Leseplan-informasjon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

Dag 17 av 20

આજનું વાંચન શરૂ કરતા પહેલાં આવો, આપણે નવમા અધ્યાયની સમીક્ષા કરીએ, જેમાં લૂક ઈસુની આશ્ચર્યજનક યોજના જણાવે છે, જેમાં તે યશાયા 53માં જણાવેલ દુ:ખ સહન કરનાર ચાકર બનીને ઈઝરાયલ પર પોતાના રાજ્યનો દાવો કરે છે. લૂક આપણને જણાવે છે કે કેવી રીતે એલિયા અને મૂસા ઈસુને તેમના પ્રયાણ અથવા "નિર્ગમન" વિશે વાત કરે છે. હવે ઈસુ નવા મૂસા છે, જે તેમના નિર્ગમન (મૃત્યુ) દ્વારા, ઈઝરાયલને તમામ પ્રકારના પાપ અને દુષ્કૃત્યોના પંજામાંથી મુક્ત કરાવશે. આ આશ્ચર્યજનક ઘટસ્ફોટ પછી, લૂક પાસ્ખાપર્વ માટે ઈસુએ કરેલી લાંબી મુસાફરીની વાત શરૂ કરે છે. ત્યાં તે ઈઝરાયલના સાચા રાજા તરીકે રાજ્યાસન પર બેસવા કરવા માટે મરણ પામશે. તો હવે જ્યારે આજે આપણે 22મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ઈસુ દર વર્ષે ઉજવાતાં પાસ્ખાપર્વની ─ એટલે કે ઈશ્વરે ઈઝરાયલને ગુલામીમાંથી મુક્ત કરાવ્યું હતું તેના માનમાં ઉજવાતા યહૂદી પર્વની ─ ઉજવણી કરવા માટે યરુશાલેમ આવી પહોંચ્યા છે. પારંપરિક પાસ્ખાપર્વના ભોજન માટે ઈસુ અને તેમના બાર અનુયાયીઓ એકઠાં થાય છે, ત્યારે ઈસુએ તેમના અનુયાયીઓને નિર્ગમનની વાત હંમેશાથી જેના તરફ નિર્દેશ કરતી હતી અને શિષ્યોએ અગાઉ ક્યારેય તેના વિષે સાંભળ્યું નહોતું, તે રોટલી અને પ્યાલાનો સાંકેતિક અર્થ સમજાવે છે. ઈસુ તેમના શિષ્યોને કહે છે કે રોટલી તેમના શરીરને દર્શાવે છે, અને દ્રાક્ષારસનો પ્યાલો તેમના રક્તને દર્શાવે છે, જે ઈશ્વર અને ઈઝરાયલ વચ્ચે કરારનો નવો સંબંધ સ્થાપિત કરશે. તેમાં ઈસુ પાસ્ખાના પ્રતીકોનો ઉપયોગ પોતાના મરણને દર્શાવવા માટે કરે છે, પરંતુ તેમના શિષ્યો તેને સમજી શકતાં નથી. તેઓ તરત જ મેજ પર દલીલો કરવાનું શરૂ કરી દે છે, કે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ હશે. તે રાત્રે તેઓ ઈસુ સાથે પ્રાર્થના કરવા માટે જાગતા પણ રહી શકતાં નથી. બાર શિષ્યોમાંનો એક શિષ્ય ઈસુની હત્યામાં ભાગીદાર બને છે, જ્યારે બીજો એક શિષ્ય તો ઈસુને ઓળખવાનો જ નકાર કરે છે. વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો: •ઈસુ આ જગતના મૂલ્યો અને ક્રમ-વ્યવસ્થાને ઊલટાવી નાખે છે. તેમના રાજ્યમાં રાજા કોઈ પ્રદેશને જીતવા માટે અને રાજ્યાસન પ્રાપ્ત કરવા માટે કોઈને મારી નાખશે નહીં, પણ તેને બદલે તો તે રાજાને મારી નાખવામાં આવશે, અને તે એક દુ:ખ સહન કરનાર સેવકની જેમ મરણ પામશે. એવી જ રીતે, તેમના રાજ્યમાં આગેવાનો ટોચ પર પહોંચવા માટે બીજાઓને કચડી નાખતાં નથી, પણ તેને બદલે તેઓ બીજાઓને પોતાના કરતાં વિશેષ ગણીને તેમની સેવા કરવાની પસંદગી કરે છે (22:24-27 જુઓ). આજે આ વાત તમને કેવી રીતે પ્રોત્સાહન અથવા પડકાર આપે છે? •લૂક 22:28-30 ની સમીક્ષા કરો. ઈસુ જાણે છે કે તેમના શિષ્યો ઠોકર ખાશે, છતાં પણ તે એક ચોંકાવનારી જાહેરાત કરે છે! આ વાત તમારા પર કેવી અસર કરે છે? આ વાત તમને ઈસુ અને તેમના રાજ્ય વિશે શું જણાવે છે? •કેવી રીતે તમે પિતરના પુરવાર ન થયેલા વિશ્વાસને ઓળખશો (22:33 જુઓ)? ઈસુ પ્રત્યેના તમારા સમર્પણની કસોટી કેવી રીતે થઈ છે? તમે કેવી રીતે ઠોકર ખાધી છે (22:54-62 જુઓ)? તમે તમારી સફળતા માટેની ઈસુની પ્રાર્થનાઓને કેવી રીતે જોઇ છે? આ બધામાંથી તમે શું શીખ્યા અને તમે જે શીખ્યા, તે બીજા લોકોને દ્રઢ કરવા માટે કેવી રીતે જણાવશો? • તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. પાપની ગુલામીમાંથી માનવજાતને મુક્ત કરાવવા માટે ઈસુએ સહન કરેલાં કષ્ટો બદલ તેમનો આભાર માનો. ઈશ્વર આગળ પ્રામાણિક બનો અને આ મુક્તિ મેળવવા અથવા તેનો અનુભવ કરવા તમારે ક્યાં સંઘર્ષ કરવો પડે છે, અને આજે તમારે શેની જરૂર છે તેના વિશે પ્રભુને પ્રાર્થના કરો.

Skriften

Dag 16Dag 18

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્...

More

YouVersion bruker informasjonskapsler for å tilpasse opplevelsen din. Ved å bruke nettstedet vårt godtar du vår bruk av informasjonskapsler, som beskrevet i vår Personvernerklæring