ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતનમૂનો

તેઓ શું કરી રહ્યા હતા તે જેઓ જાણતા નહોતા એવા લોકોના બદલામાં તેમણે જે ગુના કર્યા નહોતા તેઓને માટે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા. તેમની અંતિમ પળોમાં, તેમની બાજુમાં જેઓને ટાંગવામાં આવ્યા હતા તે ગુનેગારોમાંનાં એકની સાથે ઈસુએ વાતચીત કરી હતી. ઇસુ કોણ હતા તેના વિષે આ માણસ સારી રીતે જાણતો હતો અને ગુનેગારોની બાજુમાં તેમની કતલ કરવામાં આવે તે કેટલું બધું અન્યાયી હતું તે પણ તે જાણતો હતો. ઈસુને તેણે કરેલ આગ્રહે તેના સદાકાલિક ગંતવ્યસ્થાનને બદલી કાઢયું. તેમના રાજયમાં જયારે તે આવે ત્યારે તેને યાદ કરવા ઈસુને તેણે જણાવ્યું અને તેના પ્રત્યુતરમાં ઈસુએ તેને કહ્યું કે તેઓ સાથે મળીને પારાદૈશ (સ્વર્ગ)માં હશે. કેવી આહલાદક ખાતરી ! અંત સુધી જેઓ બળવાન રહે અને ટકી રહે એવા ઇસુમાં વિશ્વાસ કરનાર દરેક વિશ્વાસીને માટે ઈસુએ જોગવાઈ કરેલ તે ગંતવ્યસ્થાન છે.
પોતાને પૂછવાનાં સવાલો:
ઇસુમાં અનંત જીવનની ખાતરી શું તમને મળી છે ?
તમારું સમગ્ર જીવન તેમને ફરીથી સમર્પિત કરવાની શું તમને જરૂરત છે ?
About this Plan

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More
આ યોજના પ્રદાન કરવા બદલ અમે વી આર ઝિઓનનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/









