BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરનમૂનો

પ્રથમ સદી દરમ્યાન ભૂમધ્ય સમુદ્રની આસપાસના મોટા ભાગના લોકો રોમન સામ્રાજ્ય દ્વારા શાસીત ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં વસતા હતા. દરેક શહેર સંસ્કૃતિઓ, જાતિઓ અને ધર્મોનું વૈવિધ્યસભર મિશ્રણ હતું. તેને કારણે તમામ પ્રકારના દેવી-દેવતાઓને બલિ ચડાવવા માટે તમામ પ્રકારના મંદિરો હતા, અને પ્રત્યેક વ્યક્તિ પાસે જુદા જુદા દેવી-દેવતાઓ હતા, જેને તેઓ વફાદાર હતા. પરંતુ દરેક શહેરમાં તમને એવા લઘુમતી જૂથો પણ જોવા મળશે, જેઓ આ દેવી-દેવતાઓની પૂજા કરતા નહોતા. યહૂદીઓ તરીકે ઓળખાતા ઇઝરાયલીઓ એવો દાવો કરતા હતા કે એક જ સાચો ઈશ્વર છે, અને તેઓ ફક્ત તેની જ ઉપાસના કરે છે. આ બધા શહેરો રોમન સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવેલા રસ્તાઓના માળખા સાથે જોડાયેલા હતા, તેથી વ્યવસાય કરવા અને નવા વિચારોને ફેલાવવા માટે મુસાફરી કરવી સરળ હતી. પ્રેરીત પાઉલે તેના જીવનનો અડધો ભાગ આ રસ્તાઓ પર મુસાફરી કરવામાં વિતાવ્યો હતો, અને તે એવું પ્રગટ કરતો હતો કે ઇઝરાયલના દેવે બધા દેશોને માટે એક નવો રાજા નિયુક્ત કર્યો છે. તે જબરજસ્તીથી અને આક્રમણથી રાજ કરતો નથી, પરંતુ આત્મ-બલિદાનયુકત પ્રેમથી રાજ કરે છે. પાઉલે બધા લોકોનેઈસુ રાજાના પ્રેમાળ શાસન હેઠળ જીવવા માટેનું આમંત્રણ આપવા દ્વારા આ શુભસંદેશના અગ્રદૂત તરીકે સેવા આપી. પ્રેરિતોના કૃત્યોનો ત્રીજો ભાગ પાઉલની મુસાફરીની વાતો અને લોકોએ તેના સંદેશને કેવી રીતે સ્વીકાર્યો તેનાથી ભરેલો છે. આ વિભાગમાં લુક આપણને બતાવે છે કે કેવી રીતે પાઉલ અને તેના સહકાર્યકરો તેમના વતન જેવા અંત્યોખ શહેરમાંથી બહાર નીકળીને આખા સામ્રાજયના વ્યૂહાત્મક શહેરોમાં ગયા. પાઉલ તેની રીત પ્રમાણે દરેક શહેરમાં આવેલા સભાસ્થાનમાં જઇને એવું બતાવતો હતો કે કેવી રીતે ઈસુ હિબ્રુ બાઈબલમાં જણાવેલ મસીહની પરીપૂર્ણતા છે. કેટલાક લોકોએ તેના સંદેશા પર વિશ્વાસ કર્યો અને ઈસુના શાસન હેઠળ જીવવા લાગ્યા, પરંતુ કેટલાક લોકોએ પાઉલના સંદેશાનો વિરોધ કર્યો. કેટલાક યહુદીઓને ઈર્ષ્યા આવી અને શિષ્યો પર ખોટા આરોપો લગાવ્યા, જ્યારે કેટલાક બિન-યહુદીઓને લાગ્યું કે તેમની રોમન જીવનશૈલી માટે તેઓ જોખમરૂપ છે, તેથી તેમણે શિષ્યોને હાંકી કાઢયા. પરંતુ તે વિરોધના લીધે ઈસુની ચળવળને કયારે રોકી શકાઇ નહીં. ખરેખર તો સતાવણીએ તે ચળવળને નવા શહેરોમાં આગળ લઈ જવામાં વેગ આપ્યો. શિષ્યો આનંદ અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આગળ વધતા ગયા.
શાસ્ત્ર
About this Plan

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More
અમે આ યોજના પ્રદાન કરવા માટે બાઇબલપ્રોજેક્ટનો આભાર માગીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને આની મુલાકાત લો: https://bibleproject.com









