મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સનમૂનો

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

DAY 1 OF 4

પગલાં ભરવા “મને આજ્ઞા આપો” કહેવાની હિંમત

શું તમે ક્યારેય નિરીક્ષણ કર્યું છે કે પિતરની વિનંતી અમુક હદે અલૌકિક હતી ? તોફાનની મધ્યે, જયારે બીજા લોકો તેઓની હોડીમાં સલામત રહેવા પોતપોતાની રીતે કશાકને સજ્જડ પકડીને બેઠા હતા ત્યારે પિતરે કશુંક ભિન્ન રીતે જોયું. તેમણે ઈસુને મળવા માટેની એક એવી તક જોઈ જે કુદરતી નિયમો અને માનવીય તર્કથી તદ્દન વિપરીત જનાર હતી.

“પ્રભુ, જો એ તમે હોય તો,” પિતરે કહ્યું, “પાણી પર ચાલીને તમારી પાસે આવવા મને આજ્ઞા આપો.” આ શબ્દો વિશ્વાસથી પગલાં ભરવા અંગેના ત્રણ શક્તિશાળી પાસાંઓને પ્રગટ કરે છે:

ઓળખાણ (“જો એ તમે હોય તો”) - પિતરે ઈસુની ઉપસ્થિતિની ખાતરી કરવા કોશિષ કરી.સમર્પણ (“આજ્ઞા આપો”) - તેમણે ઈસુના અધિકાર હેઠળ પોતાને મૂક્યો.દિશા (“તમારી પાસે આવવા”) – તેમના વિશ્વાસનાં પગલાંના સ્પષ્ટ હેતુ અને ગંતવ્યસ્થાન હતા.

વિચાર કરો: પિતરે ઈસુને તેમની પાસે આવવા કહ્યું ન હતું. તેમણે કોઈ અલગ પ્રકારનો ચમત્કાર કરવા વિનંતી કરી ન હતી. તેમણે અસંભવ સ્થિતિને માટે આજ્ઞા આપવામાં આવે એવી વિનંતી કરી કારણ કે કોઈક નક્કર બાબતને તે સમજી ગયા હતા એટલે કે ઈસુની પાસે હોવા જોખમ ઉઠાવવું પડશે.

પ્રાર્થના વિષયો:તમારા જીવનના કયા ક્ષેત્રોમાં ઇસુ “આવ” કહી રહ્યા છે ?સુવિધાજનક કઈ હોડીને છોડવા તમને કહેવામાં આવી રહ્યા છે ?આજ્ઞાપાલન કરતા પહેલા શું તમે સંપૂર્ણ સંજોગો આવે તેની રાહ જોઈ રહ્યા છો ?તમને ખચકાટ લાગતો હોય એવા ક્ષેત્રોમાં “મને આજ્ઞા આપો” કહેવાની હિંમત આપવા પ્રાર્થના કરો.

વ્યક્તિગત લાગુકરણ:તમારી પોતાની “મને આજ્ઞા આપો” પ્રાર્થના લખો. તે આ મુજબના વિષયો અંગે સચોટ રહો:જે સુવિધાજનક “હોડી”માં તમે હાલમાં છો તેના વિષેજે “પાણી” પર ઇસુ તમને ચાલવા બોલાવે છે તેના વિષેતમારે પ્રભુત્વ કરવાનું છે તે ડર વિષેતમારે ભરવાનું પ્રથમ પગલું

મનન કરવાના પ્રશ્નો:ઈસુને પિતરે આપેલ ત્વરિત પ્રતિભાવ તમને કયો પડકાર આપે છે ? બીજા શિષ્યો હોડીમાં કેમ બેસી રહ્યા હશે ? તમારા વિચાર જણાવો.ઈશ્વરે તમને આપેલ તેડા પ્રત્યેનો તમારો પ્રતિભાવ પિતરની સાથે કઈ રીતે સરખામણી કરે છે ?

About this Plan

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

"મને આજ્ઞા આપો." આ ત્રણ શબ્દોએ પિતરના જીવનને બદલીને તેમને તોફાનગ્રસ્ત હોડીમાંથી ઇસુની તરફ પગલા ભરાવવા પ્રેર્યા. માથ્થી ૧૪:૨૮-૩૩ પર આધારિત આ ૪-દિવસીય શાંતમનન વિશ્વાસ, એકાગ્રતા અને વિજયના મહત્ત્વપૂર્ણ સત્યોને ઉજાગર કરે છે. તે તમને ઇસુના તેડાને ઓળખવામાં, વિશ્વાસથી ડર પર વિજય મેળવવામાં અને તેમના પર અડગ નજર રાખવામાં મદદ કરશે. તમે હોડીના કિનારે હોવ કે પાણી પર ચાલવાનું શીખી રહ્યાં હોવ, જુઓ કે શું થાય છે જ્યારે સાધારણ વિશ્વાસીઓ સાહસપૂર્વક કહે છે, "મને આજ્ઞા આપો."

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે Zero નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.zeroconferences.com/india