સમર્પણ预览

કારભારીપણામાં વિશ્વાસુ રહેવાનું સમર્પણ
આપણી ફરજ તો આપણા સ્વર્ગીય પિતાએ આપણને આપેલા કૃપાદાનો, તાલંતો અને શ્રોતોના
ખંતથી અને સભાનપણે સારા કારભારી બનવાની છે.
વિશ્વાસુ કારભારી તરીકેનું આપણું સમર્પણ તો ઈસુ રાજાના સન્માન અને તેમના રાજ્યને
આગળ વધારવા માટે આપણા સમય, ક્ષમતાઓ અને નાણાંનો ઈરાદાપૂર્વક યોગ્ય ઉપયોગ
કરવાનું છે.
વચનો કારભારીપણાના મહત્વને દર્શાવે છે, ઈસુએ પોતે એવા દ્રષ્ટાંતો કહ્યા હતા, જે વિશ્વાસુ
અને જ્ઞાનપૂર્વકના કારભારી બનવાના મહત્વ વિષે જણાવે છે (માથ્થી 25:14-30).
ઈસુ રાજાના બાળકો તરીકે આપણને આપણા અનુપમ તાલંતો અને યોગ્યતાઓ દ્વારા આપણા
જીવનના દરેક ક્ષેત્રોમાં ઈસુને માન આપવા અને ઈસુને જ ઊંચા ઉઠાવવા માટે બોલાવવામાં
આવ્યા છે.
આપણે આપણા કાર્યોમાં ખંત અને શ્રેષ્ઠતા બતાવવાના જ છે (1 પિતરનો પત્ર 4:10,
કલોસ્સીઓને પત્ર 3:23, નીતિવચનો 3:27).
સૌથી વિશેષ તો આપણને એ વાતને ધ્યાનમાં રાખીને આપણી નાણાંકીય બાબતોમાં વિશ્વાસુ
રહેવાનું કહેવામાં આવ્યું છે કે આપણી પાસે જે કંઈ છે તે ઈશ્વરનું છે, અને જરૂરિયાતમંદ
લોકોને આપણે ઉદરતાથી આપવાનું છે.
વિશ્વાસુ કારભારી તરીકે આપણું સમર્પણ તો આપણી ભૌતિક સંપત્તિથી શરૂ થાય છે અને
આપણા કાર્યો તથા વલણો સુધી વિસ્તરે છે.
આપણને આપણા શબ્દોનો કાળજીપૂર્વક રીતે ઉપયોગ કરવાનું, નિંદા કરવાનું ટાળવાનું અને
શાંત રહેવાનું તથા પોતપોતાનાં કામ પોતાને હાથે કરવાનું કહેવામાં આવ્યું છે (નીતિવચનો
16:28, 1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:11).
આપણે જે કંઈ કરીએ તે પ્રભુને માટે કરવાનું છે, અને આપણા પ્રભુની ભક્તિના કાર્ય તરીકે
આપણા શ્રેષ્ઠ પ્રયત્નો કરવાના છે (કલોસ્સીઓને પત્ર 3:23).
વિશ્વાસુ કારભારી તરીકેના આપણા અતૂટ સમર્પણ દ્વારા આપણે ઈશ્વરની જોગવાઈઓ માટે
ઈશ્વરનો આદર કરીએ છીએ, ઈશ્વરના શિક્ષણ પ્રત્યે આધીનતા બતાવીએ છીએ અને અંતે
ઈસુના નામને મહિમા આપીએ છીએ.
读经计划介绍

શબ્દકોષમાં સમર્પણ શબ્દની વ્યાખ્યા એવી છે કે, “કોઈ કારણ, પ્રવૃત્તિ કે સંબંધ પ્રત્યે સમર્પિત રહેવાની સ્થિતિ કે ગુણવત્તા.” ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, આપણને સમર્પિત જીવનો જીવવાનું તેડું આપવામાં આવ્યું છે. સમર્પણ એક એવું સમર્થ દબાણ છે જે આપણને ઈશ્વર પ્રત્યે નિષ્ઠા, સહનશીલતા અને ઉત્સાહ રાખવામાં દોરે છે.
More