BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરનમૂનો

હવે પછીના વિભાગમાં લૂક આગળના સમયની વાત કરે છે. હવે યોહાન એક પ્રબોધક બન્યો છે, અને યર્દન નદી પાસે નવીનીકરણની ચળવળમાં આગેવાની આપી રહ્યો છે. અને ગરીબ, ધનવાન, કર ઉઘરાવનારાઓ તથા સૈનિકો જેવા બધા જ પ્રકારના ઇઝરાયલીઓ ત્યાં બપ્તિસ્મા પામવા માટે આવી રહ્યા છે. આ બધા લોકો જીવનના એક નવા માર્ગ માટે પોતાની જાતનું સમર્પણ કરી રહ્યા છે. વર્ષો પહેલા ઇઝરાયલીઓ યર્દન નદી પાર કરીને આ દેશનો વારસો પામવા માટે આવ્યા, ત્યારે ઈશ્વરે તેમને એક જવાબદારી સોંપી હતી. તેમને માત્ર ઈશ્વરની જ સેવા કરવાનું, પોતાના પડોશીઓને પ્રેમ કરવાનું, અને સાથે મળીને ન્યાયનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જૂના કરારની વાતો પરથી આપણે જાણીએ છીએ કે તેઓ વારંવાર તેમાં નિષ્ફળ ગયા હતા. તેથી યોહાન ઇઝરાયલીઓને નદીમાં ડૂબકી લગાવીને તેમના ઈશ્વરને ફરીથી સમર્પણ કરવા, અને ઈશ્વર જે કાર્ય કરવાના હતા તેને માટે તૈયાર થવા બોલાવે છે. ઈશ્વર હવે પછી જે કરવાના છે તેને માટે નવીનીકરણની આ ચળવળ લોકોને તૈયાર કરશે.
હવે અહીં યરદન નદી આગળ ઈસુ પ્રગટ થાય છે અને પોતાના રાજ્યનું કામ કરવાની શરૂઆત કરવા માટે તૈયાર છે. યોહાન દ્વારા ઈસુનું બાપ્તિસ્મા થાય છે, અને જ્યારે તે પાણીમાંથી બહાર આવે છે, ત્યારે આકાશ ઉઘડી જાય છે, અને સ્વર્ગમાંથી એક વાણી થાય છે કે, “તું મારો વહાલો દીકરો છે; તારા પર હું પ્રસન્ન છું.” હવે ઈશ્વરના આ શબ્દો જૂના કરારના વચનોના પડઘાથી ભરેલા છે. પ્રથમ વાક્ય ગીતશાસ્ત્ર 2માંથી લેવાયેલ છે, જ્યાં ઈશ્વરે વચન આપ્યું હતું કે, એક રાજા આવશે, જે યરૂશાલેમમાં રાજ કરશે, અને દેશોમાં રહેલી ભૂંડાઈનો સામનો કરશે. બીજું વાક્ય યશાયા પ્રબોધકના પુસ્તકનું છે, અને તે મસીહને દર્શાવે છે, કે તે એક સેવક બનશે, દુઃખ સહન કરશે અને ઇઝરાયલીઓના બદલે મૃત્યુ પામશે.
ત્યારબાદ લૂક ઈસુની વંશાવળીને દાઉદ (એટલે કે - ઇઝરાયલના રાજા) સુધી, ઇબ્રાહિમ (એટલે કે -ઇઝરાયલના પિતા) સુધી, આદમ (એટલે કે -માણસજાતના આદિપિતા) સુધી અને ઈશ્વર (એટલે કે -સૃષ્ટિના સરજનહાર) સુધી લઇ જાય છે. તેમાં લૂક આપણને એ જોવા માટે મદદરૂપ થાય છે, કે ઈસુ ઈશ્વર તરફથી આવેલા એક મસીહ રાજા છે, અને ફક્ત ઇઝરાયલનુ જ નહિ પણ આખી માણસજાતનું નવીનીકરણ કરવા માટે આવ્યા છે.
About this Plan

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More
અમે આ યોજના પ્રદાન કરવા માટે બાઇબલપ્રોજેક્ટનો આભાર માગીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને આની મુલાકાત લો: https://bibleproject.com
સંબંધિત યોજનાઓ

When God Doesn't Make Sense

The Father Lens: Helping Your Kids See Who God Is Through Who You Are

21 Days Prayer & Fasting "Align in Promise"

Confronting the Inner Critic

The Sexually Healthy Church

Standing Strong in the Anointing: Lessons From the Life of Samson

Kings of the Bible

What About the Walls?

Hearing God Through the Christmas Story
