YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 16

16
પાવલુસ નું તીમુથિયુસ નેં હાતેં લેંવું
1ફેંર પાવલુસ અનેં સિલાસ દિરબે અનેં લુસ્ત્રા સેર મ હુંદા જ્યા. અનેં તાં તીમુથિયુસ નામ નો એક વિશ્વાસી માણસ હેંતો, હીની આઈ યહૂદી વિશ્વાસી હીતી, પુંણ હેંનો બા યૂનાન દેશ નો રેંવા વાળો હેંતો. 2લુસ્ત્રા અનેં ઇકુનિયુમ સેરં ન વિશ્વાસી મનખં મ હેંનું ઘણુંસ માન હેંતું. 3પાવલુસ ની અસ્યા હીતી કે વેયો હેંનેં હાતેં જાએ, એંતરે હારુ પાવલુસેં હીની સુન્નત કરી, કેંમકે તાં ન યહૂદી મનખં ઇયુ જાણતં હેંતં, કે તીમુથિયુસ નો બા યૂનાન દેશ નો રેંવા વાળો હેંતો. 4પાવલુસ અનેં હેંના હાત વાળા સેર-સેર જાએંનેં વેયા હેંનં નિયમં નેં, ઝી યરુશલેમ સેર ન પસંદ કરેંલં સેંલંવેં અનેં વડીલંવેં ઠરાયા હેંતા, હેંનનેં પાળવા હારુ, વિશ્વાસી મનખં તક પોતાડતા હેંતા, 5ઇવી રિતી મંડલજ્ય ન મનખં વિશ્વાસ મ મજબૂત થાતં જ્ય અનેં ગણતરી મ દરરુંજ વદતં જ્ય.
ત્રોઆસ સેર મ પાવલુસ નું દર્શન
6પાવલુસ અનેં હેંના હાત વાળા ફ્રુગિયા અનેં ગલાતિયા પરદેશં મહા થાએંનેં જ્યા, કેંમકે પવિત્ર આત્માવેં હેંનનેં એશિયા ઇલાકા મ વસન હમળાવવા નું ના પાડ્યુ હેંતું. 7અનેં હેંનવેં મૂસિયા પરદેશ કનેં પોતેંનેં, બિતૂનિયા પરદેશ મ જાવા ની કોશિશ કરી, પુંણ ઇસુ ના આત્માવેં હેંનનેં જાવા નેં દેંદા. 8એંતરે હારુ વેયા મૂસિયા પરદેશ મ થાએંનેં જહાંજં ની ટીસણ વાળા ત્રોઆસ સેર મ આયા. 9તાં પાવલુસેં રાતેં એક દર્શન ભાળ્યુ, કે મકિદુનિયા પરદેશ નો એક માણસ ઇબો થાએંનેં હેંનેં અરજ કરેંનેં કે હે, “દરજ્યા ને એંનેં પાર ઉતરેંનેં મકિદુનિયા પરદેશ મ આવ, અનેં હમારી મદદ કર.” 10હેંનું ઇયુ દર્શન ભાળતં મસ હમવેં તરત મકિદુનિયા પરદેશ જાવા ની તિયારી કરી, ઇયુ હમજેંનેં કે પરમેશ્વરેં હમનેં હેંનં મનખં નેં તાજો હમિસાર હમળાવવા હારુ બુંલાયા હે.
