BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરનમૂનો

પાઉલ રોમમાં તેનો મુકદ્દમો ચાલવાની વિનંતી કરે છે, ત્યારબાદ ફેસ્તસ આ બધી વાત આગ્રીપા રાજાને જણાવે છે. તેનાથી રાજાને આતુરતા થાય છે, અને તે પાઉલની પાસેથી વ્યક્તિગત રીતે સાંભળવાની ઈચ્છા રાખે છે. તેથી લૂક આપણને કહે છે કે, બીજા દીવસે તેની ગોઠવણ કરવામાં આવે છે, અને ઘણા મહત્વના અધિકારીઓ આગ્રીપાની સાથે પાઉલની વાત સાંભળવા માટે આવે છે. ત્યારબાદ લૂક પાઉલની વાત અને બચાવને લગતી ત્રીજી વાત લખે છે.પરંતુ આ વખતે, લૂકનો અહેવાલ બતાવે છે કે જે દિવસે પાઉલને પુનરુત્થાન પામેલા ઈસુની મુલાકાત થઇ હતી તે દિવસે બનેલી બાબતો વિષે પાઉલ વધારે વિગતવાર જણાવે છે. જયારે તેને આંધળો બનાવી દેનાર પ્રકાશ પાઉલની આસપાસ ફેલાયો હતો અને તેણે આકાશમાંથી બોલતી વાણી સાંભળી હતી, તે વાણી તો ઈસુની વાણી હતી, અને ઈસુએ હિબ્રુ ભાષામાં વાત કરી હતી. વિદેશીઓ અને યહુદીઓ પણ ઇશ્વરની માફીનો પ્રકાશ જોઈ શકે અને શેતાનના અંધકારથી બચી શકે તે માટે ઈસુએ પાઉલને તેના પરિવર્તનનો અનુભવ પ્રગટ કરવાનું તેડું આપ્યું હતું. પાઉલે ઈસુની આજ્ઞાનું પાલન કર્યું, અને ઈસુના દુ:ખો અને પુનરુત્થાન વિશેનું સત્ય તેની વાત સાંભળનારા દરેકને જણાવ્યું, અને તેમને હિબ્રૂ ધર્મશાસ્ત્રમાંથી બતાવ્યું કે ઈસુ જ યહુદીઓના એ રાજા અને મસીહ છે, જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. ફેસ્તસ પાઉલની વાત પર વિશ્વાસ કરી શકતો નથી, અને તે એવી બૂમ પાડે છે કે પાઉલ ઘેલો છે. પરંતુ આગ્રીપા પાઉલના શબ્દોની સુસંગતતા જુએ છે, અને સ્વીકારે છે કે તે ખ્રિસ્તી બનવાની નજીક છે. જયારે ફેસ્તસ અને આગ્રીપા બંન્ને પાઉલની માનસિક સ્થિતિ માટે સંમત થતા નથી, ત્યારે તેઓ બંન્ને એ વાત સાથે સંમત થાય છે, કે પાઉલે મરણદંડને યોગ્ય હોય એવું કંઇ કર્યુ નથી.
શાસ્ત્ર
About this Plan

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More
અમે આ યોજના પ્રદાન કરવા માટે બાઇબલપ્રોજેક્ટનો આભાર માગીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને આની મુલાકાત લો: https://bibleproject.com









