ નથી કારણ કે આપણે જે કંઈ છીએ અને આપણી પાસે જે સઘળું છે તે તેમની મારફતે જ છે. તેના વિષે વિચાર કરો - જો આપણે પ્રયાસ કર્યા હોત તોયે આપણે પોતાને બચાવી શક્યા ન

હોત. જો તે તેમના માટે ન હોત તો આપણે કોઈપણ સ્થિતિમાંથી બહાર આવ્યા ન હોત, કોઈની પણ પુનઃસ્થાપના કરી શક્યા ન હોત કે પોતાને સાજા કરી શક્યા ન હોત.

અહંકારને હરાવવા માટેની પ્રથમ ચાવી તેને ઓળખી કાઢવામાં રહેલી છે. તેનાથી કાયમી હાશકારો પ્રાપ્ત કરવા આપણા પોતાના જીવનોમાં તેને ઉઘાડો પાડવો તે ખાતરીપૂર્વકનો માર્ગ છે. જયારે આપણે તેને ઉઘાડો પાડીએ પછી આપણે તેનો પસ્તાવો કરવો જોઈએ અને ઈસુની પાસે નમ્રતાથી આવવું જોઈએ. ચાલો આપણે તેનો સામનો કરીએ, આપણી પોતાની શક્તિથી આપણે તેનો નાશ કરી શકતા નથી પણ પવિત્ર આત્માની સહાયથી આપણે તે કરી શકીએ છીએ. ઈસુએ જે સઘળું શીખવ્યું છે તેની યાદ અપાવનાર તે જ છે અને તે કામ કરવાની રીતોમાંની એક રીત એ છે કે તે આપણને યાદ કરાવે છે કે ક્યાં સુધી ઈશ્વર આપણને લઈને આવ્યા છે અને વારેઘડીએ તેમણે આપણને પોતાનાથી કઈ રીતે બચાવ્યા છે. આપણી દ્રષ્ટિને ધૂંધળી કરી નાખનાર બારોટીયા વિષે તે આપણને યાદ અપાવે છે અને બીજાઓની આંખોમાં રહેલા તણખલાં જોતા ન રહેવાથી આપણને બચાવી રાખે છે. અમુક પ્રસંગોએ તે આપણને યાદ અપાવે છે કે આપણે કેવા ક્ષમાશીલ છીએ અને કે આપણે કોઇથી માફી છૂપાવી રાખી શકીએ નહિ. જયારે આપણે પવિત્ર આત્માનાં ટકોર વિષે સભાન રહીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે તે આપણને ખાતરી કરાવે છે અને જે વધારે નમ્ર અને શીખવી શકાય છે એવા વ્યક્તિમાં તે આપણને રૂપાંતરિત કરે છે. ઓહ ! જેમ કુંભારનાં હાથોમાં માટીને ઘડવામાં આવે છે તેમ જયારે તમે ઈશ્વરના હાથોમાં પોતાને સમર્પિત કરો છો ત્યારે તે તમારી સાથે અજાયબ કામો કરી શકે છે. તેના પરિણામો અસીમિત છે અને તે પરિણામોમાંથી દરેક તમને અને તમારા સંપર્કમાં આવનાર સઘળાને આશીર્વાદિત કરશે !

ટીપ:

જયારે તમને એવું લાગે કે તમે અહંકારથી ફૂલાઈ ગયા છો ત્યારે અથવા જયારે તમને તમારા વિષે એવું લાગે કે તમે બીજાઓને નીચી નજરે જુઓ છો ત્યારે થોભો અને ઈશ્વરની આગળ પસ્તાવો કરો અને તમારા જીવનમાં રહેલા લોકો પ્રત્યેનાં પ્રેમમાં પુનઃસ્થાપિત થાઓ.

About this Plan

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

ઇસુમાં પોતાના હેતુ અને ઓળખને પ્રાપ્ત કરેલ ઈસુના દરેક યુવા અનુયાયીને માટે આ બાઈબલ યોજના લખવામાં આવી હતી. આશા છે કે તેઓમાંનો દરેક તેઓ જે સઘળું કરે તેમાં ઈસુને કેન્દ્રમાં રાખીને તેઓના જીવનની યાત્રાની શરૂઆત ના કેવળ ઉચ્ચ સ્તરે જવા આરંભ કરે પરંતુ તેની સમાપ્તિ પણ તેઓ સારી રીતે કરે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in