ખ્રિસ્તનું અનુકરણ નમૂનો

ખ્રિસ્તનું અનુકરણ

DAY 1 OF 12

તેડું

ખ્રિસ્તને જાણવું તે અલગ બાબત છે. આપણા જીવનમાં તેમને પ્રભુ અને તારનાર તરીકે આમંત્રિત કરવા તે બીજી બાબત છે. જયારે તેમનું અનુકરણ કરવું તે તદ્દન અલગ બાબત છે. તેને માટે અમુક ચોક્કસ સમર્પણ અને શિસ્તની આવશ્યકતા ઊભી થશે. તમે આજ સુધી જ્યાં નથી ગયા ત્યાં જવા માટે તમે ગૂગલ મેપનો ઉપયોગ કરીને તેની સૂચનાઓ મુજબ ચાલી રહ્યા હોય એવી કલ્પના કરો. તમારાં ગંતવ્યસ્થાન સુધી પહોંચવા માટે તમને માર્ગદર્શન આપનાર અવાજની સૂચનાઓનું તમારે વિગતવાર અનુકરણ કરવું પડશે. કોઈ ખામીને કારણે સૂચના આપનાર તે અવાજ કદાચ તમને બીજી દિશામાં ભટકાવી દે એવું બની શકે,પણ ઈસુની વાત કરીએ તો તે કદી ભટકાવી દેતાં નથી. તમને કદાચ એવું લાગે કે તે તમને ખરબચડાં માર્ગે દોરી રહ્યા છે,પણ તે તમને ગમે એવા માર્ગે દોરે પણ તે તમારી સાથે રહે છે. આજે આપણે એવા સોશિયલ મીડિયા જગતમાં રહીએ છીએ જ્યાં કોણ આપણું અનુકરણ કરે છે અને આપણે કોનું અનુકરણ કરી રહ્યા છીએ તેના વિષે આપણે સતત જાગૃત રહીએ છીએ. જેની સાથે આપણે સહમત થતાં નથી,એવો વિષય જો કોઈ વ્યક્તિ શેર કરે છે તો તેને અનફોલો કરવાનું વિકલ્પ આપણી પાસે હોય છે. આપણું અનુકરણ કરનાર કોઈ વ્યક્તિ જો આપણો ગેરફાયદો ઉઠાવી રહ્યો છે તો તેને બ્લોક કરી દેવાનો વિકલ્પ પણ આપણી પાસે હોય છે. તેમ છતાં,ઈસુની સાથે ગુંથાયેલું જીવન તેનાથી તદ્દન અલગ હોય છે ! તેનો અર્થ એવો થાય છે કે આપણે તેમની વાણી તરફ આપણા જીવનોને વાળીએ છીએ અને દરેક બાબત માટે આપણે તેમના પર નિર્ભર રહીએ છીએ ! જો તમે તેમને અનફોલો કરવાની કે તેમને બ્લોક કરવાની પસંદગી કરો છો,તો તમારાં માટે જે સઘળાની યોજના તેમણે કરી છે તેને ચૂકી જનાર વ્યક્તિ તમે જ બનો છો. તોપણ,તમારી રાહ જોવાનું તે બંધ કરી દેતાં નથી.

યાત્રા ભલે કઠણ લાગવાં માંડે અને તમને લાગે કે ઈશ્વર તમારાં હૃદયનાં કઠણ ભાગમાં કામ કરી રહ્યા છે, તેમ છતાં તેમનું અનુકરણ કરવાની પસંદગી તમારે કરવું જોઈએ. ભલે તમને એવું લાગે કે સાજાં કરનાર તેમના સ્પર્શને અથવા તમને ખાતરી કરાવનાર તેમની વાણીનો સામનો કરવો જોઈએ, તોપણ તે તમને પોતાની તરફ ખેંચવાનું ચૂકી જતા નથી. તેમનું અનુકરણ કરવા માટે શક્ય એટલું વધારે નજીક આપણે તેમની પાસે રહેવું પડશે કે જેથી તેમના મૃદુ માર્ગદર્શનનું અનુકરણ કરવા આપણી ઇન્દ્રિયોને જાગૃત રાખીને તેમના હાથોને આપણે મજબૂતાઈથી પકડી રાખીએ.

ઘોષણા: સર્વ વિસંગતાઓમાં પણ હું ઈસુનું અનુકરણ કરીશ.

શાસ્ત્ર

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે We Are Zion નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/