ટકી રહેવાનું હુન્નરનમૂનો

ટકી રહેવાનું હુન્નર

DAY 1 OF 5

આનંદનું કારણ

આપણે કસોટી કાળમાં જીવી રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં લોકો સંઘર્ષો અને વિપત્તિઓનો સામનો કરી રહ્યા છે. કદાચ તમે પણ તેમાંથી બાકાત નથી.

ભલે તમે ઘણાં લાંબા વખતથી ખ્રિસ્તી હોય તોપણ, કદાચ તમે વિચાર તો કરતા હશો જ કે કેમ તમારા વિશ્વાસને એવી રીતે ખેંચવામાં આવે છે કે જાણે તે ભાંગી પડવાને આરે પહોંચી જાય છે.

આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તમાં વિજયી થવા માટે આપણી પસંદગી કરવામાં આવી છે. પરંતુ અમુક લોકો માટે, કઈ રીતે વિજયી થવું તે સૌથી મોટો સવાલ નથી. પરંતુ તે સવાલ છે કે કઈ રીતે હેમખેમ પ્રકારે ટકી રહેવું.

દુઃખોમાંથી પસાર થઇ રહેલ મંડળીને સહાયતા આપવા માટે યાકૂબનો પત્ર લખવામાં આવ્યો હતો. ઈસુના પોતાના સાવકા ભાઈ દ્વારા લેખિત આ પત્ર ભયાનક સમસ્યાઓનો સામનો કરી રહેલા અને સતાવણીને લીધે વેરવિખેર થયેલા ભંગિત વિશ્વાસીઓને લખવામાં આવ્યો હતો. વર્તમાન સમયના ઘણાં લોકોની માફક, તેઓને પણ કઈ રીતે ટકી રહેવું તે તેઓએ જાણવાની જરૂરત હતી.

હું યાકૂબનાં બોધને ટકી રહેવાનું હુન્નર (the A.R.T. of Survival) કહું છું.

તે આપણને સ્વીકાર કરવા માટેનું એક મનોવલણ (Attitude), માંગણી કરવા માટેનું એક સંસાધન (Resource) સમજણપ્રાપ્તિ માટેની એક ઈશ્વરવિદ્યા (Theology) ને પ્રગટ કરે છે.

જ્યારે આપણે તે મનોવલણની પસંદગી કરીએ છીએ, તે સહાયને પ્રાપ્ત કરીએ છીએ, અને સાચા દ્રષ્ટિકોણથી જોવાની જોવાનું શીખી જઈએ છીએ ત્યારે દ્રઢ મનોબળની સાથે આપણે કોઈપણ કઠણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ.

યાકૂબનાં બોધપાઠોનો અભ્યાસ કરવાની આપણે શરૂઆત કરીએ તે પહેલા, આવો આપણે અમુક સત્યો વિષે આપણ પોતાને યાદ અપાવીએ.

સંઘર્ષો અનિવાર્ય છે.

પતિત જગતમાં કઠણ સમયો અચૂકપણે રહેશે (જુઓ ૧ પિતર ૪:૧૨ અને ૨ તિમોથી ૩:૧૨). પરંતુ ઈશ્વરની કૃપાથી આપણે તેઓ પર જય પામી શકીએ છીએ (યોહાન ૧૬:૩૩).

સંઘર્ષો આપણને બનાવશે અથવા તોડશે.

બાઈબલ એવા પાત્રોથી ભરપૂર છે જેઓએ તેઓની સૌથી કઠણ પરિસ્થિતિઓમાં વિશ્વાસની પસંદગી કરી હતી અને એવા પણ પાત્રો છે જેઓએ બાંધછોડ કરી લીધી અથવા હાર માની લીધી. દુઃખો કાંતો લોકોને ઈશ્વરથી દૂર ખેંચી જશે અથવા તેમની તરફ ખેંચી જશે.

જેઓ “કેમ” સવાલમાં ફસાઈ રહે છે તેઓ તેઓની પીડાના શિકાર થઇ પડે છે.

“કેમ” સવાલો પૂછવું એ તો બિલકુલ સ્વાભાવિક બાબત છે, પરંતુ તેના જેઓ શિકાર થઇ જાય છે તેઓ તેને દૂર હડસેલી શકતા નથી. એક વિજયવંત ટકી રહેનાર થવા માટેનું પ્રથમ પગલું ઈશ્વરમાં વિશ્વાસ કરવું છે.

આગલા થોડા દિવસોમાં, આવો આપણે ઈશ્વરની પ્રતિજ્ઞાઓને મજબૂત પકડી રાખીએ અને ફસાઈ જવાનો નકાર કરીએ ! યાકૂબમાં ઈશ્વરે પ્રગટ કરેલ પગલાં વ્યવહારિક, શક્તિશાળી, અને જીવન રૂપાંતરિત કરનાર છે. એક અસ્થાયી જગતમાં અનંતકાળ સાથે લંગર નાંખેલું રાખવા માટે તેઓ આપણને જરૂરી સઘળું પૂરું પાડે છે. ટકી રહેવાના હુન્નરને આવો આપણે તપાસીએ.

શાસ્ત્ર

About this Plan

ટકી રહેવાનું હુન્નર

આ જગતમાંનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તે સંઘર્ષોમાંનાં એકની મધ્યે કદાચ તમે આજે પણ હશો અને પૂછતાં હશો,“કેમ આવું ?” અથવા અને એ પણ પૂછતાં હશો,“આ બધી બાબતોમાં હું કઈ ટકી રહીશ ?”યાકૂબનાં પુસ્તક પાસે તેના ઉપાયો છે ! આ પાંચ દિવસીય વાંચન યોજનામાં ચીપ ઇન્ગ્રામ ટકી રહેવાનાં હુન્નરમાં નિષ્ણાંત થઈને કઠણ સમયોની મધ્યે પણ ઈશ્વરના આનંદનો અનુભવ તમે કઈ રીતે કરી શકો તે વિષે માહિતી પ્રદાન કરે છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે લિવિંગ ઓન ધ એજનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://livingontheedge.org/product/art-of-survival-book/