અરણ્યની અજાયબીનમૂનો

તમારા મનને ભટકવા ન દો
આપણા મોટાભાગની લડાઈઓ મનમાં લડાતી હોય છે અને તેઓ મનમાં જ કાંતો જીતવામાં કે હારવામાં આવે છે. શું તમે તે વાતમાં વિશ્વાસ કરી શકો ? તમારી હાર કે જીતને પ્રાપ્ત કરવા તમારે મોઢું ખોલવાની કે એક પગલું પણ આગળ વધવાની જરૂર પડતી નથી. ધરતી પરના સૌથી અંધકારમય સ્થાનોએ પ્રવેશવા તમારે તમારા મનને હુલ્લડમાં
ધકેલવાનું છે અથવા સર્વોચ્ચ સ્થાન પર પહોંચવા તમારા મન પર કાબૂ કરવાનું છે અને તેને દિશા આપવાનું છે. જો તમારા હૃદયમાં ગુસ્સો પેદા થયો છે, તો થોડી પળોમાં જ તમારું મન લોકો પ્રત્યે બળતા ક્રોધમાં અને ખરાબ આરોપ મૂકવાના કામમાં વ્યસ્ત થઇ જાય છે. જો ઉદાસીએ એક દુર્ગુણની માફક તમારા આત્માને કાબૂમાં લઇ લીધો છે, તો તમે ખાતરી રાખો કે થોડા સમયમાં જ તમારી આસપાસ ભારે આંધી તોફાનો લાવનાર અંતિમ દિવસોની માફક તમારા વિચારો થઇ જશે. જો સ્વ-દયાએ તમને ઘેરી લીધો છે, તો જે લોકોએ તમારું કશુંયે નુકસાન કર્યું નથી એવા લોકો પ્રત્યે પણ વિના કારણ તમે કડવી અને ક્રોધભરી વાતો બોલતા થઇ જશો.
અરણ્યની અવસ્થા બીજી કોઈપણ અવસ્થા કરતા વધારે ચોક્કસાઈથી આપણા હૃદય અને મનની સ્થિતિને ઉઘાડી પાડી દેશે. તમારી આસપાસ ચાલતી નકારાત્મક પરિસ્થિતિઓ તમારા મનના માર્ગોને વિખેરી નાખવા મજબૂર કરે છે જે કોઈપણ હિસાબે સ્વસ્થ બાબત નથી. તમારી ઓળખ વિષે તે જે કહે છે તેમાં અને આ સમય દરમિયાન તે જે કરી રહ્યા છે તેના વિષયમાં તમે ઈશ્વર પર, તેમના વચન પર અને તેમના વાયદાઓ પર શંકા કરવાનું શરૂ કરો છો. તેનો એકમાત્ર ઉકેલ તમારા મનને સંપૂર્ણપણે મરામત કરવામાં છે.
મરામતનો અર્થ શું થાય છે ? તમારે મૂળ મુદ્દામાં ઉતરવું પડશે અને તમારા નકારાત્મક વિચારધારાઓનાં મૂળ કારણો પર પ્રહાર કરીને તેઓને ઉખેડી નાખવા પડશે. તમે જે રીતે વિચાર કરો છો તેઓ પર તમારે ટાર્ગેટ કરવો પડશે અને તેઓને બદલવા જુસ્સામાં આવવું પડશે. તમારે સૌથી પહેલા નુકસાનકારક અને બાધક વિચારોનાં સ્થાને સાચા અને સદગુણોથી ભરપૂર વિચારોને મૂકવા પડશે. તે શોધી કાઢવા તમારે ઈશ્વરના વચનમાં પ્રવેશ કરવાની જરૂર પડશે અને તે તમને શું કહે છે, તે તમને કઈ રીતે પ્રેમ કરે છે અને તમારામાં અને તમારા થકી તે કઈ રીતે કામ કરે છે તેઓને પારખી કાઢવાનો આરંભ કરવો પડશે. એકવાર તમને આ વાતની માહિતી મળી જાય પછી તમે જૂનાં વિચારોનાં સ્થાને નવા વિચારો મૂકવાનું સક્રિયતાથી શરૂ કરી શકો છો. તમારે ડૂબાડી દેનાર દ્રષ્ટિકોણમાંથી વિજયી થનાર દ્રષ્ટિકોણમાં પરિવર્તિત થનાર વિચારમાં પોતાને પુનઃઆકાર આપવો જોઈએ ! તમારા વિચારને પુનઃઆકાર આપવાની બાબત ઈશ્વરને, તેમના રાજ્યને અને તેમના હેતુઓને કેન્દ્રસ્થાનમાં રાખવાનાં દ્રષ્ટિકોણમાં પરિવર્તિત કરવાની બાબતની માંગણી કરે છે. ત્યારપછી તમે સભાન થાઓ છો કે અરણ્યની અવસ્થા કેવળ તમારા વિષે નથી પરંતુ તે આંખોની સામે નજરે પડનાર બાબતો કરતા વિશેષ છે.
શાસ્ત્ર
About this Plan

અરણ્ય, જેમાં ઈસુનો અનુયાયી પોતાને અનિવાર્યપણે જોશે, તે સદંતર ખરાબ છે એવું નથી. તે ઈશ્વર સાથે પ્રભાવશાળી સમીપતા અને આપણા જીવનોમાં તેમના હેતુઓની વધારે સ્પષ્ટતા પ્રાપ્ત કરવાનું સ્થાન બની શકે છે. આ યોજના તમારા અરણ્યની ઋતુની અજાયબીને જોવા તમારી આંખોને ખોલવા કટિબધ્ધ છે.
More
આ યોજના પ્રદાન કરવા બદલ અમે Christine Jayakaran નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/christinejayakaran
સંબંધિત યોજનાઓ

Deuteronomy: A New Heart to Obey and Love | Video Devotional

Even in the Shadows: Living With Depression

The Creator’s Legacy: How to Make a Lasting Impact

Faith Over Feelings

The Bible | a 4-Day Skate Church Movement Devotional

Life of the Beloved

Sin | a 4-Day Skate Church Movement Devotional

Jesus Amplified: Explore the Depth of His Words

Admonishment: Love’s Hard Conversation
