ખ્રિસ્તનું અનુકરણ નમૂનો

ખ્રિસ્તનું અનુકરણ

DAY 4 OF 12

અનુકરણ કરવું એટલે તોફાનોનો સામનો કરવો

જીવનના તોફાનો ઘણા વાસ્તવિક હોય છે અને કેટલીકવાર તેઓ અણધાર્યા આવતા હોય છે ! ધાર્યું ન હોય એવી રીતે સ્વાસ્થ્યની સમસ્યા, સંબંધોમાં ખટરાગ, આર્થિક સંકડામણ અથવા નોકરી જતી રહે એવા સંજોગો ઉભા થઇને તમને ઘેરાં આઘાતમાં નાંખી શકે છે. ઈસુની પાછળ ચાલવાની બાબત જીવનના સંઘર્ષો અને ચઢાવઉતારની સ્થિતિઓને ટાળતી નથી, પણ તમે સો ટકા ખાતરી રાખી શકો છો કે જે તોફાનની મધ્યે તમે છો તેમાં ઈશ્વર તમને એક સેકંડ માટે પણ છોડી દેશે નહિ પણ તેમની હાજરી તમારી સાથે તે રાખશે.

ઘણીવાર,ઈશ્વર તમારી આસપાસમાં રહેલા તોફાનોને શાંત કરે તેના પહેલા તમારી અંદર રહેલા તોફાનોને પહેલા શાંત કરે છે. જયારે તમારું હૃદય ચિંતિત હોય અથવા ભારે થઇ ગયું હોય ત્યારે મોટેભાગે આપણી અંદર રહેલ તોફાન સૌથી ભારે થઇ જાય છે. જયારે આપણા વિચારો બેકાબૂ થઇ ગયા હોય, આપણું મન વિચલિત અને ઝાંખું થઇ ગયું હોય ત્યારે પણ આપણી અંદર રહેલ તોફાનો જોર પકડી લે છે. જયારે તેમની સાથેના સંપૂર્ણ સમર્પણની સાથે આપણે ઈસુની સાથે ચાલીએ છીએ ત્યારે આપણા હૃદય અને મનને સંભાળવા માટે તેમની શાંતિ આપણી અંદર રાખવાનો વાયદો તે આપે છે. તે આપણને એવો પણ વાયદો આપે છે કે તેમનો આનંદ આપણામાં રહેશે અને એમ આપણો આનંદ સંપૂર્ણ થશે.

કેવી અજાયબ ખાતરી ! તોફાનોની મધ્યે શાંતિ અને આનંદનાં વિષે શું કોઈએ સાંભળ્યું છે ? તેમ છતાં,ઈશ્વરના બાળકો તરીકે તે આપણો વારસો છે !

તમારી આસપાસ રહેલા તોફાનોની માફક જયારે તમે તેમનું પણ અનુકરણ કરો છો,ત્યારે જે તેમના એક શબ્દથી તેઓને શાંત પાડી શકે છે એવા સર્વ શક્તિમાનની હાજરી પણ વાસ્તવિક બની જાય છે. આ જાણીને તમને સૌથી વધારે હૂંફ મળવી જોઈએ કે તોફાનો અને મોજાંઓ પણ તેમનું માને છે,એટલે કે દૈહિક અને આત્મિક જગતમાં પણ. હવે તોફાનો તમને ડરાવતા ન હોવા જોઈએ કારણ કે તેઓને શાંત પાડનાર તમારી અંદર છે !

ઘોષણા: હું આનંદ કરી શકું છું કારણ કે ખ્રિસ્તે જગતને જીત્યું છે !

શાસ્ત્ર

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/