સમર્પણનમૂનો

સમર્પણ

DAY 3 OF 3

ઈસુ પ્રત્યેનું સમર્પણ

ઈસુ પ્રત્યેનું આપણું સમર્પણ આપણા દરેક પ્રકારના બીજા સમર્પણોમાં પાયાનું કામ કરે છે.

આપણે ઈસુ પ્રત્યે આપણી જાતનું સમર્પણ કરીએ છીએ, અને બદલામાં ઈસુ આપણને આપણા

બીજા સમર્પણોને પૂરાં કરવાનું બળ આપે છે.

આપણને આપણા હ્રદય, જીવ, મન અને બળથી – એટલે કે આપણા પૂરા અસ્તિત્વથી અને

પૂરા હ્રદયથી ઈસુને પ્રેમ કરવા માટે બોલાવવામાં આવ્યા છે – અને એમ કરવા માટે

આપણને બળ આપવામાં આવ્યું છે, કેમ કે પ્રથમ ઈસુએ આપણા પર પ્રેમ કર્યો છે. આપણા

પ્રત્યેના ઈસુના પ્રેમને સમજવાથી ઈસુને પ્રેમ કરવામાં અને આપણી જાતનું સમર્પણ કરવામાં

સરળતા પ્રાપ્ત થાય છે, કેમ કે ઈસુ સ્વભાવિક રીતે પ્રેમાળ છે.

ઈસુને સમર્પિત રહેવા માટે આપણે સ્વેચ્છાએ આપણા જીવનની દરેક ક્ષણોનું પ્રભુને સમર્પણ

કરીએ છીએ. આપણે ઈરાદાપૂર્વક રીતે આપણા દિવસના દરેક ભાગોમાં ઈસુનો સમાવેશ

કરીએ છીએ, તેમની હાજરીથી સતત વાકેફ રહીએ છીએ અને બદલામાં તેમને આપણી

હાજરીની કિંમતી ભેટ આપીએ છીએ, જેની તે ઝંખના કરે છે.

સમર્પણના સ્તર હોતા નથી; તે પૂરા હ્રદયથી જ હોવું જોઈએ; સમર્પણ “પૂરેપૂરું” જ હોવું

જોઈએ. સત્ય તો એ છે કે ઈશ્વરે પોતાની જાતને પૂરેપૂરી રીતે આપણા માટે સમર્પિત કરી છે.

ઈશ્વર આપણા માટે છે, આપણી વિરોધમાં નથી. તેમણે આપણને ક્યારેય તજી ન દેવાનું

વચન આપ્યું છે; તે આપણી સાથે રહે છે. તે આપણી ઈચ્છા કરે છે અને તે આપણને ચાહે છે.

આ બ્રહ્માંડના બનાવનાર, રાજાઓના રાજા આપણી સાથે સંબંધ રાખવાની ઈચ્છા રાખે છે એ

સત્ય ખરેખર સુંદર છે. તે એક અગમ્ય અને સમજી ન શકાય એવી ભેટ છે, છતાં આપણે

ઘણીવાર તેને સાહજીકતાથી જોઈએ છીએ.

આપણે એ જાણીને દરેક બાબતો કરતાં પ્રભુને વધારે શોધવાની વાતને અગ્રિમતા આપવી જ

જોઈએ કે તેમણે અગાઉથી આપણને શોધ્યા છે, અને ઉદારતાથી આપણને દરેક વસ્તુઓ

આપી છે, અને તેમાં પોતાની જાતને પૂરેપૂરી રીતે આપી દીધી છે.

શું આપણે આપણી જાતને પૂરેપૂરી રીતે પ્રભુને સમર્પિત કરી છે, જેથી બદલામાં તેમને સંપૂર્ણ

રીતે સ્વીકારી શકીએ?

આ એક સુંદર વિનિમય છે, એક એવું ગહન સમર્પણ છે જેને કોઈ વ્યક્તિ કરી શકે છે, કેમ કે

ઈસુને સમર્પણ કરવામાં આપણે સરખાવી ન શકાય એવી અને સમજશક્તિથી પર હોય એવી

ભેટ પામીએ છીએ.

About this Plan

સમર્પણ

શબ્દકોષમાં સમર્પણ શબ્દની વ્યાખ્યા એવી છે કે, “કોઈ કારણ, પ્રવૃત્તિ કે સંબંધ પ્રત્યે સમર્પિત રહેવાની સ્થિતિ કે ગુણવત્તા.” ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, આપણને સમર્પિત જીવનો જીવવાનું તેડું આપવામાં આવ્યું છે. સમર્પણ એક એવું સમર્થ દબાણ છે જે આપણને ઈશ્વર પ્રત્યે નિષ્ઠા, સહનશીલતા અને ઉત્સાહ રાખવામાં દોરે છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે Zero નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.zerocon.in/