ફિલિપ્પી સેર મ લુદિયા ના મન નું બદલાવું
11એંતરે હારુ ત્રોઆસ સેર થી જહાંજ દુવારા હમું હિદા સુમાત્રાકે ટાપા તક જ્યા, અનેં બીજે દાડે નિયાપુલિસ સેર મ આયા. 12તાં થી હમું ફિલિપ્પી સેર મ પોત્યા, ઝી મકિદુનિયા પરદેશ નું મુખી સેર અનેં રોમી મનખં ની વસ્તી હે, અનેં હમું હેંના સેર મ થુંડાક દાડા તક રિયા. 13આરમ ને દાડે હમું સેર ની ફાટક ની બારતં નદી ની ધેડેં એંમ હમજેંનેં જ્યા કે તાં યહૂદી મનખં ની પ્રાર્થના કરવા ની જગ્યા વેંહે, અનેં તાં બેંહેંનેં વેંહાં ભીગી થાએંલી બજ્યેરં હાતેં વાતેં કરવા લાગ્યા. 14લુદિયા નામ ની થુઆતીરા સેર ની ઘણં મોગં સિસરં વેંસવા વાળી અનેં પરમેશ્વર ની ભગતી કરવા વાળી બજ્યેર હીતી, પ્રભુવેં હેંનું મન ખોલ્યુ કે વેયે પાવલુસ ની વાતં ઇપેર ધિયાન લગાડે. 15ઝર હીન્યી પુંતાના કુટુમ હાતેં બક્તિસ્મ લેંદું, તે હીન્યી હમનેં અરજ કરી, “અગર તમું મનેં પ્રભુ ઇપેર વિશ્વાસ કરવા વાળી હમજો હે, તે આવેંનેં મારા ઘેર મ રો,” અનેં વેયે હમનેં મનવેંનેં લેં ગઈ.
પાવલુસ અનેં સિલાસ જેલ મ
16ઝર હમું પ્રાર્થના કરવા ની જગ્યા મ જાએં રિયા હેંતા, તે હમનેં એક ગુલામ બજ્યેર મળી ઝેંના મ એક એંવો ભૂત હેંતો, ઝીની મદદ થી વેયે મનખં નું ભવિષ્ય વતાડતી હીતી, અનેં વેયે પુંતાના માલિકં હારુ ઘણું બદ્દું કમાએં લાવતી હીતી. 17વેયે પાવલુસ ની અનેં હમારી વાહેડેં આવેંનેં એંમ સિસાવા લાગી, “ઇયા માણસ પરમ પ્રધાન પરમેશ્વર ના સેંવક હે, ઝી તમનેં તારણ મેંળવવા નો રસ્તો વતાડે હે.” 18વેયે ઘણં દાડં તક એંમેંસ કરતી રી, પુંણ પાવલુસેં પરેશાન થાએંનેં, અનેં વાહેડ ફરેંનેં હેંના ભૂત નેં કેંદું, “હૂં તનેં ઇસુ મસીહ ના નામ થી આજ્ઞા આલું હે, કે હેંનેં મહો નકળેં જા.” અનેં વેયો તરત હીની બજ્યેર મહો નકળેંજ્યો. 19ઝર હેંનં માલિકંવેં ભાળ્યુ કે હમારી કમાઈ ની આહ જાતિ રી, તે પાવલુસ અનેં સિલાસ નેં હાએંનેં હેંના સેર ના સોક મ સેનિકં ન અધિકારજ્ય કન કેંસેંનેં લેં જ્યા. 20અનેં હેંનનેં એંમ કેંદું, “ઇયા માણસ ઝી યહૂદી હે, આપડા સેર મ ઘણી ધુંમાલ કરેં રિયા હે, 21અનેં એંવા રિતી-રિવાજ વતાડેં રિયા હે, ઝેંનનેં ગરહણ કરવું કે પાળવું આપનેં રોમ દેશ ન મનખં હારુ ઠીક નહેં.” 22તર ટુંળા ન મનખં પાવલુસ અનેં સિલાસ ની વિરુધ મ ભેંગં થાએંનેં સડેં આય, અનેં સેનિકં ન અધિકારજ્યવેં હેંનં ન સિસરં ફાડ દડ્ય, અનેં હેંનનેં પટ્ટજ્યી મારવા ની આજ્ઞા આલી. 23ઘણી પટ્ટજ્યી મારેંનેં હેંનવેં હેંનનેં જેલ મ નાખેં દેંદા, અનેં જેલ ના સોકીદાર નેં આજ્ઞા આલી કે હેંનની અસલ થી રખવાળી કરે. 24હેંને ઇવી આજ્ઞા મેંળવેંનેં હેંનનેં મએં વાળા કમરા મ રાખ્યા, અનેં હેંનં ના પોગ મુંટા લાખડા હાતેં ભસેંડેંનેં બાંદ દેંદા.
