સમર્પણનમૂનો

સમર્પણ

DAY 1 OF 3

સંબંધો પ્રત્યેનું સમર્પણ

ઈશ્વરના પ્રેમને પ્રતિબિંબિત કરવો

જીવનમાં સૌથી મહત્વના સમર્પણોમાંનું એક સમર્પણ તો આપણા સંબંધોમાં રાખવાનું અતૂટ

સમર્પણ છે. તે આપણું પવિત્ર લગ્નજીવન હોય કે, પરિવારનું મૂલ્યવાન બંધન હોય કે, ગાઢ

મિત્રતાના પ્રેમભર્યા સંબંધો હોય કે પછી ખ્રિસ્તના શરીરનું પરસ્પર જોડાણ હોય, આ સંબંધોને

જાળવવા માટેની આપણી દૃઢ પ્રતિબદ્ધતા ઈશ્વરના અમર્યાદિત પ્રેમ અને અતૂટ વિશ્વાસુપણાને

પ્રતિબિંબિત કરે છે.

વચનો આપણને આપણા લગ્નસંબંધને અગ્રિમતા આપવાનું અને તેની સંભાળ રાખવાનું, અને

ખ્રિસ્તે પોતાની મંડળી પર કરેલા બલિદાની પ્રેમની જેમ આપણા જીવનસાથીને બિનસ્વાર્થી

પ્રેમથી માન આપવાનું યાદ કરાવે છે.

તેનાથી વિશેષ 1 તિમોથીને પત્ર 5:8 આપણને અતૂટ સમર્પણ સાથે આપણા પરિવારની

સંભાળ રાખવાની અને પરિવારની જરૂરિયાતો પૂરી પાડવાની વાતને જણાવે છે.

બાઈબલ એ વાત પર ભાર મૂકે છે કે આપણે નિરંતર વફાદાર અને સહાયક મિત્રો બનવાનું

છે, સહાનુભૂતિ અને કરુણા સાથે એકબીજાના બોજને વહન કરવાનો છે, અને પ્રોત્સાહન તથા

સુધારણા સાથે એકબીજાને બાંધવાના છે.

નીતિવચનો એવા મિત્ર વિશે વાત કરે છે જે હરેક સમયે પ્રીતિ રાખે છે અને એમ કહે છે કે

ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે. આ વાત દૃઢ મિત્રતાના મહત્વ પર ભાર મૂકે છે.

આપણને એકબીજા પર પ્રેમ રાખવા અને પોતાના કરતાં બીજાને માન આપવા માટે તેડવામાં

આવ્યા છે.

અને જ્યારે આપણે એકબીજાના બોજા ઉંચકીએ છીએ, ત્યારે આપણે ખ્રિસ્તનો નિયમ પૂરેપૂરો

પાળીએ છીએ.

ઈસુના અનુયાયીઓ તરીકે આપણને ઈસુ ખ્રિસ્તના અનુપમ પ્રેમને પ્રતિબિંબિત કરતા અધિકૃત

અને સાચા સંબંધો કેળવવાનું કહેવામાં આવ્યું છે.

પ્રેમમાં આપણી એકતા દ્વારા જગત ખ્રિસ્તના સંદેશ પર વિશ્વાસ કરે એવી સમજ સાથે ઈસુએ

યોહાન 17:20માં એવી પ્રાર્થના કરી હતી કે જેમ તે અને પિતા એક છે તેમ તેમના શિષ્યો એક

થાય.

જો આપણે ખ્રિસ્તમાં એક છીએ તો જગતને ખ્રિસ્ત માટે જીતી શકાશે.

આપણા સંબંધોમાં પ્રેમ અને એકતા માટેનું આપણું સમર્પણ ઈસુના ગહન પ્રેમની આકર્ષક

સાક્ષીને દર્શાવે છે, જેનાથી બીજા લોકો ખ્રિસ્તના પ્રેમનો અને કૃપાનો અનુભવ કરવા માટે

ખેંચાય છે.

આવો, આપણે મોટેથી આ વચન વાંચીને આ વાતનો અંત કરીએ,

20 વળી હું એકલા તેઓને માટે નહિ, પણ તેઓનાં વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે

તેઓને માટે પણ વિનંતી કરું છું કે, 21 તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને

હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં એક થાય કે, તમે મને મોકલ્યો છે, એવો જગત

વિશ્વાસ કરે.

પ્રેમ તથા નમ્રતાને પહેરી લો, એકતાને દ્રઢતાથી પકડી રાખો અને પછી જગત ખ્રિસ્તને

જાણશે...

About this Plan

સમર્પણ

શબ્દકોષમાં સમર્પણ શબ્દની વ્યાખ્યા એવી છે કે, “કોઈ કારણ, પ્રવૃત્તિ કે સંબંધ પ્રત્યે સમર્પિત રહેવાની સ્થિતિ કે ગુણવત્તા.” ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, આપણને સમર્પિત જીવનો જીવવાનું તેડું આપવામાં આવ્યું છે. સમર્પણ એક એવું સમર્થ દબાણ છે જે આપણને ઈશ્વર પ્રત્યે નિષ્ઠા, સહનશીલતા અને ઉત્સાહ રાખવામાં દોરે છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે Zero નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.zerocon.in/