BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરનમૂનો

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 4 OF 40

ઈસુ તેમનું બાપ્તિસ્મા થયા પછી 40 દિવસ માટે ઉજ્જડ રાનમાં ચાલ્યા જાય છે, જ્યાં તેમની પાસે ખાવા-પીવા માટે કંઈ જ હોતું નથી. ઇસુ ઈઝરાયલના ચાળીસ વર્ષોની અરણ્યની મુસાફરીને ભજવી બતાવે છે, જ્યાં ઇઝરાયલીઓ ઈશ્વર પર ભરોસો રાખવામાં નિષ્ફળ ગયા હતા અને બળવો કર્યો હતો. પણ જ્યાં ઈઝરાયલીઓ નિષ્ફળ થયાં, ત્યાં ઈસુએ સફળતા મેળવી. જ્યારે પણ કસોટી થાય છે, ત્યારે ઈસુ પોતાના માટે પોતાની ઈશ્વરી શક્તિનો ઉપયોગ કરતાં નથી, પણ પોતાને માનવીય યાતનાઓ સાથે ઓળખાવે છે. તે આ બધી બાબતોમાં યહોવા પર વિશ્વાસ કરે છે, અને ઈઝરાયલ તથા આખી માનવજાતની નિષ્ફળતાઓને સફળતાઓમાં ઉલટાવી નાખનાર વ્યક્તિ તરીકે સાબિત થાય છે.

ત્યારબાદ, ઈસુ તેમના મૂળ વતન નાસરેથમાં પાછાં ફરે છે. તે સભાસ્થાનની મુલાકાત લે છે અને ત્યાં તેમને હિબ્રુ ધર્મશાસ્ત્રો વાંચવાનું આમંત્રણ આપવામાં આવે છે. તેઓ યશાયાનું પુસ્તક ખોલીને વાંચે છે, અને બેસતાં પહેલાં એમ કહે છે કે, "આજે આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે." શ્રોતાઓ દંગ રહી જાય છે, અને ઈસુ પરથી તેમની નજર હટતી નથી. યશાયાએ તેમના વિશે એવી વાત કરી હતી –– કે તે અભિષિક્ત વ્યક્તિ તરીકે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરશે, બીમારોને સાજાં કરશે અને દીન લોકોને તેમના તુચ્છ હોવાની લાગણીમાંથી મુક્ત કરશે. તે એ જ વ્યક્તિ છે, જે ખોટી બાબતોને ઉલટાવીને જગતને સારું બનાવવા માટે પોતાનું ઊથલ પાથલ કરનારું રાજ્ય સ્થાપશે.

શાસ્ત્ર

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.

More

અમે આ યોજના પ્રદાન કરવા માટે બાઇબલપ્રોજેક્ટનો આભાર માગીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને આની મુલાકાત લો: https://bibleproject.com