ટકી રહેવાનું હુન્નરનમૂનો

ટકી રહેવાનું હુન્નર

DAY 3 OF 5

માંગણી કરવા માટેનું એક સંસાધન

ઈશ્વર તરફથી એક ખાલી ચેક - કે જેમાં જ્ઞાન માટે અસીમિત પ્રતિજ્ઞા છે – વિષે કલ્પના કરો. ક્યાં રહેવું, સ્વાસ્થ્યની તકલીફનો કઈ રીતે ઉપાય કાઢવો, નોકરી જતી રહી છે તેમાં હવે શું કરવું, કે આજનો દિવસ કઈ રીતે પસાર કરવો એવા કોઈપણ સવાલ તમે તેમને પૂછી શકો છો.

પરંતુ એક શરત છે. તે જે જ્ઞાન આપે છે તેનું અનુકરણ કરવા સૌથી પ્રથમ સમર્પણ તમારે હોવું જોઈએ.

આજનું શાસ્ત્ર વાંચન આપણને જણાવે છે કે આ શરતનાં બે વિભાગો છે:

તમારે “વિશ્વાસ” કરવો જ પડશે – તમારે વિશ્વાસથી તેમની પાસે આવવું પડશે. તે એક ચોક્કસ વિનંતીનેસૂચવે છે. તેનો અર્થ થાય છે તેમનામાં ભરોસો કરવું, તેમના સ્વભાવ અને વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, અને તે દેખાડે તે કરવા માટેનું સમર્પણ રાખવું.

 તમારે “સંદેહ કરવો નહિ” – ઈશ્વરના જ્ઞાનને તમારે બીજી કોઈ સામાન્ય માહિતીની માફક ગણતરીમાં મૂકવાની જરૂરત નથી. તમારે વિશ્વાસથી તેનો સ્વીકાર કરવો જ રહ્યો અને તમને પસંદ પડે તે વચનોને ઉઠાવીને તેઓનું પાલન કરવાની કોશિષ કરશો નહિ. તે બાબત વ્યક્તિને બે મનવાળો બનાવી દે છે. તે તો “જોઈશું હવે” પ્રકારની પ્રાર્થના છે.

જ્યારે આપણે ખાડાના તળિયે બેઠેલા હોય, નિરાશાજનક સ્થિતિમાં આવી પડયા હોય, અને ક્યા જવું તે સૂઝ પડતું ન હોય ત્યારે અલૌકિક જ્ઞાનનો અજાયબ ભંડાર ખુલ્લો મૂકવા ઈશ્વર વાયદો આપે છે. જો આપણા હૃદયો તેમના સાદને સાંભળવા ખુલ્લા હોય અને તે જે કહે તે કરવા સમર્પિત હોય તો – શું કરવું, તે કઈ રીતે કરવું, તે ક્યાંરે કરવું, અને તેની સાથે શું કરવું જેવી ચોક્કસ બાબતો તે આપણને દેખાડશે. આપણે જે સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ તે મુજબ તેમનું જ્ઞાન ન પણ આપવામાં આવે. પરંતુ તેમનું અનુકરણ કરવા જો આપણે તેને પ્રથમ સ્થાને મૂકીશું તો જરૂરથી તે આપણને ઉદારતાથી આપશે.

આજે, પ્રભુ જે સંસાધન આપે છે તેનો સ્વીકાર કરો. જ્ઞાન માટેની માંગણી તેમને કરો અને તમારી આંખો, કાનો, અને હૃદય ખુલ્લા રાખો. તે કઈ રીતે તમારી મુલાકાતે આવે છે તે તમે અનુભવશો.

શાસ્ત્ર

About this Plan

ટકી રહેવાનું હુન્નર

આ જગતમાંનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તે સંઘર્ષોમાંનાં એકની મધ્યે કદાચ તમે આજે પણ હશો અને પૂછતાં હશો,“કેમ આવું ?” અથવા અને એ પણ પૂછતાં હશો,“આ બધી બાબતોમાં હું કઈ ટકી રહીશ ?”યાકૂબનાં પુસ્તક પાસે તેના ઉપાયો છે ! આ પાંચ દિવસીય વાંચન યોજનામાં ચીપ ઇન્ગ્રામ ટકી રહેવાનાં હુન્નરમાં નિષ્ણાંત થઈને કઠણ સમયોની મધ્યે પણ ઈશ્વરના આનંદનો અનુભવ તમે કઈ રીતે કરી શકો તે વિષે માહિતી પ્રદાન કરે છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે લિવિંગ ઓન ધ એજનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://livingontheedge.org/product/art-of-survival-book/