ખ્રિસ્તનું અનુકરણ નમૂનો

ખ્રિસ્તનું અનુકરણ

DAY 9 OF 12

તમારાં સંપૂર્ણ હૃદયથી તેમનું અનુકરણ કરો

આપણા હૃદયો વારંવાર ગૂચવાડામાં આવી પડે છે. આપણો પ્રેમ અને વફાદારીઓ પરિવાર,કામકાજ,મિત્રો, શોખ અને અમુકવાર ખોરાકની વચ્ચે ફસાઈ પડે છે. એ વાત સાચી છે કે આ બધામાંથી કોઈપણ બાબત ખોટી નથી,પણ તેઓ અમુકવાર આ સઘળી બાબતોનો આશીર્વાદ આપનાર વ્યક્તિ પ્રત્યેના આપણા પ્રેમ અને સ્નેહને ચોરી જઈ શકે છે. જયારે આપણે ઈસુનું અનુકરણ કરીએ છીએ ત્યારે આપણા હૃદયોની સંપૂર્ણ પુનઃસ્થાપના કરવાની આપણે જરૂર છે કે જેથી આપણે તેમના માટે સૌથી પહેલા અને સૌથી વિશેષ સ્થાન તૈયાર કરી શકીએ. હૃદય સહુથી વધારે કપટી છે એવું યર્મિયા પ્રબોધક જણાવે છે,તેથી આપણે તેને સંભાળવું અને તેના પર ખાસ ચોકી રાખવું બહુ જરૂરી છે. દરેક ઈચ્છા અને આકાંક્ષાઓ મૂળભૂત રીતે ઈશ્વરને પસંદ આવે એવી રીતે સ્થાનાંતરિત કરવાની જરૂર છે. ઈચ્છાઓ અને આકાંક્ષાઓ એવા સમયે ખોટી નથી જયારે તે હૃદય સંપૂર્ણ રીતે ખ્રિસ્તને સમર્પિત હોય. વચનના દેશની જાસૂસી કરવા જેઓને મોકલવામાં આવ્યા હતા એવા જાસૂસોમાંના દસ જાસૂસોની મધ્યે ઈશ્વરની સમક્ષ યહોશુઆ અને કાલેબ ઊભા રહ્યા. તેઓ આ રીતે ઉભા રહ્યા કારણ કે તેઓ તેઓના ઈશ્વર પ્રત્યે કદી ન મરે એવું અને સંપૂર્ણ સમર્પણ ધરાવતા હતા. ઈશ્વરને આધીન રહેવા તેઓના હૃદયો ટેવાયેલાં હતા તેના લીધે તેઓને ઈશ્વર જ્યાં દોરી રહ્યા હતા ત્યાં જવા તેઓના હૃદયો હિંમતવાન હતા, ભલે તેઓના માર્ગમાં દાનવો આવે તોયે તેઓ ત્યાં જવા તૈયાર હતા.

ઈસુનું અનુકરણ કરવા જો આપણા હૃદયો સંપૂર્ણપણે સમર્પિત હોય તો,ઈશ્વર અને તેમના રાજ્યના કામ માટે રહેલ ખંત અને જોશની મારફતે તે ઘણાં દ્રશ્યમાન લાગશે. બે મનવાળું હૃદય ઈશ્વરની બાબતો અને જગતિક બાબતોની વચ્ચે ઝોલાં ખાતું હોય એવું દેખાશે. આપણે જેમાં જીવી રહ્યા છે એવા આ કપરાં સમયોમાં બીજી એક સમસ્યા આપણી આસપાસમાં બની રહેલી ઘટનાઓ પ્રત્યે કઠોર હૃદયનો વિકાસ કરવાની બાબત છે. આ પ્રકારના લોકો એવા હશે જેઓ ઈશ્વરના સ્પર્શ પ્રત્યે અસંવેદનશીલ હોય છે અને આખરે ઈશ્વરનું અનુકરણ કરવાનું તેઓ બંધ કરશે કારણ કે તેઓ તેઓના ઘણા સવાલોનાં જવાબ પ્રાપ્ત કરતા નથી. તેનાથી વિપરીત,કોમળ હૃદયનાં લોકો ઈશ્વર જે કામ તેઓની આસપાસ કરી રહ્યા છે તેના પ્રત્યે અને ઈશ્વરના સ્પર્શ પ્રત્યે હંમેશા સજાગ હોય છે. આપણા પ્રથમ પ્રેમ ઈસુને માટે આપણા હૃદયોમાં સ્થાન બનાવવા આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

ઘોષણા: હું સર્વ સંજોગોમાં મારા હૃદયની ચોકી રાખીશ.

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/