મહાન આદેશ预览

જવાનો આદેશ.... પણ ક્યાં જવાનું છે?
ઘણીવાર આપણે દૂરના દેશોમાં જવાના એક ભવ્ય પ્રયત્ન સાથે મહાન આદેશને
પૂરો કરવાની કલ્પના કરીએ છીએ. કેટલાક લોકો માટે એ સાચું હોઈ શકે, પણ બધા
માટે નહિ, આપણને જે ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે એ જ આપણું મિશન ક્ષેત્ર છે.
ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવાના તેડામાં આપણી આસપાસના પડોશીઓનો
સમાવેશ થાય છે, જેમની સાથે આપણે દરરોજ વાતચીત કરીએ છીએ, અને દરરોજ
વ્યક્તિગત રીતે જેમની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એવા લોકોનો સમાવેશ
થાય છે.
આખું જગત આપણું મિશન ક્ષેત્ર છે, અને મિશન ક્ષેત્રને શોધવા માટે આપણે કઠિન
મુસાફરી કરવાની જરૂર નથી.
આપણે અત્યારે જ્યાં છીએ એ સ્થળ જ આપણું મિશન ક્ષેત્ર હોઈ શકે છે.
દરેક સામાન્ય ક્ષણ ઈશ્વરના રાજ્યની સમર્થ અસર ઉપજાવવા માટેની એક
અસાધારણ ક્ષણ હોઈ શકે છે એ સત્યને વળગી રહો.
આપણા ઘરના દરવાજાની બહાર, આપણે દરરોજ જે લોકોને મળીએ છીએ તેમના
પરિચિત ચહેરાઓમાં આપણું મિશન ક્ષેત્ર આપણી રાહ જોઈ રહ્યું છે.
વિશ્વાસથી પવિત્ર આત્માના માર્ગદર્શનમાં, પ્રેમથી ભરપૂર થઈને આપણે જે જગ્યાએ
હોઈએ છીએ તે જગ્યાએ ઈસુને જણાવવા માટે આગળ વધો.
2 કરિંથીઓને પત્ર 5:20:
“એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ, અમે
ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.”
આપણને દરેક વ્યક્તિઓ સાથે, દરેક દેશના લોકોને અને દરેક ઘરોમાં ખ્રિસ્તનો પ્રેમ
અને સત્ય વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવો, આપણે અનુકંપા અને
હેતુ સાથે આ આદેશને પૂરો કરવાનો પ્રત્યુત્તર આપીએ. આપણે આ મહાન આદેશને
પૂરો કરીએ છીએ ત્યારે આપણે આ જગતમાં તારણ અને રૂપાંતર લાવવાની
ઈશ્વરની સનાતન યોજનામાં સહભાગી થઈશું એ જાણીને પ્રેમથી આ આદેશ પૂરો
કરીએ.
读经计划介绍

“મહાન આદેશ” વિષય પરની બાઈબલ વાંચનની યોજનામાં આપનું સ્વાગત છે, જે ખ્રિસ્તના દરેક શિષ્યને આગળ વધવા અને બધાને ખ્રિસ્તના પ્રેમને ઓળખવા માટે મૂકવામાં આવેલા દિવ્ય આદેશનું અન્વેષણ છે. બાઈબલ વાંચનની આ ત્રણ દિવસની યોજનામાં આપણે ઈશ્વરે આપેલા વ્યક્તિગત અને સામૂહિક આદેશને સ્વીકારવાના ગહન મહત્વનો અભ્યાસ કરીશું.
More