BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકનમૂનો

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

DAY 10 OF 20

ઈસુ યરુશાલેમ જવા માટે નીકળે છે, ત્યારે તે માર્ગમાં જ્યાં રોકાવાનું આયોજન કરે છે, તે દરેક શહેરમાં તેમના શિષ્યોને મોકલે છે, જેથી તેઓ દરેક શહેરને તૈયાર કરી શકે. તેઓ સામાન કે નાણાંની થેલી લીધા વિના મુસાફરી કરે છે, અને તેઓ સાજાપણાના સામર્થ્યથી તથા ઈશ્વરના રાજ્યના સંદેશથી સુસજ્જ થઇને જાય છે. એ વાત આપણને બતાવે છે કે ઈસુના અનુયાયીઓ આ જગતમાં ઈશ્વરના કાર્યમાં સક્રિય રીતે સહભાગી છે. ઈસુ ઈશ્વરના રાજ્યની સુવાર્તા આપે છે અને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓ તેને પ્રાપ્ત કરે છે એટલું જ નહિ, પરંતુ બીજાઓને પણ વહેંચે છે. આ તો ઈશ્વરના રાજ્યની રીત છે. એ તો આ જગતમાંથી અધિકાર અને સંપત્તિ એકઠી કરવા વિશે નહિ, પણ આ જગતનું ભલું કરવા માટે સ્વર્ગની જોગવાઈ પ્રાપ્ત કરવા સાથે સંબંધિત છે. તેથી આ વિભાગમાં લૂક ઈશ્વરની જોગવાઈઓ પર વિશ્વાસ કરવા વિશેના ઈસુના ઘણાં શિક્ષણોની નોંધ કરે છે. ઈસુ પ્રાર્થના, સંસાધનોનો પ્રબંધ અને અનહદ ઉદારતા વિશેનું શિક્ષણ આપે છે. તેમના શિક્ષણના પ્રતિભાવમાં ગરીબો અને પીડિતો ઉજવણી કરે છે. પણ ઈસુને તેમની લાલચું જીવનશૈલીને સુધારતા સાંભળીને ધાર્મિક આગેવાનો ગુસ્સે થાય છે, અને ઈસુ વિરુદ્ધ કાવતરું રચવાની શરૂઆત કરે છે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

•ઈસુએ આપેલ દ્રષ્ટાંતમાં જે વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો હતો, તે યરુશાલેમથી યરેખો જઈ રહ્યો હતો, તેથી શ્રોતાઓએ એવું માની લીધું કે તે ઈઝરાયલની રાજધાનીનો વતની છે, અને તેથી યહૂદી છે. યહૂદી ધાર્મિક આગેવાનો - જેમની પાસેથી તમે એવી અપેક્ષા રાખો કે તેઓ તે વ્યક્તિને મદદ કરશે, તેમણે તેની અવગણના કરી. આ ઘવાયેલ યહૂદીને મદદ કરનાર એકમાત્ર વ્યક્તિ તો સમરૂની હતો (10:25-31)

• યહૂદીઓ સમરૂનીઓને ધિક્કારતા હતાં એમ જાણતાં હોવા છતાં, ઈસુ શા માટે આ વાત જણાવે છે? "તમારા પડોશીઓને પ્રેમ કરો" તેના અર્થ વિશેની આ વાત તમારી સમજણના વ્યાપને કેવી રીતે વિસ્તૃત કરે છે?


• તમારો તિરસ્કાર કરનાર એવી કોઇ વ્યક્તિ છે, જે જરૂરીયાતમંદ છે? તમે એવું શું પ્રાપ્ત કર્યું છે, જેને તમે વહેંચી શકો? આ અઠવાડિયે તમારા પડોશીને મદદ કરવા માટે અને તેના તરફ દયાભાવ દાખવવા માટે તમે કયું વ્યવહારુ પગલું લઇ શકો છો?


ઈશ્વરનું રાજ્ય તો સ્વર્ગની ઉદાર જોગવાઈ પ્રાપ્ત કરવા સાથે સંબંધિત છે, જેથી તમે બીજાઓને ઉદારતાપૂર્વક પૂરું પાડી શકો. તેથી ઈસુના અનુયાયીઓને દરેક બેધ્યાન કરનારી બાબતોને મૂકી દઇને એવો ભરોસો (10:42) કરવાનું તેડું આપવામાં આવ્યું છે, કે ઈશ્વર જરૂરિયાતો પૂરી પાડનાર છે, અને પોતાનાં બાળકોને સારાં દાનો કેવી રીતે આપવા તે જાણે છે (11:1-13). એ વાત પર ધ્યાન આપો કે ઈસુ સમજાવે છે કે ઈશ્વરનું એ સારું દાન તો પવિત્ર આત્મા છે (11:13) અને એ દાન બીજાઓને વહેંચવા માટે છે (11:5-6).

• તમારી સાથે ક્યારેય એવું થયું છે, કે તમે ઈશ્વર પાસે કોઇ ચોક્કસ માંગણી કરી હોય, અને તેના બદલે કંઈક બીજું જ મળ્યું હોય? કેવી રીતે ઈશ્વરનો જવાબ તમારા જીવનમાં પવિત્ર આત્માની મદદ, દિલાસો અને શિક્ષણ લાવ્યો છે? કેવી રીતે ઈશ્વરે તમારી જરૂરિયાત સંતોષીને તમને તમારી આસપાસના લોકોને અનપેક્ષિત રીતે તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટેસક્ષમ બનાવ્યા છે?

• તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. પ્રભુના પ્રેરણાદાયી આશ્ચર્ય માટે પ્રભુ સાથે વાત કરો. તમારી નિરાશાઓ વિશે પ્રામાણિકપણે પ્રભુને જણાવો. આ અઠવાડિયે ઈશ્વરની દયા બીજા લોકોને વહેંચવા માટે તમારે જેની જરૂર છે તે માટે પ્રભુને પ્રાર્થના કરો.

શાસ્ત્ર

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleproject.com/Gujarati/