મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સનમૂનો

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

DAY 3 OF 4

સફળતા

જયારે ડરનો સામનો વિશ્વાસ સાથે થાય છે“પણ જયારે તેમણે પવનને જોયો ત્યારે તે ડરી ગયા અને ડૂબવા લાગ્યા, ત્યારે તેમણે બૂમ પાડી, “પ્રભુ મને બચાવો !” આ મહત્વની ઘટના આપણને ડર અને વિશ્વાસ વિષે નક્કર બાબત શીખવે છે. ધ્યાન આપો કે અહીં પવન અચાનક ભારે થવા લાગ્યો ન હતો પરંતુ સરળ શબ્દોમાં કહીએ તો ઈસુને બદલે પિતર પવનના વિષયમાં વધારે સભાન થઇ ગયા હતા.

“જોયો” શબ્દ મૂળ ભાષામાં કેવળ આંખોથી જોવા કરતા વધારે ઊંડા અર્થને સૂચવે છે; તે સૂચવે છે કે પિતર પવનને ધ્યાનમાં લેવા, ચિંતન કરવા અને તેના પર વધારે ભાર મૂકવા લાગ્યા. એકાગ્રતામાં આવેલ આ ફેરફારે તરત કેટલાંક પરિણામો પેદા કર્યા: વિશ્વાસને બદલે ડર આવ્યો, અને ચાલવાને બદલે ડૂબવા લાગ્યો.

પણ પિતરનાં ડૂબતી વેળાએ પણ એક સુંદર બાબત બની છે. તેમણે કરેલ પોકાર, “પ્રભુ, મને બચાવો !” ગુજરાતીમાં માત્ર ત્રણ શબ્દો છે (પણ ગ્રીકમાં તો તેનાથી પણ ઓછાં છે), પણ તે શબ્દો દર્શાવે છે કે તેમના આ કપરાં સંજોગમાં ક્યાં જવું તે પિતર ખરેખર જાણતા હતા. પ્રાર્થનાનાં તેમના થોડા શબ્દો આપણને યાદ અપાવે છે કે વિહવળ સંજોગોમાં સુંદર શબ્દોની ગોઠવણી જરૂરી નથી, પણ ઇસુ તરફ ફરનાર ખરું દિલ જરૂરી છે.

પ્રાર્થના વિષયો:ક્યા ડર તમને પાછળ ધકેલી રાખે છે ?જયારે તમે ડૂબવા લાગો છો ત્યારે કેટલા ઝડપથી તમે ઈસુને પોકારો છો ?પળોએ તમારા વિશ્વાસને મજબૂત કરવા ઈશ્વરને અરજ કરો.તમે ક્યારે ડૂબવા લાગો છો તે ઓળખી કાઢવામાં ઈશ્વર તમને મદદ કરે એવી પ્રાર્થના કરો.

પ્રાયોગિક મહાવરો:ડર – વિશ્વાસને માપવું:

૧. બે ખાના બનાવો:

ડરનું ખાનું: તમારા વર્તમાન ડરોનું લીસ્ટ બનાવો.વિશ્વાસનું ખાનું: ઈશ્વરના વચનમાંથી એક સત્ય લખો જે દરેક ડરનો સામનો કરે છે.

૨. આ લીસ્ટને આખો દિવસ તમારી સામે રાખો.

મનન કરવાના પ્રશ્નો:

તેમને બચાવતા પહેલા ઈસુએ શા માટે પિતરને થોડા ડૂબવા દીધા ?પિતરનાં પોકારને ઈસુએ તરત આપેલ પ્રતિભાવ પરથી આપણે શું શીખી શકીએ છીએ ?તમારા વિશ્વાસને મજબૂત કરવા તમારા ભૂતકાળનાં ડરનો ઈશ્વરે કઈ રીતે ઉપયોગ કર્યો છે ?

About this Plan

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

"મને આજ્ઞા આપો." આ ત્રણ શબ્દોએ પિતરના જીવનને બદલીને તેમને તોફાનગ્રસ્ત હોડીમાંથી ઇસુની તરફ પગલા ભરાવવા પ્રેર્યા. માથ્થી ૧૪:૨૮-૩૩ પર આધારિત આ ૪-દિવસીય શાંતમનન વિશ્વાસ, એકાગ્રતા અને વિજયના મહત્ત્વપૂર્ણ સત્યોને ઉજાગર કરે છે. તે તમને ઇસુના તેડાને ઓળખવામાં, વિશ્વાસથી ડર પર વિજય મેળવવામાં અને તેમના પર અડગ નજર રાખવામાં મદદ કરશે. તમે હોડીના કિનારે હોવ કે પાણી પર ચાલવાનું શીખી રહ્યાં હોવ, જુઓ કે શું થાય છે જ્યારે સાધારણ વિશ્વાસીઓ સાહસપૂર્વક કહે છે, "મને આજ્ઞા આપો."

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે Zero નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.zeroconferences.com/india