ખ્રિસ્તનું અનુકરણ 预览

તમારાં પૂરા મનથી તેમનું અનુકરણ કરો
આજના સૌથી વધારે પ્રભાવી રોગો આપણા મનોની સાથે જોડાયેલા છે. આજના દિવસોમાં માનસિક સ્વાસ્થ્ય ભયાનક હુમલાઓથી ભરેલું છે અને એટલા માટે આપણા વિચારો અને વિચારશૈલીઓને પુનઃસ્થાપિત કરવા માટે સમયાંતરે આપણા મનોને નવીન કરવું આવશ્યક છે. ખ્રિસ્તનું અનુકરણ કરવા માટે સમર્પિત થયેલ મન એક હોવું જોઈએ,જે તેમના થકી બદલાણ પામવા માટે ખુલ્લું મોકાયેલું હોય. આપણે મનનાં બ્લોકસ વિષે સાંભળ્યું છે જેમાં આપણી પાસે અમુક ચોક્કસ પ્રકારના લોકોનાં, સંસ્કૃતિઓના અને સંજોગોના મતો અને વિચારો હોય છે. ઈસુના અનુયાયી માટે પ્રેમ અને એકતાનું જીવન જીવવા માટે આ પ્રકારના મનનાં બ્લોકસ હોવું ઘણું ઘાતક નીવડી શકે છે. એટલા માટે ઈશ્વરની વિચારધારાઓમાં જીવન જીવવા માટે લોકો અને સંજોગોને લગતા આપણા વિચારોને ઈશ્વર બદલે એવી અનુમતિ આપવું જોઈએ. ખ્રિસ્તનું અનુકરણ કરવા માટે આપણી પાસે ખ્રિસ્તનું મન હોવું આવશ્યક છે જે પવિત્ર આત્માની મારફતે સતત રૂપાંતરિત થતું જાય છે. આપણા મનો આપણા હ્રુદયોના ખંતને અને ભાવનાઓને મોટેભાગે બહાર કાઢી લાવે છે. એટલા માટે મનનું નવિનીકરણ થવું જરૂરી છે કે જેથી જૂનું,બિનજરૂરી અને નુકસાનકારક વિચારોની શૈલીને બદલી કાઢવામાં આવે.
ઈસુના શિષ્યો હોવાને લીધે આપણે જે બીજી એક સમસ્યાનો સામનો કરીએ છીએ તે આ છે કે આપણા મનો એવા તર્કને પેદા કરે છે કે જે સારામાં સારાં અને સુરક્ષિત પણ લાગે છે પરંતુ તેઓ ઈશ્વરને સીમિત કરતા હોય છે. આપણા પૈસા,નિપુણતા, નેટવર્ક, સ્વાસ્થ્ય વગેરે બાબતોનો અભાવ આપણું એવું ધ્યાન બની જાય છે કે જેમાં આપણે વિશ્વાસ કરવાની પસંદગી કરતા નથી કે ઈશ્વર જે કરવા ચાહે છે તે પોતે કરી શકે છે. મનને નવું કરવાની બાબત ડરને નહિ પણ વિશ્વાસને માર્ગ કરી આપવાની બાબતનો સમાવેશ કરે છે !
નવીનીકરણ અને પુનઃસ્થાપના કરનાર એજન્ટ પવિત્ર આત્મા છે. તે આપણા જીવનની દરેક સ્થિતિઓમાં કામ કરે છે જે જેથી આપણા વૈચારિક જીવનને તે આકાર આપી શકે. શું તમે તમારાં મનમાં કામ કરવા માટે તેમને આમંત્રિત કરશો કે જેથી તમે ઈસુની માફક વિચારવાનું શરૂ કરો ?
ઘોષણા: ખ્રિસ્તની મારફતે મારું મન નવિનીકરણ અને પુનઃસ્થાપના પામ્યું છે.
读经计划介绍

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.
More