BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક预览

ઈસુ યરુશાલેમમાં પાસ્ખાપર્વની પાળવાની રાહ જુએ છે તે દરમિયાન તે મંદિરમાં દરરોજ ઈશ્વરના રાજ્યના સ્વરૂપ વિશે, અને હવે પછી થનારી ઘટનાઓ વિશે શીખવે છે. એક સમયે ઈસુ નજર ઊંચી કરીને ઘણાં ધનવાન લોકોને મંદિરની દાનપેટીમાં મોટી મોટી ભેટસોગાદો દાનમાં આપતાં જુએ છે, પણ એક ગરીબ વિધવા માત્ર બે સિક્કા દાનમાં આપે છે. ઈસુ જાણે છે કે ધનવાનોએ તો જેની તેમને જરૂર નથી તેનું દાન કર્યું છે, પણ તે વિધવાએ તો તેની પાસે જે કંઈ હતું તે બધું આપી દીધું છે. તેથી ઈસુ તેમને સાંભળનારા દરેક લોકોને કહે છે કે, "આ વિધવાએ બીજા બધા કરતાં વધારે આપ્યું છે. "
એ વાત પર ધ્યાન આપો કે ઈસુ ધનવાનોના મોટા દાનને કારણે તેમનું વધારે મૂલ્ય આંકનાર બીજા રાજાઓ જેવા નથી. ઈશ્વરના રાજ્યને માટે કંઇ આપવા માટે લોકો પાસે વધારે ધન હોવું જરૂરી નથી. ઈસુ શીખવે છે કે આ જગતના ધનનો અંત આવશે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવી રહ્યું છે. તેથી તે પોતાના અનુયાયીઓને કહે છે કે તેઓ નકામી બાબતો અને ચિંતાથી મુક્ત રહે અને તેના બદલે તેમના પર વિશ્વાસ અને આધાર રાખે (21:13-19, 34-36).
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• મોટા ભપકાદાર દાન કરતાં બે તાંબાના સિક્કાની કિંમત ઈસુ વધારે આંકી શકે છે તે બાબત પર ધ્યાન આપો. આ વાત તમને ઈશ્વરના રાજ્યના સ્વરૂપ વિશે શું જણાવે છે?
• લૂક 21:34-36માં ઈસુની ડહાપણભરી ચેતવણી વિશે મનન કરો. અત્યારે આ શાસ્ત્રભાગ તમને શું કહે છે? આ અઠવાડિયે તમે ઈસુના ઉપદેશનો કેવો પ્રતિભાવ આપશો?
• લૂક 21:27 માં ઈસુ દાનિયેલ પ્રબોધકનું અવતરણ ટાંકે છે. દાનિયેલ 7:13-14 વાંચો. તમે શું નોંધ્યું?
• તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. કઇ વાતથી તમને આશ્ચર્ય થાય છે તેના વિશે ઈશ્વર સાથે વાત કરો. ક્યારે તમે તમારો સમય નાણાં કે આ જગતના કિમતી પદાર્થો પર ખર્ચી નાખ્યો છે તેના વિશે પ્રામાણિક બનો, અને ઈસુના રાજ્ય પર લક્ષ રાખવા માટે તમારે જેની જરૂર છે તેના માટે ઈશ્વરને વિનંતી કરો.
读经计划介绍

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More