મત્તિ 28

28
ઇસુ નું મરેંલં મહું પાસું જીવતું થાવું
(મર. 16:1-10; લુક. 24:1-12; યૂહ. 20:1-10)
1આરમ ના દાડા પસી હપ્તા નેં પેલે દાડે, ફટક થાતં મસ મગદલા ગામ ની મરિયમ અનેં બીજી મરિયમ ઇસુ ની કબર નેં ભાળવા આવજ્યી. 2હેંનેસ ટાએંમેં એક મુંટું ભુકમ થાયુ, કેંમકે પરમેશ્વર નો એક હરગદૂત હરગ મહો ઉતરેં આયો અનેં ટીકે આવેંનેં હેંને ભાઠા નેં ગગડાવ દેંદો, અનેં હેંનેં ઇપેર બેંહેંજ્યો. 3હેંનું રુપ લાએંટ જેંવું અનેં હેંનં સિસરં બરફ નેં જેંમ ધોળં હેંતં. 4હીની સમક થી સોકીદાર ફફડેં જ્યા, અનેં મરેંલા જેંમ થાએંજ્યા. 5હરગદૂતેં બજ્યેરં નેં કેંદું, “નહેં સમકો, હૂં જાણું હે કે તમું ઇસુ નેં ઝી ક્રૂસ ઇપેર સડાવા મ આયો હેંતો હેંનેં જુંવો હે. 6વેયો આં નહેં, પુંણ પુંતાનેં કેંવા પરમણે જીવી ઉઠ્યો હે. આવો આ જગ્યા ભાળો, ઝાં પ્રભુ નેં મેંલ્યો હેંતો. 7અનેં એક-દમ જાએંનેં ઇસુ ન સેંલંનેં કો, કે વેયો મરેંલં મહો જીવતો થાએંજ્યો હે, અનેં વેયો તમારી થી પેલ ગલીલ પરદેશ મ જાએ હે, વેંહાં હેંનેં તમું ભાળહો, ભાળો, મેંહ તે તમનેં કેં દેંદું હે.”
8અનેં વેયે બીક અનેં મુંટા આનંદ નેં હાતેં કબરેં હી એકદમ પાસી ફરેંનેં ઇસુ ન સેંલંનેં હમિસાર આલવા હારુ દોડેં ગજ્યી. 9ઝીવી વેયે બજ્યેરેં ઇસુ ન સેંલંનેં હમિસાર આલવા હારુ જાત્યી હીતી, તર રસ્તા મ ઇસુ હિન્યનેં મળ્યો, અનેં હિન્યનેં કેંદું, “નમસ્તે” તર વેયે ઇસુ નેં પોગેં લાગજ્યી. 10તર ઇસુવેં હિન્યનેં કેંદું, “સમકો નહેં; મારં સેંલં કનેં જાએંનેં કો કે વેયા ગલીલ પરદેશ મ જાતા રે, તાંસ હૂં હેંનનેં મળેં.”
સોકીદાર હમિસાર આલે હે
11ઝર કે વેયે બજ્યેરેં સેંલંનેં ઇયો હમિસાર આલવા હારુ જાએંસ રિજ્યી હીતી, કે અમુક સેનિક ઝી કબર ની રખવાળી કરેં રિયા હેંતા, હેંનવેં સેર મ જાએંનેં, મુખી યાજકં નેં ઝી કઇ હીની કબર ઇપેર થાયુ હેંતું, વેયુ બદ્દું વતાડ દેંદું. 12તર મુખી યાજકંવેં, અગુવં હાતેં મળેંનેં, યોજના બણાવી અનેં હેંનવેં સેનિકં નેં ઝી રખવાળી કરેં રિયા હેંતા, હેંનનેં લાસ ના રુપ ઘણા બદ્દા સાંદી ના સિક્કા આલેંનેં કેંદું, 13“એંના બારા મ ઝર કુઈક તમનેં પૂસે, તે હેંનનેં એંમ કેંજો કે રાતેં ઝર હમું હુએં જાએંલા હેંતા, તર હેંના સેંલા આવેંનેં ઇસુ ની લાશ સુંર લેં જ્યા. 14અનેં અગર ઇયે વાત રાજપાલ કન પોતહે, તે હમું હેંનેં હમજાડ દેંહું, અનેં તમનેં જુંખમ થી બસાવ લેંહું.” 15તર હેંનવેં સાંદી ના સિક્કા લેંનેં, ઝેંવું હેંનનેં કેંવામં આયુ હેંતું વેમેંસ કેંદું, અનેં ઇનીસ વાત ને લેંદે, યહૂદી મનખં આજ તક વિશ્વાસ નહેં કરતં કે ઇસુ મરેંલં મહો પાસો જીવતો થાએંજ્યો હે.
સેંલંનેં દર્શન અનેં સિલ્લી આજ્ઞા
(મર. 16:14-18; લુક. 24:36-49; યૂહ. 20:19-23; પ્રેરિ. 1:6-8)
16અગ્યાર સેંલા ગલીલ પરદેશ ના હેંના ડુંગોર ઇપેર જ્યા, ઝેંના બારા મ ઇસુવેં બજ્યેરં નેં કેંદું હેંતું, કે હૂં તાં મારં સેંલંનેં મળેં. 17ઝર સેંલંવેં ઇસુ નેં ભાળ્યો, તે હેંનેં પોગેં લાગ્યા, પુંણ અમુક સેંલંનેં વિશ્વાસ નેં થાયો, કે ઇસુ જીવતો થાએંજ્યો હે. 18ઇસુવેં હેંનં કન આવેંનેં કેંદું, “હરગ અનેં ધરતી નો બદ્દો અધિકાર મનેં આલવા મ આયો હે, 19એંતરે હારુ તમું જો, બદ્દી જાતિ ન મનખં નેં સેંલા બણાવો, અનેં હેંનનેં બા, અનેં બેંટા, અનેં પવિત્ર આત્મા ના નામ થી બક્તિસ્મ આલો. 20અનેં હેંનનેં બદ્દી વાતેં ઝી મેંહ તમનેં આજ્ઞા આલી હે, માનવું હિકાડો, અનેં ભાળો, હૂં દુન્ય ના અંત તક હમેશા તમારી હાતેં હે.”

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj