ધ કોસ્ટ预览

ધ કોસ્ટ

3天中的第3天

સર્વોચ્ચ કિંમત

આપણા માટે તેમના જીવનને આપીને ઈશ્વરે દર્શાવેલ અતૂલ્ય બલિદાન અંગે આવો આપણે વિચાર કરીએ.

ચૂકવેલ કિંમત નક્કર છે, અને તે આપણા સંપૂર્ણ હૃદયનાં સમર્પણની માંગ કરે છે.

આપણે ક્યાં તો પૂર્ણપણે અંદર છીએ અથવા પૂર્ણપણે બહાર છીએ:

વિશ્વાસની આપણી યાત્રામાં આપણી સમક્ષ પસંદગી આપવામાં આવે છે. તે તો સર્વાંગી અથવા શૂન્ય સમર્પણ છે. ઈશ્વરની સમક્ષ

આપણી જાતોને સંપૂર્ણ રીતે અર્પી દઈને રોકાણ કરવા આપણે તેડાયેલા છીએ. જેની માંગ કરવામાં આવી છે તે સાચા સમર્પણ માટે

અધૂરા હૃદયનું સમર્પણ કામમાં આવતું નથી.

ઈશ્વરની સાથે ઊંડા અને અંગત સંબંધ માટે આપણે સર્વાંગી સમર્પણમાંથી પસાર થવાનું છે.

તેનો અર્થ એવો થાય છે કે જે ઈશ્વરનું નથી તે સર્વનો ત્યાગ કરી દેવો. સમર્પણની આ ક્રિયા આપણા જીવનોમાં તેમની ઉપસ્થિતિની

ભરપૂરીનો અનુભવ કરવાની ચાવી છે.

માથ્થી ૧૩:૪૪ એક શક્તિશાળી દ્રષ્ટાંતને દર્શાવે છે જે શામેલ કિંમતને દર્શાવે છે. ઈશ્વરના રાજયને ખેતરમાં સંતાડી રાખવામાં

આવેલ એક ગુપ્ત ખજાનાની સાથે સરખાવવામાં આવેલ છે. એક માણસ આ ખજાનાને શોધી કાઢે છે અને તેના આનંદનાં અતિરેકમાં

તે આ ખેતરને ખરીદવા માટે તેની પાસે જે સર્વ સંપત્તિ હતી તે વેચી કાઢે છે. ખજાનો પ્રાપ્ત કરવા તે માણસ સર્વસ્વનો ત્યાગ કરે છે.

મોટી કિંમત ચૂકવવા જેવું તે લાગે છે, પણ તેના બદલે આપણે જે આનંદ અને તૃપ્તિ પ્રાપ્ત કરીએ છીએ તે અમાપ છે.

આપણે યાદ રાખવું જોઈએ કે આપણે જે સર્વને કિંમત તરીકેની અથવા જેને આપણે - સંપૂર્ણપણે બધું જ - ખોટ તરીકેની ગણતરી

કરીએ છીએ તે આપણા જીવનોમાં ઇસુ હોવાનાં અસીમિત લાભની સામે સરખાવવાને યોગ્ય નથી.

ચાલો આજે આપણે ઈશ્વરે આપણા માટે જે સર્વોચ્ચ કિંમત ચૂકવી છે તેના વિષે વિચાર કરીએ, અને તે બાબત આપણા સર્વસ્વને

અર્પી દેવા આપણને પ્રેરણા આપો. આપણા જીવનોમાં તેમની ભરપૂરી હોવા માટે આપણા સર્વસ્વનું સમર્પણ કરીએ.

કિંમત કદાચ મોટી દેખાતી હોય એવું બની શકે પણ ઇસુને પ્રાપ્ત કરવાનાં અમાપ લાભની સામે કોઇપણ બલિદાન તોલે આવી શકતું

નથી.

આપણી પાસે હોય શકે એવો સૌથી મોટો ખજાનો ઇસુ છે.

读经计划介绍

ધ કોસ્ટ

ભારતના વણખેડાયેલા લોકો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય પર કેન્દ્રિત આ બાઈબલ યોજનામાં આપનું સ્વાગત છે. ભારતની મુખ્ય જરૂરતોની સમજણ પ્રાપ્ત કર્યા પછી આપણે પ્રથમ તબક્કાને સ્થાપિત કરીશું ત્યારબાદ જેની આપણે કિંમત ચૂકવવી પડે એવા પગલાંઓને વિસ્તારપૂર્વક જોવાની કોશિષ કરીશું અને આખરે સર્વોચ્ચ કિંમત જે ઈશ્વરે આપણા માટે જીવન આપવાની મારફતે બલિદાન વડે આપી તેના વિષે વાતચીત કરીશું.

More