BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરનમૂનો

લૂક આપણને આખા રોમન સામ્રાજયમાં પાઉલે કરેલી મિશનરી મુસાફરી વિષે કહેવાનું ચાલુ રાખે છે. તે મુસાફરી કરીને હિંમતભેર ઈસુના રાજયનો શુભસંદેશ જણાવે છે, અને ઘણાઓને પાઉલનો સંદેશ તેમની રોમન જીવનશૈલી માટે જોખમરૂપ લાગે છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે, જેઓ પાઉલના સંદેશને એક એવા શુભસંદેશ તરીકે સ્વીકારે છે, જે જીવનની એક નવી રીત આપે છે. ઉદાહરણ તરીકે લૂક આપણને ફિલીપીના દરોગા વિષે વાત કરે છે. જયારે પાઉલ અને સિલાસને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે આપણે તેના વિશે વાંચીએ છીએ.
આખા શહેરમાં ધાંધલ ઉભી કરવાનુ તહોમત લગાવીને પાઉલ અને તેના સાથી કાર્યકર સિલાસને અન્યાયી રીતે મારવામાં આવે છે, અને જેલમાં નાંખવામાં આવે છે. તેમની કોટડીમાં ઉઝરડા અને લોહી નીકળતી પરિસ્થિતિમાં પણ જાગતા રહીને તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવાની, અને ઈશ્વરના સ્તુતિગીતો ગાવાની શરૂઆત કરી. કેદીઓ તેમના સ્તુતિગીતો સાંભળતા હતા, ત્યારે એક એવો મોટો ધરતીકંપ થયો કે જેલના પાયાઓ હાલી ગયા, કેદીઓની સાંકળો તૂટી ગઈ, અને જેલના બધા જ દરવાજાઓ ખુલી ગયા. દરોગો તે જુએ છે અને કેદીઓને નાસી જવા દેવાને લીધે તેને મૃત્યુદંડ મળશે એવા વિચારે તે જીવનથી હતાશ બનીને, પોતાની જ વિરુધ્ધ તલવાર તાણે છે. પરંતુ પાઉલ તેને સમયસર રોકે છે, અને તેનો જીવ બચાવે છે. તે જોઇને કઠણ હ્રદયનો દરોગો નમ્ર બની જાય છે, અને પાઉલ તથા સિલાસના પગ આગળ નમી પડે છે.તેને ભાન થાય છે કે તેના જીવનને અનંતકાળને માટે બચાવવાની જરૂર છે, તેથી તે તેનો માર્ગ જાણવા ઇચ્છે છે. પાઉલ અને સિલાસ તેને આતુરતાથી તે માર્ગ જણાવે છે, અને તે જ દિવસે તે દરોગો અને તેનું આખું કુટુંબ ઈસુને અનુસરવાની શરૂઆત કરે છે.
શાસ્ત્ર
About this Plan

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ભવ્ય સાહિત્યિક રચના અને વિચારના પ્રવાહ સાથે જોડાવામાં મદદ કરવા માટે એનિમેટેડ વિડિયો અને ઊંડી સમજણ વાળા સારાંશનો સમાવેશ કરે છે.
More
અમે આ યોજના પ્રદાન કરવા માટે બાઇબલપ્રોજેક્ટનો આભાર માગીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને આની મુલાકાત લો: https://bibleproject.com









