અરણ્યની અજાયબીનમૂનો

અરણ્યની અજાયબી

DAY 2 OF 6

તમારાં હૃદયને ભટકવા ન દો

ગીતકર્તા ઈશ્વરની પાસે એક રસપ્રદ માંગણી કરે છે. તે ઈશ્વરની પાસે યાચના કરે છે કે “તે તેના હૃદયને તેમના નામનું ભય રાખવાને એકાગ્ર કરે.” તેમનું હૃદય અમુક વખતે હબકી જાય છે અને અમુકવાર ભૂલી જવાને લીધે ભ્રમિત થઇ જાય છે તે જો તે જાણતો ન હોત તો શા માટે તે આવી માંગણી કરત ! મને પૂરી ખાતરી છે કે તમે સઘળાં મારી સાથે સહમત થશો કે આપણા બધાંનાં હૃદયોમાં એના જેવી જ સમસ્યા છે. જયારે તેમણે આપણા હૃદયો જન્મજાત કપટી હોવા અંગે સંબોધન કર્યું ત્યારેપ્રબોધક યર્મિયાએ તે સમસ્યાને આપણા માટે હજુ વધારે ખરાબ કરી નાંખી. આદત

મુજબ આપણે બીજાઓને જૂઠું બોલતા હોય અને આપણે જોઈએ છીએ કે આપણા હૃદયો તે જૂઠાણાઓમાં વિશ્વાસ કરતા થઇ જાય છે. એક બાજુએ આપણે બીજાઓને જૂઠું ન બોલતા હોય પરંતુ આપણે પોતાને જૂઠું બોલતા હોય છે.

અરણ્યની અવસ્થા આપણા ભ્રમિત હૃદયોને હજુ વધારે ઉંચાઈએ લઇ જતા હોય એવું લાગે છે. આપણી રીતે કશું જ થતું નથી તેને માટે પ્રભુને ધન્યવાદ હો, આપણે આપણી લાગણીઓને અનુસરીને આપણા હૃદયોની સાથે ઓટોમેટિક મોડમાં સરકી જવા ટેવાયેલા છીએ. ભાવનાઓ સૂચકો તરીકે સારી છે પરંતુ હંકારનાર તરીકે સારી નથી. જો આપણા હૃદયો આપણી ભાવનાઓથી સંચાલિત થતી હોય તો, ઈશ્વર આપણી સુરક્ષા કરો. આપણા હૃદયો આપણા આવેગ, હેત, ભાવનાઓ અને લાગણીઓના કેન્દ્ર છે. જયારે વારંવાર આપણે નિષ્ફળતાઓ અને સંઘર્ષોથી ઘેરાઈએ ત્યારે આપણા હૃદયો જૂની ટેવો અને વિચારસરણીઓમાં ફરીથી સરી જવા ટેવાયેલા છે. આપણે જેના વિષે દ્રઢ અને મક્કમ લાગતા હતા તેઓના વિષયમાં હવે આપણે બરતરફ કરનારા બની જઈએ છીએ. આપણે હવે “એ તો ચાલ્યા કરે”નાં વલણ સાથે જીવવા શરૂ કરીએ છીએ. ખ્રિસ્તનાં અનુયાયી તરીકે આ બાબત આપણા માટે જોખમી નીવડી શકે છે કારણ કે આપણે તેમના સાચા શિષ્યો થવાની ઈચ્છા રાખીએ છીએ.

આપણા હૃદયને ભ્રમિત થતાં અટકાવવાની એક રીત પૂર્ણ ખંતથી તેની સુરક્ષા કરવાની રીત છે. તેનો અર્થ છે કે આપણી વારંવારની નિરાશાઓની મધ્યમાં આપણી લાગણીઓ કઈ દિશામાં જઈ રહી છે તે જોવા આપણે ઈરાદાપૂર્વક જાગૃત રહીએ છીએ. આ બાબત આપણા હહૃદયોનાં ઈરાદાઓ, એજેન્ડાઓ અને રુચિઓ અંગે તપાસ રાખવાના શિસ્તની માંગણી કરે છે. આ સઘળું કરવું મહત્વનું છે કારણ કે આપણા હૃદયોની સ્થિતિ આપણા જીવનની દિશાને નિર્ધારિત કરે છે. અરણ્યની ઋતુ એક એવી ઋતુ છે જે આપણા હૃદયમાં રીબુટ કરે છે કે જેથી જે સઘળી બાબતોએ ઈશ્વરના સ્થાનને લઇ લીધું છે તેઓના સ્થાને ઈશ્વરનો ઊંડો પ્રેમ સ્થાપિત કરવામાં આવે છે. જેમ મૂસાએ લોકોને વારંવાર આજ્ઞા આપી હતી તેમ આપણા જીવનોમાં આજે અને દરરોજ ઈસુને આપણે મોઢામોઢ જોઈશું તે દિવસ સુધી “આપણા પૂરાં હૃદયથી, મનથી, આત્માથી અને બળથી” ઈશ્વરને પ્રેમ કરવાની પસંદગી આપણે કરવી પડશે.

About this Plan

અરણ્યની અજાયબી

અરણ્ય, જેમાં ઈસુનો અનુયાયી પોતાને અનિવાર્યપણે જોશે, તે સદંતર ખરાબ છે એવું નથી. તે ઈશ્વર સાથે પ્રભાવશાળી સમીપતા અને આપણા જીવનોમાં તેમના હેતુઓની વધારે સ્પષ્ટતા પ્રાપ્ત કરવાનું સ્થાન બની શકે છે. આ યોજના તમારા અરણ્યની ઋતુની અજાયબીને જોવા તમારી આંખોને ખોલવા કટિબધ્ધ છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે Christine Jayakaran નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.instagram.com/christinejayakaran