સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવુંનમૂનો

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

DAY 3 OF 6

કૃતજ્ઞતાપૂર્વક જીવો

ધન્યવાદની ભાવનાનો આરંભ મનમાં થાય છે અને તે હૃદયમાં પ્રવેશે છે; જ્યાંથી તે જેનો સ્પર્શ કરે છે તે સઘળાંનું રૂપાંતર કરવાનો આરંભ કરે છે. ખ્રિસ્તનું અનુકરણ કરતા જો તમે પોતાને સકારાત્મક રાખવામાં અને આશાવાદી રાખવામાં સંઘર્ષ કરી રહ્યા હોય તો તમારા હૃદયનું મૂલ્યાંકન કરવાનો આ સમય હશે. તે કામ તમે પોતાની તપાસ કરીને અને તમને ખલીલ પહોંચાડનાર શું કોઈ બાબત છે કે નહિ તેની તપાસ કરવાની મારફતે કરી શકો છો. એકવાર તમે તેને પારખી લો પછી તે સ્થિતિમાંથી નીકળનાર કોઈપણ સારી બાબતને શોધી કાઢવા તમને મદદ કરવા ઈશ્વરને અરજ કરી શકો છો. તમે સો ટકાની ખાતરી રાખી શકો છો કે સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી પણ સારું નીકળી શકે છે. એકવાર તમે સારી બાબતને શોધી કાઢી હોય પછી તમે જીવનના જે ક્ષેત્રમાં કૃતજ્ઞતા ધરાવતા નથી એવા ક્ષેત્રો દેખાડવા તમને મદદ કરવા ઈશ્વરને અરજ કરો. ઈશ્વર તમારા માટે જીવનના તે ક્ષેત્રોમાં કેવા રહ્યા તે બાબતોને ધ્યાનમાં લાવીને જાણીબૂઝીને તે સ્થાનોએ કૃતજ્ઞતાની ભાવના ઉત્પન્ન કરો.

તેઓની ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ગીતકારો મોટેભાગે તેઓના ગીતોનો આરંભ ધન્યવાદિત થઈને અને કૃતજ્ઞતાપૂર્વક કરતા હતા. તેનું કારણ એ હતું કે ઈશ્વર કેવા છે તે તેઓ જાણતા હતા. ભલે તે ગીત વિલાપનું હોય તો પણ તે સઘળાં દુઃખોની મધ્યે ઈશ્વર તેઓને માટે કેવા છે તે જાણીને તેમાં ધન્યવાદિત ભાવ પેદા થતો હતો. કોઈપણ આયુના હોય કે જીવનનાં કોઈપણ ઋતુમાં હોય કે કોઈપણ જાતિ (જેન્ડર)નાં હોય, પરંતુ આપણા જીવનોનાં સૌથી સૂકાં પ્રસંગોએ પણ જીવનમાં તાજગી લઈને આવનાર કૃતજ્ઞતાનાં હૃદયનો વિકાસ કરવા ખ્રિસ્તના દરેક અનુયાયી માટે આ બાબત એક સારી સ્મૃતિરૂપ છે. ભલે તમે કોઈપણ વિષયમાં આભારી હોય એવું સામે દેખાતું ન હોય તોયે તમારી આંખો તમારાં પોતાના પરથી હટાવીને ઇસુ પર લગાવી શકો છો. જયારે તમારી દ્રષ્ટિ તેમના પર ચોંટી જાય છે, ત્યારે તમે કલ્પના કરી હોય તેના કરતા વધારે આભારી રહેવા તમારી પાસે અનેકો અનેક બાબતો છે તે તમે જાણી શકશો. તારણ એક એવી બાબત છે જેના વિષે આપણે કદીયે નમતું જોખી શકતા નથી. દિલાસો આપનાર ઈસુની કાયમી હાજરી કૃતજ્ઞતાની બીજી બાબત છે. ઈશ્વરના જીવંત અને શક્તિશાળી વચનનું શું ? આ રીતે સૂચિ આગળ ને આગળ વધી શકે છે. તમે કોની રાહ જોઈ રહ્યા છો ? ઈશ્વરનો આભાર માનવાનું શરૂ કરો અને જુઓ કે તમારા દ્રષ્ટિકોણમાં કેવું આમૂલ રૂપાંતર આવે છે.

ટીપ:

તમે જેના વિષે આભારી હોય એવી બાબતોને લખી રાખવાની એક દૈનિક આદતનો વિકાસ કરો. ઈશ્વર તમને નાની અને મોટી સર્વ બાબતોમાં આશીર્વાદો આપે છે તે જોઇને તમે નવાઈ પામશો.

About this Plan

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

ઇસુમાં પોતાના હેતુ અને ઓળખને પ્રાપ્ત કરેલ ઈસુના દરેક યુવા અનુયાયીને માટે આ બાઈબલ યોજના લખવામાં આવી હતી. આશા છે કે તેઓમાંનો દરેક તેઓ જે સઘળું કરે તેમાં ઈસુને કેન્દ્રમાં રાખીને તેઓના જીવનની યાત્રાની શરૂઆત ના કેવળ ઉચ્ચ સ્તરે જવા આરંભ કરે પરંતુ તેની સમાપ્તિ પણ તેઓ સારી રીતે કરે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/wearezion.in