અરણ્યની અજાયબીનમૂનો

અરણ્યની અજાયબી

DAY 1 OF 6

અરણ્યનો સામનો

અરણ્ય એક એવી ઋતુ છે જેમાંથી ઇસુનો દરેક અનુયાયી પોતાના જીવન દરમિયાન ઓછામાં ઓછું એકવાર પસાર થાય છે. તે એક એવો સમય છે જેમાં લાંબા ગાળાની પ્રતિક્ષાઓ, બંધ લાગતા દરવાજાઓના લાંબા ગાળાઓ અને વધારે પડતી નિરાશાનાં લક્ષણો નજરે પડે છે. તે એક એવી ઋતુ છે જે શિક્ષા નથી પરંતુ આગળ જે આવનાર છે તેની પૂર્વતૈયારી છે. ઈશ્વર ઇઝરાયેલીઓને ચાલીસ વર્ષની અરણ્યની યાત્રામાંથી લઇ ગયા કે જેમાં તેમનો દેખીતો હેતુ એક બંડખોર અને અવિશ્વાસી પેઢીની જનસંખ્યાને વિણી કાઢવાનો હતો. પ્રતિજ્ઞાનાં દેશમાં જવા માટેનો જે માર્ગ કેવળ દસ દિવસનો હતો તે ઈશ્વરે તેમના લોકોને માટે પ્રવાસ કરવા નક્કી કરેલ ચાલીસ વર્ષનો માર્ગ બની ગયો. અરણ્યની તેઓની યાત્રા દરમિયાન ઈશ્વર તેઓથી કદીયે દૂર થયાં નહિ પરંતુ તે ત્યાં જ તેઓની બાજુમાં અને તેઓની મધ્યે હતા. તે હજીયે મૂસા અને તેમના પછી યહોશુઆની મારફતે નિકટતાથી વાતચીત કરતા હતા. તે તેઓના દૈનિક જીવનોમાં

સક્રિયતાથી સામેલ હતા અને તેમના પ્રત્યેના તેઓના અવિરત સમર્પણમાં સમાનતાથી રોકાયેલા હતા.

અરણ્યની સમસ્યા એ છે કે તે કઠોર અને અવિરત દુકાળની પરિસ્થિતિઓ જેવી અંતહીન લાગી શકે છે. તે સમયે સંબંધોમાં સંઘર્ષો ચાલતા હોય, સામાન્ય કરતા વધારે આર્થિક બોજ વધતો જતો હોય, અને નિરાશા અને હતાશા પળેપળ તમારો પીછો છોડયા વિના હાજર હોય એવા સમયે તમારું સ્વાસ્થ્ય પણ કઠણ અને અસ્થિર લાગતું હોય છે. તમારી પોતાની અરણ્યનાં જેવી સ્થિતિને જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખબર પડશે કે ખામોશીઓમાં કે તમારી તીવ્ર કસોટીઓમાં પણ ઈશ્વર ગેરહાજર નથી પરંતુ જયારે તમને લાગે કે તમે કચડાઈ ગયા છો ત્યારે પણ તે તમારી સાથે રહે છે અને તમને નિભાવી રાખે છે. જયારે તે કહે છે, “હું તમને કદીયે છોડીશ નહિ કે તમને ત્યજીશ નહિ” ત્યારે તે તેમના વચનને વળગી રહે છે.

તમારાં અરણ્યરૂપી ટનલનાં બીજા છેવાડે તમે અજવાળું જોવા અસમર્થ હોય એવું બની શકે પરંતુ તમે એક વાતની ખાતરી રાખી શકો છો કે જગતનો પ્રકાશ તમારા માર્ગમાં ડગલે ને પગલે તમારી સાથે યાત્રા કરે છે. તમારાસૌથી એકલવાયા પળમાં તમે તેમનાં હૃદયનાં ધબકારાઓને સાંભળી શકશો. તમારી આસપાસ વાવાઝોડુ ફૂંકાય ત્યારે તેમની અનુપમ શક્તિનો તમે અનુભવ કરશો. તમારા સૌથી ભારે માનસિક દુ:ખાવાઓ અને હતાશાની મધ્યે તમે તેમની ભલાઈને જોઈ શકશો.

એ માટે નિરાશામાં ગરકાવ થશો નહિ. જયારે તમે પોતાને અરણ્યમાં જુઓ ત્યારે, સર્વના પ્રભુને પોકારો. તે પહાડો, ખીણો, અરણ્ય અને બગીચાઓનાં ઈશ્વર છે. તમને કોમળતાથી અને પ્રેમથી દોરવણી આપીને આગલા પડાવમાં લઇ જવાની સાથે તમારા વર્તમાન ઋતુને અર્થપૂર્ણ રીતે સમજવામાં તે તમને મદદ કરશે.

શાસ્ત્ર

About this Plan

અરણ્યની અજાયબી

અરણ્ય, જેમાં ઈસુનો અનુયાયી પોતાને અનિવાર્યપણે જોશે, તે સદંતર ખરાબ છે એવું નથી. તે ઈશ્વર સાથે પ્રભાવશાળી સમીપતા અને આપણા જીવનોમાં તેમના હેતુઓની વધારે સ્પષ્ટતા પ્રાપ્ત કરવાનું સ્થાન બની શકે છે. આ યોજના તમારા અરણ્યની ઋતુની અજાયબીને જોવા તમારી આંખોને ખોલવા કટિબધ્ધ છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે Christine Jayakaran નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/christinejayakaran