ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતનમૂનો

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 37 OF 40

ઈસુની પાસે વાતચીત કરવાની સૌથી અજોડ શૈલી હતી કે જેના વડે તે કોઇપણ વ્યક્તિને સૌથી વધારે ઉચિત સમયે પકડી પાડતાં અને તેઓની સાથે તરત જ ઊંડાઈમાં ચાલ્યા જતા હતા. ટિપ્પણીઓ અથવા સુંવાળી વાતો કરીને મુખ્ય મુદ્દાથી ભટકી જવાને બદલે તે સીધી વાત કરતા હતા. સમરૂની બાઈ સાથે વાતચીત કરતી વખતે પણ તેમાં કોઈ ભિન્નતા નહોતી. તેમણે પોતાના વિષયમાં એક મોટો દાવો રજુ કર્યો - “ જે પાણી હું આપું છું તે જે કોઈ પીશે તે ક્યારેય તરસ્યો થશે નહિ. હકીકતમાં તો, જે પાણી હું તેઓને આપીશ તે તેઓમાં પાણીનો ઝરો થઈને અનંતકાળ સુધી વહ્યા કરશે.” સમરૂની બાઈએ પાંચ વખત લગ્ન કર્યા હતા અને હાલમાં તે એવા પુરુષની સાથે રહેતી હતી જે તેણીનો પતિ નહોતો. દેખીતી રીતે જ કોઈ નક્કર બાબત માટે તેણી તરસી હતી પરંતુ હાલમાં તે તેણીની ભૂખને શારીરિક સંબંધો વડે તૃપ્ત કરવાના પ્રયાસો કરી રહી હતી. માત્ર તે જ તેણીની સૌથી ગહન જરૂરતોની તૃપ્તિ આપી શકે છે તે હકીકતને સંબોધીને ઇસુ સીધા જ વિષયવસ્તુનાં હાર્દમાં પહોંચી જાય છે.

આપણે તે સ્ત્રીથી ભિન્ન નથી. આપણી સૌથી ઊંડી જરૂરતોને આપણે ઘણીવાર વર્તમાન જોડતોડ કરીને તૃપ્ત કરવાની કોશિષ કરીએ છીએ પરંતુ હકીકત તો એ છે કે તે જરૂરતોની પૂર્તિકરણ માટે આપણને ઈસુની જરૂરત છે કે જેથી આ જમાનાનાં જૂઠાં દેવતાઓ (જેમ કે સંપત્તિ, સફળતા, પ્રાધાન્યતાઓ વગેરે)ની આરાધના કરવામાં આપણે ખોવાઈ ન જઈએ. તે આપણને ભરપૂર કરી શકે એ માટે જયારે આપણે પોતાની જાતોને પૂર્ણ રીતે ખાલી કરી દઈએ છીએ ત્યારે જ આપણે ઈશ્વરની આત્મા અને સત્યમાં આરાધના કરી શકીએ છીએ.

પોતાને પૂછવાનાં સવાલો:
મારું જીવન ક્યાં ખાલી નજરે પડે છે ?
મારી આરાધના ઈશ્વર તરફી છે કે વસ્તુઓ/લોકો તરફી છે ?

શાસ્ત્ર

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે વી આર ઝિઓનનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/