ધ કોસ્ટ预览

ધ કોસ્ટ

3天中的第2天

તમારે ચૂકવવું જ પડે એવી કિંમત

સંસાધનો અને સેવાની પ્રવૃત્તિઓને નવી દિશા આપવી

બાઈબલ યોજનાનાં દિવસ ૨ માં આપનું સ્વાગત છે. આજે આપણે એક કિંમતની સાથે આવનાર નિર્ણાયક પગલાંઓને ધ્યાનમાં

લેનાર છીએ: સંસાધનોને નવી દિશા આપવું, સેવાના દ્રષ્ટિકોણોનું પુનઃમૂલ્યાંકન કરવું, આપણી જીવનશૈલીની પુનઃરચના કરવું.

સુસંગત બાઈબલ કલમો અને મનનોની સાથે ચાલો આપણે આ પગલાંઓમાં ઊંડા ઊતરીએ.

પહેલું પગલું: સંસાધનોને નવી દિશા આપવું

પ્રેરિતોના કૃત્યો ૧:૮: “પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં,

સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”

ખ્રિસ્તી સેવાકીય પ્રવૃત્તિઓ અને સુવાર્તાપ્રચારમાં સંસાધનોની વર્તમાન ફાળવણી પર વિચાર કરો. દુઃખની વાત એ છે કે આ તમામ

પ્રયાસોની સૂચક ટકાવારી (૯૧%) બિન ખ્રિસ્તી લોકોને બદલે પ્રાથમિક ધોરણે ખ્રિસ્તી લોકો પર જ કેન્દ્રિત કરવામાં આવે છે.

જેઓએ આજ સુધી સુવાર્તા સાંભળી નથી એવા લોકોને અસરકારક રીતે પહોંચવા માટે સંસાધનોને નવી દિશા આપવાથી પડતા

પ્રભાવ અંગે વિચાર કરો.

તે ઉપરાંત, મિશનેરીઓની વહેંચણી અંગે પણ વિચાર કરો કેમ કે ૭૬% જેટલા મિશનેરીઓનો મોટો સમુદાય ખ્રિસ્તી જગતમાં જ

સેવાકાર્યો કરે છે જ્યારે બાકીનો માત્ર ૧% સમુદાય જ સુવાર્તાવિહોણા ક્ષેત્રોમાં કામ કરે છે. વણખેડાયેલા અને સુવાર્તાવિહોણા લોકો

સુધી પહોંચવા પ્રાથમિકતાઓમાં ફેરફાર કરવા અંગે પ્રાર્થના કરો.

પગલું ૨: આપણી સેવાઓનું પુનઃ મૂલ્યાંકન

માર્ક ૧૧:૧૨-૧૪ વાંચો જેમાં ઇસુ ફળરહીત અંજરીના ઝાડને શાપ આપે છે.

આપણા સેવાકાર્યોનું મૂલ્યાંકન કરવાનાં મહત્વ પર વિચાર કરો.

“સુવાર્તારૂપી ગરીબી નિર્મૂલન” કરવાનું અને અસરકારક રીતે સુવાર્તા પ્રગટ કરવાની સાથે આપણા પ્રયાસો બંધબેસતા થતા હોય તે

લક્ષ્ય આપણું હોવું જોઈએ. આપણી વ્યૂહરચનાઓ, કાર્ય પધ્ધતિઓ અને દૃષ્ટિકોણનું પુનઃ મૂલ્યાંકન કરવા ઈશ્વર સમજણ આપે

એવી પ્રાર્થના કરો કે જેથી ઈશ્વરના રાજયને માટે આપણે ફળ લાવી શકીએ.

પગલું ૩: આપણા જીવનશૈલીની પુનઃ રચના

માથ્થી ૬:૨૫ વાંચો જેમાં ઇસુ આપણી જરૂરતો અંગે ચિંતાતુર ન થવા બોધ આપે છે.

૨ કરિંથી ૧૧:૨૭ માં ઉલ્લેખ કરવામાં આવેલ પ્રેરિત પાઉલની જીવનશૈલી અંગે વિચાર કરો. પાઉલે તેમના જીવનને સંપૂર્ણપણે સેવા

માટે અર્પી દીધું હતું જેમાં અનેકવાર તેમણે ઊંઘ, ખોરાક, સુવિધાઓ અને સુરક્ષાનું બલિદાન આપી દીધું હતું. સી. ટી. સ્ટડ નામના

મિશનેરીનાં જીવન અંગે વિચાર કરો જેમણે પોતાની સુવિધાઓનો ત્યાગ કર્યો અને એક કાયમી પ્રભાવ આપીને સુવાર્તા પ્રચાર કરવાનો

નમૂનો આપી ગયા.

તમારા પોતાના જીવન અંગેનું મૂલ્યાંકન કરો અને સુવાર્તાનો ફેલાવો કરવાના મિશન સાથે તે બંધબેસતું છે કે નથી તેની તપાસ કરો.

તેમના રાજયની વૃધ્ધિ માટેની પ્રાથમિકતા આપીને ઈશ્વરના પૂરવઠા પર ભરોસો રાખીને બલિદાનયુક્ત વિચારધારાને ધારણ કરવાની

ઈચ્છા માટે પ્રાર્થના કરો.

સારાંશ:

આજે આપણે સંસાધનોને નવી દિશા આપવા, આપણા સેવાકાર્યોનું પુનઃ મૂલ્યાંકન કરવા અને આપણી જીવનશૈલીની પુનઃરચના

કરવા અંગે સમજણ પ્રાપ્ત કરવા કોશિષ કરી છે. તમારા જીવનમાં તેઓને લાગુ કરવા ઈશ્વરના માર્ગદર્શનને શોધતા આ પગલાંઓ

અંગે પ્રાર્થના કરવાનો અને તેઓના વિષે વિચાર કરવા સમય લો. ભારત અને વિદેશોમાં પણ વણખેડાયેલા લોકોને જીતવા ઈશ્વર

આપણને સામર્થ્ય આપે.

读经计划介绍

ધ કોસ્ટ

ભારતના વણખેડાયેલા લોકો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય પર કેન્દ્રિત આ બાઈબલ યોજનામાં આપનું સ્વાગત છે. ભારતની મુખ્ય જરૂરતોની સમજણ પ્રાપ્ત કર્યા પછી આપણે પ્રથમ તબક્કાને સ્થાપિત કરીશું ત્યારબાદ જેની આપણે કિંમત ચૂકવવી પડે એવા પગલાંઓને વિસ્તારપૂર્વક જોવાની કોશિષ કરીશું અને આખરે સર્વોચ્ચ કિંમત જે ઈશ્વરે આપણા માટે જીવન આપવાની મારફતે બલિદાન વડે આપી તેના વિષે વાતચીત કરીશું.

More