માથ્થી 1
GERV

માથ્થી 1

1
ઈસુની વંશાવળી
(લૂ. 3:23-38)
1આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો.
2ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.
ઈસહાક યાકૂબનો પિતા હતો.
યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
3યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો. (તેઓની મા તામાર હતી.)
પેરેસ હેસ્રોનનો પિતા હતો.
હેસ્રોન આરામનો પિતા હતો.
4આરામ અમિનાદાબનો પિતા હતો.
અમિનાદાબ નાહશોનનો પિતા હતો.
નાહશોન સલ્મોનનો પિતા હતો.
5સલ્મોન બોઆઝનો પિતા હતો. (બોઆઝની માતા રાહાબ હતી.)
બોઆઝ ઓબેદનો પિતા હતો. (ઓબેદની માતા રૂથ હતી.)
ઓબેદ યશાઈનો પિતા હતો.
6યશાઈ દાઉદ રાજાનો પિતા હતો.
દાઉદ સુલેમાનનો પિતા હતો. (સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.)
7સુલેમાન રહાબામનો પિતા હતો.
રહાબામ અબિયાનો પિતા હતો.
અબિયા આસાનો પિતા હતો.
8આસા યહોશાફાટનો પિતા હતો.
યહોશાફાટ યોરામનો પિતા હતો.
યોરામ ઉઝિયાનો પિતા હતો.
9ઉઝિયા યોથામનો પિતા હતો.
યોથામ આહાઝનો પિતા હતો.
આહાઝ હિઝકિયાનો પિતા હતો.
10હિઝકિયા મનાશ્શાનો પિતા હતો.
મનાશ્શા આમોનનો પિતા હતો.
આમોન યોશિયાનો પિતા હતો.
11યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો. (યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.)
12બાબિલમાં તેઓને લઈ ગયા પછી:
યખોન્યા શલથિયેલનો પિતા હતો.
શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો.
13ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો.
અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો.
એલ્યાકીમ અઝોરનો પિતા હતો.
14અઝોર સાદોકનો પિતા હતો.
સાદોક આખીમનો પિતા હતો.
આખીમ અલિહૂદનો પિતા હતો.
15અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો.
એલ્યાઝર મથ્થાનનો પિતા હતો.
મથ્થાન યાકૂબનો પિતા હતો.
16યાકૂબ યૂસફનો પિતા હતો.
યૂસફ મરિયમનો પતિ હતો.
અને મરિયમ ઈસુની મા હતી. ઈસુ ખ્રિસ્ત#1:16 ખ્રિસ્ત “અભિષિક્ત થએલ” (મસીહ) અથવા દેવનો પસંદ કરેલ. તરીકે ઓળખાવા લાગ્યો.
17આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ. દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ. અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ.
ઈસુ ખ્રિસ્તનો જન્મ
(લૂ. 2:1-7)
18ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે. 19મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.
20જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરા#1:20 દાઉદના દીકરા દાઉદના કૂળનો વ્યક્તિ, ઈસ્રાએલનો ખ્રિસ્ત પહેલા 1,000 વર્ષ પહેલાનો રાજા. તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી#1:20 પવિત્ર આત્મા દેવનો આત્મા કહેવાય છે, ખ્રિસ્તનો આત્મા અને સંબોધક વિગેરે નામથી પણ ઓળખાય છે. દેવ અને ખ્રિસ્ત સાથે જોડાએલ, તે જગતમાં લોકો મધ્યે દેવનું કાર્ય કરે છે. છે. 21તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ#1:21 ઈસુ ઈસુ નામનો અર્થ “તારણ.” પાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”
22આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય. 23“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.”#યશા. 7:14. (ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”)
24જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો. 25પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International


Learn more about પવિત્ર બાઈબલ