Logo YouVersion
Ikona Hľadať

ઉત્પત્તિ 20:6-7

ઉત્પત્તિ 20:6-7 GUJCL-BSI

ત્યારે ઈશ્વરે તેને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે તેં નિષ્કપટપણે એ કામ કર્યું છે. તેથી તો મેં તને મારી વિરુદ્ધ પાપ કરતો અટકાવ્યો છે અને એટલે જ મેં તને સારાને અડકવા પણ દીધો નથી. તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”