પાવલુસ અનેં સિલાસ નું જેલ મહું સુટવું
25લગ-ભગ અરદી રાતેં પાવલુસ અનેં સિલાસ પ્રાર્થના કરતા જાએંનેં પરમેશ્વર નું ભજન ગાએં રિયા હેંતા, અનેં બીજા કેદી હામળતા હેંતા. 26એંતરા મ અપસુક નું એક મુંટું ભુકમ થાયુ, ઝેંના થી જેલ નો પાજ્યો હલેં જ્યો, અનેં તરત બદ્દા દરવાજા ખુંલાએંજ્યા, અનેં બદ્દ કેદી ના બંધણ સુટીજ્યા. 27જેલ નો સોકીદાર જાગેં ઉઠ્યો, અનેં જેલ ના દરવાજા ખોલેંલા ભાળેંનેં એંમ હમજ્યો કે કેદી નાહેં સુટ્યા હે, એંતરે હારુ હેંને તલુવાર કેંસેંનેં પુંતે-પુંતાનેં માર નાખવા ની કોશિશ કરી. 28પુંણ પાવલુસેં જુંર થી સિસાએં નેં કેંદું, “પુંતે-પુંતાનેં કઇ નુકસાન નહેં કરે, કેંમકે હમું બદ્દા આંસ હે.” 29તર વેયો દીવો મંગાડેંનેં મએં દોડ્યો, અનેં બીક થી ફફડતો જાએંનેં પાવલુસ અનેં સિલાસ નેં અગ્યેડ પોગેં પડેંજ્યો, 30અનેં હેંનનેં બારતં લાવેંનેં કેંદું, “હે સાએંબોં, તારણ મેંળવવા હારુ હૂં હું કરું?” 31હેંનવેં કેંદું, “પ્રભુ ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કર, તે તું અનેં તારા કુટુમ ન મનખં તારણ મેંળવહે.” 32અનેં હેંનવેં હેંનેં અનેં હેંના આખા કુટુમ ન મનખં નેં પ્રભુ નું વસન હમળાયુ. 33રાતેં હેંનાસ ટાએંમેં હેંને હેંનનેં લેં જાએંનેં હેંનં ના ઘા ધુયા, અનેં હેંને પુંતાના કુટુમ ન બદ્દ મનખં હાતેં તરત બક્તિસ્મ લેંદું. 34તર હેંને હેંનનેં પુંતાના ઘેર મ લેં જાએંનેં ખાવાનું ખવાડ્યુ, અનેં પુંતાના આખા કુટુમ હાતેં પરમેશ્વર ઇપેર વિશ્વાસ કર્યો અનેં ઘણસ ખુશ થાય.
35આગલે દાડે હવેંર મ સેનિકં ન અધિકારજ્યવેં સપાજ્ય દુવારા કેં મુંકલ્યુ કે હેંનં માણસં નેં સુંડ દો. 36જેલ ના સોકીદારેં ઇયે વાતેં પાવલુસ નેં કીદી, “સેનિકં ન અધિકારજ્યવેં તમનેં સુંડ દેંવા ની આજ્ઞા આલ દીદી હે, એંતરે હારુ હમણં નકળેંનેં શાંતિ થી જાતારો.” 37પુંણ પાવલુસેં હેંનેં કેંદું, “હમું રોમ દેશ ના રેંવા વાળા હે, ગુંનેગાર ઠરાયા વગર હેંનવેં મનખં નેં હામેં હમનેં માર્યા, અનેં જેલ મ નાખેં દેંદા. અનેં હમણં વેયા હમનેં સાન-સાના કાડેં રિયા હે. એંમ સાન-સાના હમું નેં જાજ્યે, પુંણ વેયા પુંતે આવેંનેં હમનેં બારતં લેં જાએ.” 38સપાજ્યવેં ઇયે વાતેં સેનિકં ન અધિકારજ્ય નેં કીદી, અનેં વેયા ઇયુ હામળેંનેં, કે પાવલુસ અનેં સિલાસ રોમ દેશ ના રેંવા વાળા હે, સમકેં જ્યા. 39અનેં આવેંનેં હેંનં કન માફી માંગી અનેં બારતં લેં જાએંનેં અરજ કરી, કે સેર મહા બારતં જાતારો. 40વેયા જેલ મહા નકળેંનેં લુદિયા ને ઘેર જ્યા, અનેં વિશ્વાસી મનખં નેં હેંનવેં ઉત્તેજન આલ્યુ અનેં તાં થી વેયા જાતારિયા.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in