ખ્રિસ્તનું અનુકરણ નમૂનો

ખ્રિસ્તનું અનુકરણ

DAY 5 OF 12

અનુકરણ એટલે સાજાપણું થશે

ઈસુની ધરતી પરની સેવા મોટાં પ્રમાણમાં માંદાઓને અને અશુદ્ધ આત્માથી ગ્રસ્ત લોકોને છૂટકારો આપવાથી ભરપૂર હતી. તેમની પાસે આવેલ દરેકને ઇસુ કઈ રીતે સાજાપણું આપતા હતા તેના વિષે સુવાર્તાના પુસ્તકોમાં લખેલું છે. જે કોઈ તેમને મળ્યા તેઓ એવા ને એવા જ રહ્યા નહોતા. શાસ્ત્રવચનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે દરેક પ્રકારનાં રોગને સાજાં કર્યા. તે ત્યાં જ રોકાયા નથી,પણ લોકોને ભાવનાત્મક રીતે અને માનસિક રીતે ત્રાસ આપનાર શેતાનિક પ્રભાવમાંથી પણ તેમણે છોડાવ્યા. આજે પણ તેમાં કોઈ ફરક પડયો નથી ! તેમનું અનુકરણ કરનાર લોકોને ઇસુ આજે પણ સાજાં કરે છે. આપણું સાજાપણું કદાચ આપણને તરત ન મળે એવું થાય, અથવા તેના વિષે આપણે જેવી અપેક્ષા રાખી હોય એવું પણ ન થાય એવું બની શકે,પણ જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તેઓને સહાય આપવા તે જરૂર આવે છે.

જયારે આપણે આ ઈશ્વરનું અનુકરણ કરીએ છીએ ત્યારે આપણું સંપૂર્ણ જીવન બદલાણ પામે છે ! તે આપણને આપણે કદીયે કલ્પના કરી ન હોય એવા ખરબચડાં અને અંધકારભર્યા માર્ગમાંથી ચલાવીને બહાર કાઢી લાવે છે. જીવનની યાત્રા આગળ વધે તેમ,આપણને માલુમ પડતું જાય છે કે સાજાપણું કેવળ શારીરિક રૂપમાં મળે છે એવું નથી પણ સર્વાંગી સાજાપણું પ્રાપ્ત થાય છે. આપણે માનવીઓ એવા અદ્ભૂત જટિલ સજીવો છીએ કે આપણને કેવળ શારીરિક દેહ છે એટલું જ નહિ પણ એકબીજાની સાથે અતૂટ રીતે જોડાયેલા પ્રાણ અને આત્મા પણ છે. આપણામાં નિવાસ કરનાર પવિત્ર આત્મા આપણા જીવનોમાં તાર્કિક,ભાવનાત્મક,શારીરિક,સર્જનાત્મક,માનસિક અને આત્મિક સાજાપણું લઈને આવે છે. આ સાજાપણું મહદઅંશે ધીમું હોય છે પણ ધીમે ધીમે તે દ્રશ્ય રૂપમાં દેખાવાનું શરૂ કરે છે જેને માત્ર આપણે જ જોઈ શકીએ છીએ એવું નથી પણ આપણી આસપાસનાં લોકો પણ તેને જોઈ શકે છે ! આજે આપણી પાસે એવી બાબત છે કે જે ઈસુના જમાનામાંના લોકોની પાસે નહોતી. એ છે કે ખ્રિસ્તનાં પુનરુત્થાનની શક્તિ જે ઈસુના દરેક અનુયાયીને આપવામાં આવે છે. આ શક્તિ જયારે આપણા શરીરો,આત્માઓ અને પ્રાણોમાં પ્રવેશે છે ત્યારે જે સઘળું મરેલું હતું તેમાં જીવનને ફૂંકે છે અને ખ્રિસ્તનાં સ્વરૂપમાં આપણને પરિવર્તિત કરવાનું શરૂ કરે છે. જેમ જેમ આપણને અંદરથી બદલવામાં આવે છે તેમ તેમ ધીમે ધીમે,દિનપ્રતિદિન, દરેક સ્થિતિમાં આપણે ફરી અગાઉની સ્થિતિમાં રહેતા નથી.

ઘોષણા: ઈસુના ઘાઓથી હું સાજો થયો છું !

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/